#કામની વાતઃ ડાયાબિટીસના કારણે સહવાસમાં કઈ તકલીફ પડી શકે?

 • Share this:
  ડાયાબિટીસથી સહવાસમાં કઈ તકલીફ પડી શકે અને નપુંસક્તા આવે? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

  ડોક્ટર સાહેબ નમસ્કાર! સૌ પ્રથમ તો મારા જેવા અનેક વાંચકમિત્રોના ધન્યવાદ સ્વીકારો. કારણ કે તમે ઘરે બેઠા બેઠા અમને જાતીય જીવનમાં પ્રકાશ ફેલાય તેવું કામ કરો છો.

  સમસ્યા- સાહેબ મારી ઉંમર 38 વર્ષની છે. વ્યવસ્યાએ લેખક છું. પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબિટિસ હોવાનું નિદાન થયું છે. દીલમાં ગ્લાયનેઝ નામની ગોળીઓથી ડાયાબિટીસ કાબૂમાં આવી ગયો છે. મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ નપુંસક થઇ જાય છે. જો કે હાલમાં મને એવી કોઇ જ તકલીફ નથી. પરંતુ મને સતત આની ચિંતા રહે છે. શું ડાયાબિટીસના દર્દીઓની ઉંમરને અને નપુંસકતાને કોઇ સંબંધ છે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી નામ ન લખવા વિનંતી આભાર

  ઉકેલ - આપની ચિંતા અસ્થાને નથી કારણ કે દર બીજી ડાયાબિટીક દર્દીને જાતીય તકલીફ અનુભવાતી હોય છે. તે પછી નપુંસકતા હોય તે શિધ્રસ્ખલન.
  ડાયાબિચિસ એકવાર તમારા શરીરમાં આવે એટલે મિત્રની જેમ રહેતો હોય છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તેને સારો મિત્ર બનાવો કે દુશ્મન સારો મિત્ર બનાવવા કાંઇ ખાસ વધારે મહેનત કરવાની નથી. બસ ટાઇમસર દવા લેવાની, કસરત કરવાની અને ખાવાની પરેજી પાળવાની જો આમ નહીં કરો તો તે તમારા શરીરનો દુશ્મન થશે. અને આખા શરીર પર આડઅસર કરશે. પરંતુ જો ડાયાબિટિસને કાબુમાં રાખવામાં આવે તો નંપુસકતા આવવાની શક્યતાઓ ખૂબ જ ઘટી જાય છે. ડાયાબિટીસના દર્દીની ઉંમર ને અને નપુંસકતાને કોઇ જ સંબંધ નથી. ડાયાબિટીસના દર્દીની વય ભલે ઓછી હોય પણ સુગર નુ પ્રમાણ વધારે રહે તો નપુંસકતા આવી શકે છે. પરંતુ મિત્ર અહીં એકવાત જરૂર યાદ રાખજો. ડાયાબિટીસના દરેક દર્દી નપુસંક્ત થઇ જતા નથી, એટલે આપે વધારે પડતી ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવાથી પણ માનસિક નપુસંકતા આવી શકે છે.
  જો કોઇ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતા, સુતા કે કોઇપણ અવસ્થામાં જો એકવાર પણ પૂરતી ઉતેજના આવે તો બિલકુલ ચિંતા કરવી ના જોઇએ.
  Published by:Bansari Shah
  First published: