2017નું વર્ષ આમ તો નોકરીઓ માટે બહુ સારૂ નથી રહ્યું પરંતુ ટેન્શન ના લો. તમારે ટુંક સમયમાં જ એટલે કે, 2018માં જ નોકરીઓનો વરસાદ વરસવાનો છે અને તે પણ એવા સેક્ટર્સમાં જ્યાં તમને બંપર સેલરી મળશે. તો જોઈએ કયા સેક્ટરમાં આવશે નોકરી...
2017ની મંદી બાદ હવે એક્સપર્ટનું માનવું છે કે, માત્ર નોકરીઓ જ નહીં આવે, પરંતુ પગારમાં પણ 15 ટકાનો વધારો થવાની 2018માં આશા છે.
એમ્પ્લોઈમેન્ટ એડવાઈઝ આપતી કંપની મેનપાવર ગ્રુપના જણાવ્યા અનુસાર, આવતા વર્ષે ભારતમાં ખુબ જ નોકરીઓ આવશે. જોબ્સ માટે કંપની તરફથી એક સર્વે પણ કરાવવામાં આવ્યો છે. તો જોઈએ શું કરવામાં આવ્યો સર્વે.
સર્વેમાં સામેલ 24 જેટલી કંપનીઓએ એમ્પલોઈઝની સંખ્યામાં વધારવાનું અનુમાન આપ્યું છે, 57 ટકા યુનિટે એમ્પ્લોઈઝની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરી.
સર્વેના પરિણામ બતાવે છે કે, જાન્યુઆરી-માર્ચ દરમ્યાન મોટાભાગના સેક્ટરમાં હાયરિંગ સેંટિંમેન્ટ પોઝેટિવ છે. મોબાઈલ વિનિર્માણ, ફાયનાન્સિયલ ટેક્નોલોજી અને સ્ટાર્ટ-અપ્સ સહિત કેટલાય બીજા સેક્ટરમાં નોકરીઓ વધશે. આ સાથે સેલરી હાઈક પણ સારો રહેશે. સેલરી 2017માં જ્યાં 8-10 ટકા, તે 2018માં 10-15 ટકા રહી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર