જીરામાં આ ચીજ ઉમેરી ફેશિયલ કરો, અરીસા પાસેથી ખસવાનું મન જ નહીં થાય

News18 Gujarati
Updated: September 5, 2019, 4:48 PM IST
જીરામાં આ ચીજ ઉમેરી ફેશિયલ કરો, અરીસા પાસેથી ખસવાનું મન જ નહીં થાય

  • Share this:
જીરાનો ઉપયોગ ફક્ત વઘાર કરવા માટે જ નહીં, પણ ચામડીને ચમકાવવામાં ફાયદાકારક છે. જીરામાં એન્ટિબેક્ટીરિયલ અને એન્ટિઑક્સિડેન્ટ પ્રોપર્ટીઝ રહેલી હોવાના કારણે ચામડીને હંમેશાં ફ્રેશ બનાવે છે. જીરામાં અનેક પ્રકારના મેડિસિનલ ગુણો પણ હોય છે.

ગ્લોઇંગ સ્કિન માટે તમે ઘરે જ સ્ક્રબ બનાવી શકો છો. તેના માટે એક વાસણમાં બે મોટી ચમચી જીરું, અડધો કપ ખાંડ, 1 ચમચી મધ, અડધો કપ બદામનું તેલ ભેળવો. તેમાંથી તાર બનવા લાગે ત્યં સુધી તેને હલાવો. તમારું સ્ક્રબ તૈયાર છે. આ મિશ્રણને એક બોટલમાં ભરી રાખો. અઠવાડિયામાં 1 કે 2 વખત લગાવો અને સારી રીતે સ્ક્રબ કરો.

ગરમીમાં સ્કીન ટેનની તકલીફો માટે જીરું એ ખૂબ મોટું વરદાન છે. સ્કીનથી ટેનીંગ દૂર કરવા માટે, તમે જીરાને વાટીને દહીં અને ગુલાબજળ મિક્સ કરી 10 મિનિટ ચહેરા પર લગાવી રાખો. થોડા સમય બાદ ઠંડા પાણીથી ધોઈ લો. ચેહરો એકદમ સાફ દેખાવા લાગશે. અને ડાઘા અને મેલને સાફ કરવા માટે જીરા પાવડરમાં હળદર અને મધ મિક્સ કરી લગાવો. તેનાથી ચહેરા પરની ગંદકી દૂર થશે અને ચમક પણ આવશે.

વધતી ઉંમરની સાથે ચદેરા પર કરચલી આવે છે. જેને દૂર કરવા માટે પણ જીરાનો ઉપયોગ કરી શકાય છે. તે માટે જીરામાં બેસન અને કાચા દૂધ ભેળવી ચહેરા પર લગાવો. 10 મિનિટ સૂકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી દોઈ લો. તેને અઠવાડિયામાં બે વખત કરતાં રહેવાથી કરચલી ગાયબ થઈ
જશે.
First published: September 5, 2019, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading