Jacqueline Fernandez જેવી પાતળી કમર અને ટોન્ડ લેગ્સ માટે ફોલો કરો આ Fitness Tips
Jacqueline Fernandez જેવી પાતળી કમર અને ટોન્ડ લેગ્સ માટે ફોલો કરો આ Fitness Tips
જેક્લિન ફર્નાન્ડિઝની સુંદરતાનું રહસ્ય તમે પણ જાણી લો
Jacqueline Fernandez Fitness Tips: જેક્લીનને ઓટ્સ કરતા ક્વીનવા (Quinoa) વધુ પસંદ છે અને તે દરરોજ ક્વીનવાનું સેવન કરે છે. ક્વીનવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો હોય છે. જેક્લીનને કાચા ક્વીનવા વધુ પસંદ છે, તેનાથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે અને જલ્દી ભૂખ લાગતી નથી.
ભારત આવ્યા બાદ જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી છે. આ શ્રીલંકન બ્યૂટીએ ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં નામના મેળવી છે. જેક્લીન ફિલ્મો સિવાય નાના પડદા પર પણ અનેક રિયાલિટી શો માં જોવા મળે છે. જેક્લીન અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. ત્યારે હાલમાં જેક્લીન મની લોન્ડ્રિંગ કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. જેક્લીનને આ કેસ અંગે સમન પણ મોકલવામાં આવ્યું છે.
જેક્લીન પોતાની ફિટનેસ અને પરફેક્ટ બોડી શેપ માટે ખૂબ જ કોન્શિયસ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર અલગ અલગ વર્કઆઉટના વિડીયો શેર કરતી રહે છે. જેક્લીન મિસ શ્રીલંકા યૂનિવર્સ પણ રહી ચૂકી છે. જેક્લીન ફ્લેક્સિબલ બોડી માટે જીમ કરતા હેલ્ધી લાઈફસ્ટાઈલ અને પોષણયુક્ત ભોજન પર વધારે ફોકસ કરે છે.
અહીંયા જેક્લીનની ફિટનેસ અને ડાયટ પ્લાન અંગે જાણકારી આપવામાં આવી છે. જેક્લીન તેના સુંદર અને ટોન્ડ પગ તથા સિજલિંગ બોડી માટે ખૂબ જ ફેમસ છે. પરફેક્ટ બોડી શેપ માટે જેક્લીન પણ શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાની જેમ ફિટનેસ ઈન્સ્પિરેશન છે.
જેક્લીનનું લંચ અને ડિનર- જેક્લીન નાશ્તામાં બાફેલા ઈંડા, તાજા ફળ અને ગ્રીન ટી નું સેવન કરે છે. જેક્લીન સુશી અને સેલ્મનનું પણ સેવન કરે છે. જેક્લીન વર્કઆઉટથી શરૂઆત કરતા પહેલા પ્રોટીન શેકનું સેવન કરે છે. જેક્લીન ખાંડ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરતી નથી, પરંતુ તેને ચોકલેટ અને પિત્ઝા ખૂબ જ પસંદ છે. જેક્લીન સવારે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરે છે. સવારે 8 વાગ્યે બ્રેકફાસ્ટ કરે છે અને સાંજે 7 વાગ્યે ડિનર કરે છે. જેક્લીન ઈન્ટરમિન્ટેન્ટ ફાસ્ટિંગ પણ કરે છે.
જેક્લીન ડાયટ
જેક્લીનની ડાયટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, પોષણયુક્ત ભોજન શામેલ હોય છે. કાર્બ્સ માટે જેક્લીન લીલા શાકભાજી, ફળ, બ્રાઉન રાઈસ, સલાડ, ઓટમીલ સૂપનું સેવન કરે છે. જેક્લીનને ન્યૂટ્રી બોલ્સ ખૂબ જ પસંદ છે. આ ન્યુટ્રી બોલ્સ સૂકા મેવાથી બનાવવામાં આવે છે.
