#કામની વાતઃ સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય?

News18 Gujarati
Updated: July 12, 2019, 5:49 PM IST
#કામની વાતઃ સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય?
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય

સમસ્યા. મને મુઝંવતો પ્રશ્ન છે કે, સ્ત્રીને માસિક આવ્યા બાદ કેટલા દિવસ પછી સંભોગ કરવો યોગ્ય ગણાય? આપના તરફથી ‘સેક્સ’ વિશે જે રસપ્રદ માર્ગદર્શન મળે છે તે બદલ આપનો ખૂબ આભારી છું. કારણ કે સેક્સ વિશેના જ્ઞાનનો ખૂબ જ આભાવ છે. આપશ્રીનું માગદર્શક દિશાસૂચક ગણી શકાય.

ઉકેલ. માસિકસ્ત્રાવના દિવસોમાં પણ જો આપ પતિ-પત્નીને વાંધો ના હોય તો જાતીય સંબંધ રાખી શકાય છે. મેડિકલી કોઇ વાંધો નથી. પરંતુ માસિકના સમયે ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. જેથી શક્ય હોય તો આ સમયે જાતિય સંબંધથી દુર રહેવું જોઇએ અથવા નિરોધનો પ્રયોગ કરવો હિતાવહ છે. પણ બાળક રાખવા માટે સામાન્ય રીતે માસિકના બારમાં દિવસથી અઠારમાં દિવસ સુધી દરરોજ સંબંધ રાખવો જોઇએ. કારણ કે આ દિવસોમાં સ્ત્રી બીજ છુટું પડતું હોય છે. અને આ સ્ત્રી બીજ અને શુક્રાણુંનું મિલન થાય તો ગર્ભ રહે છે બાકીના દિવસોને રિલેટીવલી સેફ સમય ગણી શકાય .એટલે કે બાકીના દિવસોમાં ગર્ભ રહેવાની શક્યતાઓ પ્રમાણમાં નહિવત હોય છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: July 12, 2019, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading