#કામની વાત: 'વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલે?'

#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એકટીવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

 • Share this:
  સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.

  #કામની વાતઃ  જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... વારંવાર સંભોગ કરવાથી પુરુષ નબળો, પતળો, વૃધ્ધ થતો જાય છે?

  સમસ્યા. અમારા લગ્નને 10 વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરતા હતા. પરંતુ છ મહિના પહેલા પત્નીએ કુંટુબનિયોજન નું ઓપરશન કરાવેલ છે. મારી પત્નીને ભય છે કે વધુ પડતા જાતીય સંબંધથી વિર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. શું આવું થઇ શકે છે?

  ઉકેલ. જાતીય જીવનને લગતી આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જોઇ શકાય છે. કહેવાતા જાહેર ખબરીયા, ખાનદાની સેકસોલોજીસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઢસાવી દીધું છે કે વિર્ય શક્તિશાળી છે. અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો, પતળો, વૃધ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ સિવાય કોઇ જ સચ્ચાઇ નથી. એ વાત સાચી છે કે વીર્યમાં ફુકડોઝ નામની સુગર આવેલી હોય છે. પણ તે માત્ર
  વિર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પુરતી છે. એ એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી શક્તિશાળી નથી હોતી. ઉલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતિય સમાગમાં આશરે દોઠસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વિર્યને કારણે નહીં પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એકટીવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.

  સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ

  બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
  Published by:Bansari Shah
  First published: