#કામની વાતઃ જે બાબત મને ઉત્તેજિત કરતી હતી, હવે ઉંમરની સાથે તેમાં મજા નથી આવતી

  • Share this:
    મોટાભાગના લોકોમાં મહિલાઓની સેક્સ માણવાની ઉંમર અંગે વિવિધ ખોટા ખ્યાલો કે માન્યતાઓ પ્રવર્તે છે. આવા લોકોના મતે 40 વર્ષની વય પછી મહિલાઓની કામેચ્છા મંદ પડી જતી હોય છે, ખરેખર તો 40 કે તેથી વધુની વયે વધુ બહેતર રીતે સેક્સનો આનંદ માણી શકાય છે પરંતુ આવી ગેરમાન્યતાઓને કારણે મોટાભાગનો વર્ગ એવું માને છે કે માત્ર યુવાનો જ સેક્સ સારી રીતે માણી શકે છે, જે તદ્દન ખોટી વાત છે. અહીં આવી ગેરમાન્યતા વિશે સમજણ આપવામાં આવી છે.

    સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

    ગેરમાન્યતા - અગાઉ જે બાબત તમને ઉત્તેજિત કરતી હતી હવે ઉંમરની સાથે તેમાં કોઈ મજા નથી આવતી.

    સત્ય-  આ બાબત ઉંમર કરતાં લાંબા લગ્નજીવન સાથે સંકળાયેલી છે. તમે એકધાર્યા સેક્સથી કંટાળી ગયા હોઈ શકો(તેવી જ સ્થિતિ તમારા પતિની પણ હોઈ શકે) છો, જો આમ હોય તો તેનો તાકિદે ઉકેલ લાવવો જોઈએ. સેક્સની સમજ આપતા વિડીયો કે પુસ્તક વાંચી આ સમસ્યાને દૂર કરો. વિવિધ પ્રકારના આસનો અને પ્રયોગો દ્વારા તમારી કામેચ્છાને પ્રજ્વલિત કરો.
    Published by:Bansari Shah
    First published: