#કામની વાત: શું છોકરાઓને પણ સેક્સ દરમિયાન પીડા થઈ શકે છે?

News18 Gujarati
Updated: May 20, 2018, 4:58 PM IST
#કામની વાત: શું છોકરાઓને પણ સેક્સ દરમિયાન પીડા થઈ શકે છે?
આ સમસ્યાના ઉપાય માટે સૌથી સરળ રીત એ છે કે જ્યારે પણ શારીરિક સંબંધ બનાવો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરો. કોન્ડોમ ઉપયોગ કરવાથી શિશ્નની આગળની ચામડીની મૂમેન્ટ ફીક્સ થઈ જશે અને તમારી તે ચામડી ખેંચાશે નહીં.

આ સમસ્યાના ઉપાય માટે સૌથી સરળ રીત એ છે કે જ્યારે પણ શારીરિક સંબંધ બનાવો ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરો. કોન્ડોમ ઉપયોગ કરવાથી શિશ્નની આગળની ચામડીની મૂમેન્ટ ફીક્સ થઈ જશે અને તમારી તે ચામડી ખેંચાશે નહીં.

  • Share this:
પ્રશ્ન - શું છોકરાઓને પણ સેક્સ દરમિયાન પીડા થઈ શકે છે?

#સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહ

જવાબ:

આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સામાન્ય પરિસ્થિતિઓમાં આવું નથી થતું. પરંતુ ક્યારેક એવું બને છે કે પુરુષોને ફીમોસિસ (Phimosis) અથવા પરાફિમોસિસ (Paraphimosis) નામની શારીરિક બિમારીઓ થી જાય છે, જે જન્મથી જ હોય છે. ઘણી વખત પુરુષોના લિંગની આગળની ચામડી ઢંકાયેલી હોય છે. સામાન્ય રીતે આ ચામડી ધીમે ધીમે નીચે તરફ સરકતી જાય છે, પરંતુ ઘણા પુરુષોમાં તે જન્મથી ખૂબ જ ટાઈટ હોય છે. સેક્સ વખતે આ પરિસ્થિતિ ક્યારેક તકલીફ આપી શકે છે. જ્યારે પણ પુરુષ સંબંધ બનાવવાની કોશિશ કરે છે, ત્યારે તે જગ્યાએ એક પ્રકારે ખેંચાતી હોય તેમ અનુભવી શકો છો. ઘણી વખત આ ચામડીના ફાટી પણ થાય છે તો ક્યારેક શિશ્નના આગળના ભાગની ચામડીમાં ચીરા પણ પડે છે. એટલે જ સેક્સ વખતે પુરૂષો પીડા અનુભવે છે. આ પીડાને કારણે ઘણી વખત લિંગમાં આવેલું ઉત્થાન અથવા જેને અંગ્રેજીમાં આપણે ઈરેક્શન કહીએ છીએ તે પણ સમાપ્ત થઈ જાય છે અને પુરુષ શારીરિક સંબંધ બનાવવા માટે અસમર્થ બને છે.

Image result for couple

જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો સૌ પ્રથમ તમારા ફૅમિલી ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉકટરની સલાહ મુજબ યોગ્ય તપાસ કરાવો અને આગળ વધો.આ સમસ્યાના ઉપચાર માટે બે માર્ગો છે. તેનો સૌથી સરળ ઉકેલ એ કે જ્યારે સંભોગ વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. કોન્ડોમનો ઉપયોગ કરવાથી ચામડીની મૂવમેન્ટ ફીક્સ થઈ જાય છે અને ચાંડી ખેંચાશે નહીં તેમજ ચીરા પણ નહીં પડે. પરંતુ તમે બાળક ઈચ્છતા હોવ કે આ દુખાવાથી કાયમી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો કોન્ડમનો ઉપયોગ સ્થાયી નિરાકરણ નથી.

Related image

આ માટે તમારે એક ઓપરેશન કરાવવું પડશે, જેને સુન્નત કહે છે. આ પ્રક્રિયા ખૂબ સરળ છે. તેમાં 15-20 મિનિટનો સમય લાગે છે અને 4-5 કલાક માટે હોસ્પિટલમાં રહેવાનું છે. તેમાં કોઈ શારીરિક પીડા પણ નથી થતી અને તમે બીજા દિવસથી રોજથી તમારા નિયમિત કામ કરી શકો છો. પરંતુ ઓપરેશન પછી, તે દોઢ મહિના સુધી શારીરિક સંબંધ રાખવા માટે પ્રતિબંધ હોય છે. પરંતુ તે પછી તમે સામાન્ય જીવન જીવી શકો છો.

ક્યારેક સેક્સ દરમિયાન પુરુષોમાં પીડાને કારણે ઈન્ફેક્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. સમયસર યોગ્ય પગલાં ભરવાથી તમામ પ્રકારના ચેપનો ઉપચાર શક્ય છે.

(ડૉ. પારસ શાહ સાનિધ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અમદાવાદ, ગુજરાતમાં ચીફ કંસલ્ટંટ સેક્સોલોજિસ્ટ છે.)
First published: May 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading