શિક્ષિત મહિલાઓમાં લગ્ન પહેલા બાળકને જન્મ આપવાની ઈચ્છા વધી: Johns Hopkins Study

પ્રતીકાત્મક તસવીર

  • Share this:
સામાન્ય રીતે કોઈપણ કપલ લગ્ન બાદ બાળક વિશેનો વિચાર કરે છે. કેટલાક સમયથી આ અંગે યુવા પેઢીમાં બદલાવ આવ્યો છે. આ અંગે એક સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી અનુસાર શિક્ષિત મહિલાઓ લગ્ન કર્યા પહેલા પોતાનું પહેલું બાળક લાવવાનો વિચાર કરે છે. આ પ્રકારનો વિચાર રાખનાર મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાનીએ આ સ્ટડી કરી છે. 90ના દાયકામાં આ પ્રકારનો વિચાર જોવા નહોતો મળતો, પરંતુ હાલના સમયમાં શિક્ષિત મહિલાઓમાં આ પ્રકારનો બદલાવ વધુ જોવા મળી રહ્યો છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University)ના સોશિયોલોજિસ્ટ એંડ્રયૂ શેર્લિને આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, શિક્ષિત મહિલાઓ લગ્ન પહેલા પહેલું બાળક લાવે છે. બીજા બાળકના જન્મ પહેલા અથવા ત્યાર બાદ લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. મહિલાઓ લગ્ન બાદ બાળક રાખવાની ઈચ્છા ઓછી રાખે છે. શિક્ષિત મહિલાઓ લગ્ન પહેલા બાળકને જન્મ આપી રહી છે અને ત્યારબાદ પરિવાર શરૂ કરવા માટે લગ્ન કરી રહી છે.

એંડ્રયૂ શેર્લિને કહ્યું કે, 30ની આસપાસની ઉંમર ધરાવતી 18થી 27 ટકા મહિલાઓ જ્યારે અવિવાહિત હતી, ત્યારે તેમના પહેલા બાળકનો જન્મ થઈ ગયો હતો. સ્ટડી પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં એક સ્ટડી પ્રકાશિત થઈ છે. આ સ્ટડી અનુસાર મહિલાઓ સ્નાતક (Graduate) થયા પહેલા પોતાના પ્રથમ બાળક વિશે વિચારે છે. ત્યારબાદ પરિવાર બનાવવા માટે લગ્ન કરે છે.

એંડ્રયૂ શેર્લિને આ સ્ટડી માટે ત્રણ પ્રમુખ સર્વેનો ઉપયોગ કર્યો છે- નેશનલ લોન્ગિટ્યુડિનલ સર્વે ઓફ યૂથ, નેશનલ લોન્ગિટ્યુડિનલ સર્વે ઓફ એડોલેસેન્ટ ટૂ એડલ્ટ હેલ્થ, નેશનલ સર્વે ઓફ ફેમિલી ગ્રોથ. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે, કે તમામ પ્રકારના એજ્યુકેશન લેવલ પર મહિલાઓએ વિકાસ કર્યો છે. આ પરિસ્થિતિમાં તેઓ લગ્ન પહેલા બાળક લાવવાની ઈચ્છા ધરાવે છે.

જે અવિવાહિત મહિલાઓએ બાળકને જન્મ આપ્યો છે, તેમની હાઈસ્કૂલની ડિગ્રી અથવા કોઈ ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. હાઈસ્કૂલની ડિગ્રી મેળવનાર અડધી મહિલાઓ પોતાના પ્રથમ બાળકના જન્મ સમયે અવિવાહિત હતી.

આ પણ વાંચો - શું તમે જોયો Dilkhush Dosa? ડ્રાયફ્રુટ્સ અને ચીઝથી ભરપૂર ઢોસા બનાવવાનો વીડિયો થઇ રહ્યો છે viral

વર્ષ 1996માં કોલેજ કરનાર 30ની ઉંમર ધરાવતી 4 ટકા મહિલાઓ પોતાના પ્રથમ બાળકના જન્મ સમયે અવિવાહિત હતી. 20 વર્ષ બાદ આ પ્રકારની મહિલાઓની સંખ્યામાં 6 ગણો વધારો થતા તે સંખ્યા 24.5 ટકાએ પહોંચી ગઈ છે. જે મહિલાઓએ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે અને 30 વર્ષ ધરાવે છે, તેમને પ્રથમ બાળકને જન્મ આપી દીધો છે. તે મહિલાઓ બીજા બાળકના જન્મ પહેલા અથવા બાળકના જન્મ બાદ લગ્ન કરી રહી છે.

જે મહિલાઓ ગ્રેજ્યુએટ થઈ છે અને જે મહિલાઓ ગ્રેજ્યુએટ નથી તે મહિલાઓમાં એક સમાનતા જોવા મળી રહી છે. આ બંને પ્રકારની મહિલાઓ એક જ પાર્ટનરની પસંદગી કરી રહી છે. જે પાર્ટનર સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે, તેની સાથે જ રહેવા ઈચ્છે છે. એંડ્રયૂ તેને લિવ ઈન રિલેશનશીપ નહીં પરંતુ સહચર્ય (Cohabiting) કહે છે.

એંડ્રયૂ શેર્લિને કહ્યું કે, અમેરિકામાં કોલેજમાંથી પાસ આઉટ થયેલા યુવાઓમાં લગ્નનો સ્ટેજ ખતમ થઈ રહ્યો છે. લગ્ન પહેલા બાળકનો જન્મ થઈ રહ્યો છે. આ પ્રકારે શા માટે થઈ રહ્યું છે, તેનું કારણ જાણવા નથી મળી રહ્યું. લગ્નનું મહત્વ અને પરંપરાગત નિયમો સતત બદલાઈ રહ્યા છે. આ બદલાવ સમાજમાં આવનાર નવું પરિવર્તન હોઈ શકે છે.

લાઇફસ્ટાઇલની વધારે સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

એંડ્રયૂ શેર્લિને કહ્યું કે, આ તમામ બાબતો પાછળનું કારણ આર્થિક સમસ્યા હોઈ શકે છે. લગ્ન માટે અથવા પરિવાર બનાવવા માટે ખૂબ જ પૈસાની જરૂર હોઈ શકે છે. કોલેજનું દેવું અને કમાવાનું તથા જીવનનિર્વાહનો સ્ત્રોત સીમિત હોવાને કારણે પરિવાર બનાવવામાં ખૂબ જ સમય લાગે છે. આ કારણોસર અમેરિકામાં સિંગલ પેરેન્ટના કલ્ચરમાં વધારો થઈ રહ્યો છે. લગ્ન કર્યા વગર એડલ્ટ સાથે રહેવાના કલ્ચરમાં વધારો કરી રહ્યા છે.

નવી યુવાપેઢી જ્યાં સુધી આર્થિક રીતે સદ્ધર ના થાય ત્યાં સુધી લગ્ન ના કરવાનું કહે છે. એંડ્રયૂ શેર્લિન જણાવે છે, કે જે મહિલાઓ ઓછી શિક્ષિત હોય તેમનું સપનું પૂરુ ના થાય તો તેઓ પણ લગ્નને ટાળવા લાગે છે. આ પ્રકારનું કલ્ચર શિક્ષિત મહિલાઓમાં અધિક જોવા મળી રહ્યું છે.
First published: