Home /News /lifestyle /શિયાળામાં દરરોજ એક ટુકડો ગોળ ખાઓ, ગેસથી લઇને આ મોટી સમસ્યાઓમાં રાહત થઇ જશે

શિયાળામાં દરરોજ એક ટુકડો ગોળ ખાઓ, ગેસથી લઇને આ મોટી સમસ્યાઓમાં રાહત થઇ જશે

ગોળ ખાવાથી એસિડિટીમાં રાહત થાય

Jaggery benefits in winter: ગોળ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ગોળનો એક ટુકડો તમે રેગ્યુલર ખાઓ છો તો હેલ્થને લગતી અનેક બીમારીઓમાંથી તમને રાહત થાય છે. જો તમને ગળ્યુ ભાવતુ નથી તો તમે ગોળ ખાવાની આદત ચોક્કસ પાડો.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં એક કટકો ગોળ દરરોજ ખાઓ જોઇએ. ગોળ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ગોળ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. ગોળની તાસીર ગરમ હોય છે શિયાળામાં ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને વિટામીન બી હોય છે. આ મેટાબોલિઝમ વધારે છે અને સાથે પેટની સમસ્યાઓને ઓછી કરે છે. તમને એસિડિટીની સમસ્યા છે તો તમે રોજ એક કટકો ગોળ ખાઓ. ગોળ ખાવાથી એસિડિટીની સમસ્યમાંથી રાહત મળે છે. આમ, જો તમને ગોળ ભાવતો નથી તો તમે રોજ ખાવાની આદત પાડો. ઘણાં લોકોને ગળ્યુ ખાવાનું ભાવતુ હોતુ નથી. તો જાણો તમે પણ ગોળ ખાવાના ફાયદા..

  શિયાળામાં ગોળ ખાવાના ફાયદા


  બ્લડ સર્કુલેશન સારું થાય


  શિયાળામાં ગોળ ખાવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. જો તમે ગોળ ખાતા નથી તો તમારે રોજ ખાવાની આદત પાડવી જોઇએ. ઠંડીમાં ગોળ ખાવાથી શરીરમાં ગરમી આવે છે. આ સાથે જ આયરન બ્લડ સર્કુલેશનને તેજ કરે છે અને બ્લડ વેસેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

  આ પણ વાંચો: બાળકોને પેટમાં કૃમિ થાય તો તરત કરો આ ઉપાય

  છાતીમાં ગભરામણની સમસ્યા ઓછી થાય


  તમને છાતીમાં ગભરામણ જેવી સમસ્યા રહે છે તો તમે રોજ એક કટકો ગોળ શિયાળામાં ખાઓ. ગોળ ખાવાથી છાતીમાં ગભરામણની સમસ્યા ઓછી થઇ જશે અને સાથે તમારે દવાઓ પણ લેવાની જરૂર નહીં રહે. તમને અસ્થમા અને બ્રોંકાઇટિસની સમસ્યા વઘારે રહે છે તો તમે ગોળનું સેવન કરો. ગોળમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે ફેફસાંના સોજાને ઓછા કરે છે અને સાથે હેલ્થ સારી રાખે છે.

  આ પણ વાંચો: શિયાળામાં મહિલાઓ આ વસ્તુઓ ખાવાનું ટાળો

  ગેસ માટે ફાયદાકારક


  ગેસની સમસ્યા સાથે તમે જોડાયેલા છો તો ગોળ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ પેટના એસિડિક પીએચને ન્યૂટ્રિલાઇઝ કરે છે અને એસિડિટીમાંથી રાહત અપાવે છે. આમ, જો તમને ગેસની સમસ્યા વઘારે રહે છે તો તમે ગોળને પાણીમાં મિક્સ કરો અને પછી આ પાણી પી લો. થોડીવારમાં તમને ગેસમાંથી રાહત થઇ જશે.


  બ્લોટિંગની સમસ્યામાં


  બ્લોટિંગની સમસ્યામાં ગોળનું સેવન કરવાથી ફાયદો થાય છે. બ્લોટિંગની સમસ્યા ખરાબ મેટાબોલિઝમને કારણે થાય છે. આ સમયે પેટનુ મેટાબોલિઝમ વધારવા ગોળ ખાઓ.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Health care tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन