આ રીતે ઢોંસા બનાવવામાં નહીં જરૂર પડે ખીરું પલાળવાની

જુવારના મીની મૈસુર ઢોસા બનાવવાની રીત

જુવારના મીની મૈસુર ઢોસા બનાવવાની રીત

 • Share this:
  જુવારના મીની મૈસુર ઢોસા બનાવવાની સામગ્રી:
  1 વાટકી જુવારનો લોટ
  1 વાટકી ચોખાનો લોટ
  કોથમીર
  મીઠું
  લસણની ચટણી

  બનાવવાની રીત:- સૌ પ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, કોથમીર અને પાણી ઉમેરી ઢોંસા જેવું ખીરું તૈયાર કરી લો. પછી એક નોનસ્ટીક તવાને તેલથી ગ્રીસ કરી તવા પર એક ચમચો ખીરું પાથરી જેટલું પોહળું થાય તેટલું ફેલાવા ઢોંસો પાથરો. ઢોંસાની આજુ બાજુ થોડું તેલ રેડી એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી બંને બાજુ શેકી લો. શેકાઈ જાય એટલે એક બાજુ લસણની ચટણી લગાવી તે સાઈડને એક વખત ફેરવીને શેકી લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના મીની મૈસુર ઢોસા. આ લોટના ઉત્તપમ બનાવવા હોય તે ખીરૂં થોડું જાડું રાખી તેમાં ડુંગળી, ટમેટા, મરચાં પણ ઉમેરી શકાય છે.
  Published by:Bansari Shah
  First published: