#કામની વાતઃ તો આ પુરુષની નંપુસક્તા કહેવાય કે નબળાઇ?

News18 Gujarati
Updated: March 6, 2019, 6:51 PM IST
#કામની વાતઃ તો આ પુરુષની નંપુસક્તા કહેવાય કે નબળાઇ?

  • Share this:
તો શું આને નંપુસક્તા કે નબળાઇ કહેવાય?

ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

પ્રશ્ન- મારી 31 વર્ષની ઉંમર છે. મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. અમારે એક પણ બાળક નથી. આ પાંચ વર્ષમાં ઘણી દવાઓ કરી છે. પણ કોઇ જ ફરક પડતો નથી. મારા વિર્યમાં શુક્રાણુની ટકાવારી ફક્ત 2થી 5 ટકા છે. વિર્ય પણ રતલું છે. બીજું મારા શિશ્નમાં સમાગમ વખતે જ બરાબર ઉત્થાન આવે છે. તો શું આને નંપુસક્તા કે નબળાઇ કહેવાય? સમાગમ કરવાથી પત્નિને યોનિમાં ચાંદી પડી જાય છે તો તેના માટે કોઇ દવા લેવી જોઇએ? પણ મુખ્ય ચિંતા શુક્રાણુની છે. શું મારા વિર્યમાં શુક્રાણુની ટકાવારી વધી શકે? મારા ફેમિલી ડોક્ટરે સોનોગ્રાફીની સલાહ આપી છે. શું તે જરૂરી છે? હું જેવો પિતા બનીશ કે તમને મળવા જરૂર આવીશ.

ઉકેલ- આપની તકલીફો ઓલિગોર્સ્પમીયાની તકલીફ કહેવાય છે. આ બિમારીના કારણો ઘણા છે. સારવાર પહેલા તેનું નિદાન જરૂરી છે સચોટ નિદાન અને યોગ્ય નિદાનથી શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન (મોટીલીટી) શક્તિ વઘી શકે છે. પણ જો એકપણ શુક્રાણુ ના હોય તો દવાઓથી કાંઇ જ થઇ ના શકે. એક શુક્રાણુ હોય તો એકના દસ હજાર અને દસ હજારના સો લાખ શુક્રાણુ થઇ શકે છે. આપના ફેમિલી ડોક્ટરે તમને સોનોગ્રાફીની બરાબર સલાહ આપી છે. ઘણીવાર વેરિકોસીલ નામની બિમારીમાં શુકાણુ બરાબર બનતા નથી. માટે નીચે ગોળીઓની સોનોગ્રાફી જરૂરી બને છે. માટે તે આપના ફેમિલી ડોક્ટરના કહેવા મુજબ કરાવી દેશો વિર્ય પતલું કે ઘટ્ટ હોય કે પિળાશ પડતું હોય તો પણ બાળક થવાની શક્યતામાં કોઇ જ ફરક પડતો નથી. વિર્યસ્ત્રાવનું સાતત્ય ઉમર, ઉતેજનાની તિવ્રતા અને બે સમાગમ વચ્ચેના ગાળા જેવા પરિબળો ઉપર નિર્ભય કરે છે. કોઇ વ્યક્તિની જાતીય શક્તિ સાથે વિર્યના રંગ અને જથ્થાને કોઇ નિસ્બત નથી. તેવી જ રીતે સમાગમમાં સાથીના સંતોષ સાથે પણ તેને કોઇ સંબધં નથી. બાકી કોઇપણ પુરુષની ઇન્દ્રિય ચોવીસ કલાક ઉતેજિત કે ઉત્થાન અવસ્થામાં ના જ હોય. જ્યારે ઇન્દ્રિયમાં લોહીનો ભરાવો થાય ત્યારે જ તેમા ઉત્થાન અનુભવાય છે અને તે સંભોગ માટે યોગ્ય બને છે. બાકીના સમયે તેનું કામ પેશાબ કરવાનું જ છે અને તેના માટે ઉતેજના જરૂરી નથી સાથે પણ યાદ રાખો કે થાક, માનસિક તંગદીલી અને દબાણને કારણે કોઇ વખત પ્રસંગોપાત ઉત્થાન ન પણ થાય. એનો મતલબ એ નથી કે વ્યક્તિ નપુંસક થઇ ગયો છે. ઘણીવાર સંભોગ પહેલાની ક્રિયામાં પુરતો સમય પુરુષો આપતા નથી. અને સ્ત્રીને તૈયાર થતા વાર લાગતી હોય છે. આવા સંજોગોમાં જો યોનિમાર્ગમાં પૂરતી ચિકાશ ના થઇ હોય અને સમાગમ કરવાથી ધર્ષણ થાય છે. અને કદાચ તેનાથી પણ ચાંદી પડી શકે છે. પણ પત્નીની આ તકલીફ નજર અંદાજ ના કરતા અને યોગ્ય સ્ત્રીરોગ ડોક્ટરને બતાવી દેશો.
First published: March 6, 2019, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading