જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી, નોંધી લો સામગ્રી

વરસાદી મોસમમાં જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી

News18 Gujarati
Updated: June 16, 2019, 2:01 PM IST
જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી, નોંધી લો સામગ્રી
વરસાદી મોસમમાં જુવારમાંથી બનાવો રૂ જેવી પોચી ઈડલી
News18 Gujarati
Updated: June 16, 2019, 2:01 PM IST
જુવાર ઈડલી બનાવવા માટે સામગ્રી :-
1 વાડકી જુવાર
1/2 વાડકી ચોખા

1/2 વાટકી અડદની દાળ
1/4 વાડકી આખા અડદ
2 ચમચી પલાળેલા પૌંઆ/રાંધેલો ભાત
Loading...

1 ચમચી મેથી
મીઠું
પાણી

જુવાર ઈડલી બનાવવાની રીત :-
સૌ પ્રથમ એક બાઉલમાં જુવાર, ચોખા, અડદની દાળ, આખા અડદ અને મેથી લઈ બધું બરાબર ધોઈને 5-6 કલાક પલાળો. પછી તેમાં પલાળેલા પૌંઆ કે ચોખા ઉમેરી બધું એકસાથે મિક્સરમાં જરૂર પૂરતું જ પાણી ઉમેરી પીસી લો. પછી એ મિશ્રણને ઢાંકીને 7-8 કલાક આથો આવવા દો. આથો આવી જાય પછી તેમાં મીઠું ઉમેરી હલાવી લો. પછી ઈડલીના સ્ટેન્ડમાં થોડું તેલ લગાવીને તેમાં આ ખીરું પાથરી 10 મિનિટ ચડવા દો. થઈ જાય એટલે એક થાળીમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. જો તમને ક્રિસ્પી ઈડલી ભાવતી હોય તો એક નોનસ્ટીક પેન કે લોખંડની કડાઈમાં થોડું તેલ લઈ તેમાં રાી અને મીઠો લીમડો તતડાવી આ ઈલડીને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ જ ખીરામાંથી ઢોંસા કે ઉત્તપમ બનાવો તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. શકો છો. ઢોસા એકદમ ક્રિસ્પી થશે અને ઉત્તપમ એકદમ પોચા.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...