જેક્લીનને ઓટ્સ કરતા ક્વીનવા (Quinoa) વધુ પસંદ છે અને તે દરરોજ ક્વીનવાનું સેવન કરે છે. ક્વીનવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો હોય છે. જેક્લીનને કાચા ક્વીનવા વધુ પસંદ છે, તેનાથી પેટ વધુ સમય સુધી ભરેલું રહે છે અને જલ્દી ભૂખ લાગતી નથી.
એનર્જી માટે બુલેટપ્રૂફ કોફી
અત્યારે બુલેટપ્રૂફ કોફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ એક નોર્મલ એસપ્રેસો શોટ કોફી હોય છે, જેમાં એક ચમચી ઘી અને એક ચમચી બેસ્ટ એમસીટી ઓઈલ ઉમેરવામાં આવે છે. આખો દિવસ શુટીંગ અને કામ દરમિયાન એનર્જીથી ભરપૂર રહેવા માટે જેક્લીન બુલેટપ્રૂફ કોફીનું સેવન કરે છે.
ફ્લોલેસ સ્કિન માટે એપલ સાઈડર વિનેગર
એપલ સાઈડર વિનેગર જેક્લીનની ફ્લોલેસ સ્કિનનું રાજ છે. જે ડિટોક્સ એજન્ટની જેમ કામ કરે છે. તેમાં રહેલ એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીના કારણે ત્વચા ગ્લો કરે છે. એપલ સાઈડર વિનેગરનું હળદર અને આદુની સાથે સેવન કરવાથી ત્વચા ગ્લોઈંગ અને ફ્લોલેસ બને છે.
જેક્લીનનું ફેવરિટ વર્કઆઉટ
જેક્લીન ફર્નાન્ડીઝ રુટીન વર્કઆઉટ વિશે જણાવે છે, કે તેણે ટ્રેઈનિંગથી લઈને પીલાટેઝ સુધી વર્કઆઉટ ટ્રાય કર્યું છે. સુપર એન્ટી એજિંગ ત્વચા અને બોડી શેપ માટે યોગ બેસ્ટ છે. તે જણાવે છે, કે યોગ કરવાથી તે એનર્જેટીક અને લાઈટર ફીલ કરે છે. આ કારણોસર તેમને યોગ કરવા ખૂબ જ પસંદ છે.
એક ફિટનેસ વિડીયોમાં જેક્લીન જણાવે છે, કે તે તેના રૂટીનમાં મેડિટેશનને શામેલ કરશે અને ફિટનેસ ગોલ અનુસાર કાર્ડિયો ગેમમાં પણ વધારો કરશે. જેક્લીન યોગ ગર્લ છે. તેને કાર્ડિયો વધુ હોય એટલે કે એક્સરસાઈઝ કરવાથી હાર્ટ રેટમાં વધારો થાય એવી એક્સરસાઈઝ પસંદ છે. જેક્લીન જણાવે છે, કે જો તેનું થોડુંક પણ વજન વધી જાય તો તે સૂઈ શકતી નથી. જેક્લીન પ્રોપર ડાયટ પ્લાન ફોલો કરીને, વર્કઆઉટ રિજીમ અને યોગા એક્સરસાઈઝથી સ્લિમ અને ફિટ રહે છે.
વર્કઆઉટથી જેક્લીનને થતા ફાયદા
TV.FIT દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જેક્લીન એક શાનદાર સ્પોર્ટી લુકમાં જોવા મળી રહી છે. આ વિડીયોમાં જેક્લીન કાર્ડિયો એક્સરસાઈઝ કરી રહી છે. જેક્લીન જણાવે છે, કે હું વર્કઆઉટથી દિવસ શરૂ કરવાનું પસંદ કરું છું. વર્કઆઉટ કર્યા બાદ પોઝિટીવ ફીલ થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઉપરાંત વર્કઆઉટ કરવાથી મારી ક્રિએટિવિટીમાં પણ સુધારો આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર