જૈન પંજાબી રેડ ગ્રેવી- ડુંગળી ન ખાતા હોય તે પંજાબી શાક હવે ઘરે બનાવીને ખાઈ શકશે

 • Share this:
  આજે પંજાબી રેડ ગ્રેવીની રીત અમે તમારી સાથે શેર કરવાના છે. પમ મહત્વની વાત એ છે કે આ રેડ ગ્રેવીને જૈન સ્ટાઈલમાં બનાવવાની છે. જેથી તેમા ડુગળી , લસણ ન આવતુ હોવાથી આનો ઉપયોગ સ્વામિનારાયણ , જૈન અને બીજા જે ડુંગળી ન ખાતા હોય તે પંજાબી શાક હવે ઘરે બનાવીને ખાઈ શકશે.

  ગ્રેવી બનાવા માટે જોઈશે

  સામગ્રી :

  250 ગ્રામ છીણેલી દૂધી
  1 કપ ટામેટા ની પ્યૂરી
  1 ટૂકડો આદુ
  2 લીલા મરચા
  2 ટૂકડા તજ
  2 મરી
  3 લવિગ
  2 સૂકા લાલ મરચા
  1 ટી.સ્પૂન કસૂરી મેથી
  1 ચમચી મગજતરી બી
  1 ચમચી કાજુ ના ટૂકડા
  1 નંગ ઈલાયચી
  1 ચમચી જીરૂ
  1 ચમચી લાલ મરચુ પાણીમા પલાળેલુ
  1 ટી.સ્પૂન હળદર
  મીઠુ સ્વાદ મુજબ
  4 ટે.સ્પૂન તેલ

  બનાવવાની રીત:

  એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકી તેમા જીરૂ નાખી તતડે એટલે તેમાં લવિંગ , તજ-મરી , સૂકા લાલ મરચા , આદુ , લીલા મરચા, ઈલાયચી , કાજુ, મગજતરી , છીણેલી દૂધી નાખી લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
  સંતળાય પછી તેને ઠંડુ કરી જરૂર પ્રમાણે પાણી નાખી પેસ્ટ બનાવી લો.
  હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા બનાવેલી ગ્રેવી, હળદર , પલાળેલુ લાલ મરચુ , ટામેટો પ્યૂરી નાખી સાંતળવુ. તેલ છુટુ પડે એટલે તેમા મીઠું અને કસૂરી મેથી નાખી 2 મિનિટ સાંતળી ગેસ બંધ કરો. તો તૈયાર છે જૈન પંજાબી ગ્રેવી.
  Published by:Bansari Shah
  First published: