#કામની વાત: ઘણાં પ્રયાસો છતાં ગર્ભ નથી રહેતો, શું કરવું?

પુરૂષને વિર્ય સ્ત્રાવ થતો હોય છે ત્યારે તેમાં માત્રને માત્ર 1 ટકા શુક્રાણું હોય છે બાકી 99 ટકા આજુ બાજુની ગ્રંથીનો સ્ત્રાવ હોય છે.

પુરૂષને વિર્ય સ્ત્રાવ થતો હોય છે ત્યારે તેમાં માત્રને માત્ર 1 ટકા શુક્રાણું હોય છે બાકી 99 ટકા આજુ બાજુની ગ્રંથીનો સ્ત્રાવ હોય છે.

 • Share this:
  સવાલ: લગ્નને 5 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. અમે ગર્ભ રહે તે માટે અનેક પ્રયાસ કર્યા પણ ગર્ભ રહેતો જ નથી. જ્યારે પણ સંબંધ બાધીયે ત્યારે ઘણાં પ્રયાસ છતાં તમામ વિર્ય પત્નીનાં યોની માર્ગમાંથી બહાર આવી જતુ હોય છે તો મારે શું કરવું જોઇએ. કેવી રીતે સંબંધ બાંધવા જોઇએ કે જેથી ગર્ભ રહે?

  સેક્સોલોજીસ્ટ, ડૉ. પારસ શાહ

  જવાબ: મારી પાસે આવાં ઘણાં કિસ્સા આવે છે જેમાં પતિ-પત્નીનાં લગ્નને ઘણો સમય થઇ ગયો છે. તેમનાં તમામ રિપોર્ટ્સ પણ નોર્મલ હોય છે છતાં તેમને ગર્ભ રહેતો નથી.

  ઘણી વખત પુરુષ અને મહિલાનાં મનમાં એવાં પ્રશ્ન થતા હોય છે કે તેઓ સંબંધ બાંધ્યા બાદ વિર્ય બહાર આવી જાય છે તેને કારણે તો પત્નીને ગર્ભ રહેતો નહીં હોય. આપને જણાવી દઉ કે, આ એક ભ્રમ છે. જ્યારે પણ પુરૂષને વિર્ય સ્ત્રાવ થતો હોય છે ત્યારે તેમાં માત્રને માત્ર 1 ટકા શુક્રાણું હોય છે બાકી 99 ટકા આજુ બાજુની ગ્રંથીનો સ્ત્રાવ હોય છે.

  આ પણ વાંચો- #કામની વાત: લગ્નની પહેલી રાતે પત્નીને પુછી લે જો આ વાત

  વિર્યમાં 69 ટકા સેમાઇનલ વેસીસમાંથી સ્ત્રાવ આવે છે 30 ટકા પ્રોસ્ટેટ ગ્રંથી માંથી આવે છે જ્યારે માત્ર 1 ટકામાં લાખો કરોડો શુક્રાણુ હોય છે જે આપણને નરી આંખે દેખાતા નથી. આ સમયે વિર્ય સ્ખલન બાદ જે 99 ટકા સ્ત્રાવ હોય છે તે બહાર નીકળી જાય છે અને માત્ર 1 ટકા જે શુક્રાણું હોય છે તે યોનીમાર્ગની દિવાલ પર ચોંટી જાય છે. અને ધીમે ધીમે ગતી કરતા કરતાં તેઓ ગર્ભાશય સુધી પહોંચતા હોય છે. આ સમયે જો મહિલાને સ્ત્રીબીજ છુટુ પડ્યુ હોય અને આ સમયે જો શુક્રાણું અને સ્ત્રીબીજનું મિલન થાય તો જ ગર્ભધાન થાય છે.

  તેથી જો આપને એ જ મુંઝવણ હોય કે સ્ખલન બાદ વિર્ય બહાર આવી જાય છે તો તે સામાન્ય છે. તે માટે કોઇ જ સારવાર લેવાની કે દવા લેવાની જરૂર નથી.

  આ પણ વાંચો- #કામની વાતઃ નસબંધીના ઓપરેશન પછી ક્યારે સંભોગ માણી શકાય?

  જો આપ બંનેનાં રિપોર્ટ્સ નોર્મલ છે અને છતાં પણ ગર્ભ નથી રહેતો તો તે માટે આપે ડોક્ટરની સલાહ લઇને જ આગળ વધવું.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:Margi Pandya
  First published: