Home /News /lifestyle /

3 મહિના સુધી મફતમાં મળશે 100 GB હાઇ સ્પીડ ડેટા Jio GigaFiber માં

3 મહિના સુધી મફતમાં મળશે 100 GB હાઇ સ્પીડ ડેટા Jio GigaFiber માં

  રિલાયન્સ જિયોએ વાર્ષિક મીટિંગમાં બ્રોડબેન્ડ GigaFiber લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટથી જિયોએ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ ગીગાફાઇબરના રજિસ્ટ્રેશનની શરૂઆત કરી દીધી છે. હવે કંપનીએ ગીગાફાઇબર માટે પ્રીવ્યૂ ઓફર લોન્ચ કરી છે.

  • આ ઓફર હેઠળ યૂઝર્સને 3 મહિના સુધી 100 Mbpsની હાઇ-સ્પીડ પર 100 જીબી ડેટા સાવ મફતમાં યૂઝ કરવા મળશે.

  • કંપનીની જાહેરાત અનુસાર, જે સ્થળથી સૌથી વધુ રજિસ્ટ્રેશન આવશે ત્યાં ગીગાફાઇબરની સર્વિસ સૌથી પહેલા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, Jio Gigafiberનું રજિસ્ટ્રેશન યૂઝર્સ MyJio એપની સાથે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ jio.com પર પણ કરાવી શકશે.


  રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ : જિયો ગીગાફાઇબર પ્રીવ્યૂ ઓફર હેઠળ ઇન્સ્ટોલેશન ફ્રીમાં કરવામાં આવશે. આ માટે ગ્રાહક પાસે કોઇ એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં નહીં આવે. જો કે, કસ્ટમર્સે સિક્યોરિટી તરીકે 4500 રૂપિયા ડિપોઝીટ કરવાના રહેશે. આ રકમ રિફન્ડેબલ રહેશે. આ ચાર્જ જિયોના બ્રોડબેન્ડ રાઉટર માટે લેવામાં આવે છે. બ્રોડબેન્ડ સેવામાં ફ્રીમાં મળતા 100 જીબી ડેટા વપરાઇ ગયા પછી કસ્ટમર્સને પ્રીપેડ પ્લાન્સનો ઓપ્શન આપવામાં આવશે. તેની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવી શકે છે.

  600 ટીવી ચેનલ્સ

  જિયો ગીગાફાઇબરની સાથે Jio GigaTV સેટઅપ બોક્સ પણ આપવામાં આવશે. ગીગાટીવી પર યૂઝર 600થી વધુ હાઇ (HD) અને સ્ટાન્ડર્ડ ડેફિનેશન (SD) ટીવી ચેનલ્સ જોઇ શકશે.
  Published by:Bansari Shah
  First published:

  આગામી સમાચાર