જીરા અને ગોળના જાદૂઈ પાણીથી જાણો થશે કેવા કેવા ફાયદા

  • Share this:
    સામાન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે સવારે ગરમ પાણી કે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. પરંતુ ક્યારેય જીરા-ગોળનું પાણી તમે સવારે ખાલી પેટે પીધુ નહીં હોય. જીરું અને ગોળ બંન્ને આપણા શરીર માટે ઘણાં ફાયદાકારક છે. તો જોઈએ જીરા-ગોળનું પાણી બનાવવાની રીત અને રોજ સવારે આપાણી ખાલી પેટે પીવાથી કેવા કેવા ફાયદા થાય છે.

    જીરા-ગોળનું પાણી બનાવવાની રીત
    સામગ્રી
    2 કપ – પાણી
    1 ચમચી – ગોળ
    1 ચમચી – જીરું

    બનાવવાની રીત
    ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો.
    તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો.
    તે બાદ આ પણીને ઠંડુ થવા દો.
    સાવરે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.

    ફાયદા

    • આ પાણીનું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તમે ગોળવાળી ચા પણ બનાવી શકો છો.
    • જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ જીરું અને ગોળનું પાણી તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.
    • ઘણી વાર લોહીમાં અનેક ઝેરી પદાર્થ આવી જાય છે. જેને શરીરમાંથી બહાર નીકાળવા ખૂબ જરૂરી હોય છે. આ ઝેરી પદાર્થોને બહાર નીકાળવામાં ગોળ અને જીરું ખૂબ સહાયક છે.
    • જ્યારે ઘણી મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો તેમજ અનિયમિતતા રહે છે. રોજ ગોળ અને જીરાના પાણીનું સેવન કરવાથી આ સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
    • જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ.
    • શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.
    • શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. જેથી દરરોજ એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ, પીઠ, કમર અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.
    Published by:Kaushal Pancholi
    First published: