#કામની વાતઃ ઉંમર વધવાની સાથે લીંગમાં કેવા ફેરફાર થાય છે?

News18 Gujarati
Updated: June 4, 2019, 7:02 PM IST
#કામની વાતઃ ઉંમર વધવાની સાથે લીંગમાં કેવા ફેરફાર થાય છે?

  • Share this:
#કામની વાતઃ વધતી ઉંમર સાથે શિશ્નમાં કેવા ફેરફાર થાય છે

કુદરતના નિયમ પ્રમાણે જેમ સંસારમાં દરેક વસ્તુ પરિવર્તનશીલ છે તેમ તમારા જીવનકાળ દરમિયાન તમારું શિશ્ન પણ પરિવર્તનના અનેક તબક્કામાંથી પસાર થાય છે. તમારા શરીરમાં રહેલું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર મોટાભાગે પરિવર્તનના આ દરેક તબક્કાનું નિયંત્રણ કરે છે. અંદાજે 9 થી 15 વર્ષના વયકાળ દરમિયાન તમારી પિચ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. જે તમારા શરીરને ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદનનો સંકેત આપે છે. યુવાનીનો પ્રારંભ થવાની સાથે જ એક પછી એક પરિવર્તન શરૂ થાય છે. તમારા વૃષણ, અંડકોષ, શિશ્ન તથા પ્યુબિક હેર વગેરેનો વિકાસ શરૂ થાય છે. તમારી કિશોરાવસ્થાથી  20 વર્ષ સુધીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ તેની ટોચે પહોંચે છે. ઉંમરની વીસી થી 40 ના દાયકામાં સુધીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ આંશિક રીતે ઘટે છે, જોકે આ ફેરફાર ઘણો આંશિક હોય છે.

40 વર્ષ પછી ટેસ્ટોસ્ટેરોનના તમારા કુલ પ્રમાણમાં નહીંવત ઘટાડો થાય છે, પરંતુ તમારું શરીર ધીમે ધીમે સેક્સ હોર્મોન બાઈન્ડિંગ ગ્લોબલિન(SHBG) નામના પ્રોટીનનું ઉત્પાદન શરૂ કરે છે, જે તમારા લોહીમાં ટેસ્ટોસ્ટેરોનને ચોંટી રહે છે અને તમારા શરીરમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનના ઉપયોગના પ્રમાણમાં ઘટાડો કરે છે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટતાં જ તમારા શરીરમાં વિવિધ ફેરફારો થાય છે જેમ કે

પ્યુબિક હેરઃ તમારા શરીરના અન્ય ભાગો પરના વાળની જેમ જ શરીરના આ ભાગના વાળ પણ પાતળા થઈ ગ્રે થવા લાગે છે.

શિશ્નનું કદઃ ચાળીસી વટાવ્યા પછી તમે અનુભવશો કે તે અગાઉ જેટલું મોટું નથી લાગતું. જોકે તેની વાસ્તવિક સાઈઝમાં કોઈ ફેરફાર નથી થતો પરંતુ જો તમારા શિશ્નના તરત ઉપરના ભાગે પ્યુબિકબોન પર વધુ ચરબી હશે તો તેના લીધે તમને તેનું કદ નાનું લાગશે.

શિશ્નનો આકાર- કેટલાંક પુરુષોનું શિશ્ન વધતી ઉંમરની સાથે સાથે સહેજ વળી જાય છે. જેનાથી તેની લંબાઈ, આકાર તથા કામગીરી પર અસર થાય છે. આ સ્થિતિને પેરોનીસડિસીઝ કહે છે. જે શારીરિક તકલીફને કારણે થાય છે. સામાન્ય રીતે સેક્સ દરમિયાન થયેલા કોઈ અકસ્માતને લીધે શિશ્ન વળી જવાથી આમ થાય છે. તેમાં પડેલો ઘા રૂઝાઈ જાય છે પરંતુ જેટલા ભાગમાં ઘા હોય છે તે વિસ્તરી શકતો નથી તેને લીધે શિશ્ન ઉત્થાન વખતે પણ વળેલું રહે છે. આ સ્થિતિને સર્જરી દ્વારા અથવા દવાઓ દ્વારા સુધારી શકાય છે.વૃષણ કોથળી- તેનું કામ તમારા અંડકોષનું તાપમાન જાળવી રાખવાનું છે. તે પોચા સ્નાયુઓ સાથે જોડાયેલું હોય છે જે સંકોચન અને વિસ્તરણ પામી તમારા વૃષણને શરીરની નજીક રાખી તેને હુંફાળું અથવા તો દૂર લઈ જઈ ઠંડું રાખવાનું કામ કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધે તેમ તેમ આ સ્નાયુઓની કામગીરી નબળી થઈ જાય છે અને તે શિથિલ બની જાય છે.  જો તમારી વય 40થી વધુ હોય તો હાઈડ્રોસીલી તમારી વૃષણ કોથળીને વધુ શિથિલ બનાવે છે, તેમાં તમારા બંને અંડકોષની આસપાસ પ્રવાહી જમા થાય છે. તમારા શરીરમાં વધુ પડતાં પ્રવાહીનું ઉત્પાદન થવાથી અથવા તો તેનો યોગ્ય નિકાલ નહીં થવો તેના કારણો હોઈ શકે છે. જોકે આ એક દર્દરહિત સ્થિતિ છે. જો તમને તેમાં સોજો કે અન્ય કોઈ તકલીફ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
First published: June 4, 2019, 7:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading