Home /News /lifestyle /

Health Tips: સાંધાના દુખાવાને ન કરો નજર અંદાજ, હોઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કઈ રીતે બચી શકાય

Health Tips: સાંધાના દુખાવાને ન કરો નજર અંદાજ, હોઈ શકે છે આ જીવલેણ બીમારી, જાણો કઈ રીતે બચી શકાય

સાંધાનાં દુખાવાને ન કરો નજર અંદાજ

Health Tips : બ્લડ કેન્સર થવા પર સેલ્સ વ્યક્તિને શરીરમાં લોહીને બનવા નથી દેતા. જેવા કારણે શરીરમાં લોહીની કમી આવે છે. બ્લડ કેન્સરના બીજા પણ ઘણા લક્ષણો હોય છે જેને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે.

    સ્વાસ્થ્યની દેખરેખ દરેક મનુષ્ય માટે જરૂરી છે. દિવસે દિવસે જે પ્રમાણે તમામ બીમારીઓ વધી રહી છે તે જોઇને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.  કેન્સર પણ એવી બીમારી છે જે મનુષ્યને નષ્ટ કરી નાંખે છે. કેન્સરને જીવલેણ બીમારી એટલા માટે માનવામાં આવે છે કારણ કે જો શરૂઆતમાં જ આ રોગની જાણકારી ન મળે તો જ્યારે તે અંગે માહિતી મળે છે ત્યારે તે એ હદે વકરી જાય છે તે જોઇને તેને રોકવું મુશ્કેલ થઈ જાય છે. વ્યક્તિમાં કેન્સર થયા બાદ અમુક શરૂઆતી લક્ષણો જોવા મળે છે આ લક્ષણોને હંમેશાથી ગંભીરતાથી લેવા જોઈએ. પરંતુ લોકો તેને ગંભીરતાથી નથી લેતા અને તેને નજરઅંદાજ કરે છે જે બાદમાં ખતરનાક સાબિત થાય છે.

    નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર થવા પર સેલ્સ વ્યક્તિને શરીરમાં લોહીને બનવા નથી દેતા. જેવા કારણે શરીરમાં લોહીની કમી આવે છે. બ્લડ કેન્સરના બીજા પણ ઘણા લક્ષણો હોય છે જેને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે.

    પ્રકાર પર આધાર રાખે છે તેની સારવાર - બ્લડ કેન્સ ઘણા પ્રકારના હોય છે. કેન્સરની સારવાર હંમેશાથી તેના પ્રકાર પર નિર્ભર કરે છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, રેડિએશન થેરેપી, બાયોલોજીકલ થેરેપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરાપી આપવામાં આવે છે. જણાવી દઈએ કે જો તમને બ્લડ કેન્સર છે તો લોહીની એક સામાન્ય કપાસથી તેની જાણકારી મળી જાય છે. આમ તો આ કેન્સની તપાસ માટે જનરલ બ્લડ પિક્ચરની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં બ્લડ કેન્સની જાણકારી મળવા પર તેની સારવાર સંભવ છે.

    આ છે બ્લડ કેન્સના પ્રકાર - નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે. તેમાં લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટીપલ માયલોમાનો સમાવેશ થાય છે. બ્લડ કેન્સર બાળકોથી લઈને મોટામાં પણ થઈ શકે છે. ખાસ કરીને આ બીમારી 30 વર્ષ બાદ વધુ થવાની સંભાવના હોય છે.

    આ ઉપરાંત હાડકા અને સાંધામાં સતત દુખાવો થવો, મોઢુ, નાક અથવા શૌચ ક્રિયા વખતે લોહીનું નિકળવું, તાવ આવવો, રાત્રે પરસેવો આવવો અને ચક્કર આવવા, વારંવાર સંક્રમણ અને શરીરના વજનમાં ઘટાડો થાય તો આ લક્ષણ હાર્ટની બીમારી નહીં પરંતુ બ્લડ કેન્સરના સંકેત હોઈ શકે છે. જો આવા લક્ષણ તમને જણાય તો તરત ચેક કરાવો.

    આ ઉપરાંત ધ્યાન રાખો કે જો બ્લડ કેન્સરને શરૂમાં દર્દીના મોઢા, ગળા, ચામડી અને ફેફસામાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. બ્લડ કેન્સર જો દર્દીના શરીરમાં ઘર કરી રહ્યું છે તો મોટાભાગે તાવ રહેવાનું શરૂ થઈ શકે છે અને વારંવાર તે મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત હાડકાઓ, મસલ્સમાં પેઈન અનુભવાય છે બ્લડ કેન્સરનું પણ આ એક શરૂઆતી લક્ષણ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Blood cancer, Health Symptom, Health Tips

    આગામી સમાચાર