Home /News /lifestyle /આ સમય છે આપણાં ડૉક્ટરોનો આભાર માનવાનો

આ સમય છે આપણાં ડૉક્ટરોનો આભાર માનવાનો

ડૉક્ટર્સનો આભાર માનીયે એટલો ઓછો

મહામારીના આરંભ પહેલાં પણ ભારતના ડૉક્ટરો સંશાધનોની ગંભીર અછતની સ્થિતિ વચ્ચે કામ કરતાં હતાં. થોડા વર્ષો પહેલાં ભારતમાં WHO દ્વારા સૂચવેલા ડૉક્ટરના પ્રમાણ કરતાં પણ વધારે 1:1000નો ગુણોત્તર ધરાવતું હતું, પરંતુ આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે કે તે પ્રમાણ ફરી જરૂરી પ્રમાણથી નીચે જતું રહ્યું છે. જાહેર આરોગ્ય ક્ષેત્રમાં આ પરિસ્થિતિ વધારે ભયાવહ છે

વધુ જુઓ ...
1 જુલાઇના રોજ, લોકોના જીવન બચાવવા અને સમુદાયના ઇલાજમાં કાર્યરત પુરુષો અને મહિલાઓના સન્માનમાં ભારત રાષ્ટ્રીય ડૉક્ટરો દિન ઉજવાય છે. આ દિવસ સુપ્રસિદ્ધ ચિકિત્સક અને સ્વાતંત્ર્ય સેનાની ડૉ બિધાનચંદ્ર રોયની જન્મજયંતિ નિમિતે ઉજવવામાં આવે છે. આ વખતની ઉજવણી તેવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે કોવિડ-19ના કારણે ઉદ્ભવેલી મહામારીના કારણે દેશના તબીબી સંશાધનો તેની પરાકાષ્ઠા સુધીનો ઉપયોગ જોવા મળ્યો છે. ડૉક્ટર સહિત ભારતના તબીબી જગતના સાહસ અને પ્રતિબદ્ધતા પ્રત્યે આપણી કૃતજ્ઞતા વધુ દૃઢ બની છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર મહામારીમાં એક તરફ જ્યારે 1492 ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યાં છે ત્યારે બીજી તરફ આ કટોકટીની લહેરનો સામનો કરવા માટે તેમણે આત્મ-બલિદાનની ઉત્કૃષ્ઠ ભાવના દર્શાવી છે.
મુઠ્ઠીભર લોકો જેમણે અનેક જીવ બચાવ્યાં
મહામારીના આરંભ પહેલાં પણ ભારતના ડૉક્ટરો સંશાધનોની ગંભીર અછતની સ્થિતિ વચ્ચે કામ કરતાં હતાં. થોડા વર્ષો પહેલાં ભારતમાં WHO દ્વારા સૂચવેલા ડૉક્ટરના પ્રમાણ કરતાં પણ વધારે 1:1000નો ગુણોત્તર ધરાવતું હતું, પરંતુ આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે કે તે પ્રમાણ ફરી જરૂરી પ્રમાણથી નીચે જતું રહ્યું છે. જાહેર આરોગ્ય ક્ષેત્રમાં આ પરિસ્થિતિ વધારે ભયાવહ છે, જ્યાં દર 1000 લોકોએ માત્ર 0.8 ડૉક્ટરોનો ગુણોત્તર છે. તેનો અર્થ તે થયો કે ભારતની વસ્તીના મોટાભાગના લોકોની આરોગ્ય જરૂરિયાતો સાતત્યપૂર્ણ રીતે પૂરી થઇ શકતી નથી.

ડૉક્ટરોએ આ પડકારોનો સામનો કરવામાં અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને પોતે દર્શાવેલી ક્ષમતા બદલ વ્યાપક સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત કરી છે. કોવિડ-19 કટોકટી દરમિયાન, દેશ ડૉક્ટરોની નિઃસ્વાર્થ અને અથાક સેવાની અનેક ગાથાઓનો સાક્ષી બન્યો છે. પોતાની ફરજના ભાગરૂપે તેમણે જીવલેણ વાઇરસનો સામનો કર્યો છે અને પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો છે. તેમણે કોવિડ-19ના જોખમો અને પોતાનું અને પોતાના સ્નેહીજનોનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે લોકોને પ્રશિક્ષિત કરવામાં પણ અગ્રીમ ભૂમિકા ભજવી છે. કેટલીક વખત તેમની લાગણીઓનો ઉમળકો વ્યક્ત થતો જોવા મળ્યો છે, જેમ કે ગત વર્ષે મુંબઇની ડૉ.તૃપ્તી ગિલાડીએ વીડિયોમાં આંખોમાં આંસુ સાથે દરેક લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી, જે વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો.
શું આપણે આભારી છીએ?
રાષ્ટ્રીય ડૉક્ટર દિવસે જ્યારે આપણે ડૉક્ટરોના મહત્ત્વપૂર્ણ યોગદાનને સ્વીકારીએ છીએ ત્યારે તેની સાથે સાથે તેમના જીવન અને કામની પરિસ્થિતિમાં સુધારો કરવા એક વિશેષ પહેલ હાથ ધરવાની જરૂર છે. આવશ્યક ઉપકરણની અછતનો સામનો કરવાનો કાયમી સંઘર્ષ પૂરતો ન હોય તેમ, પાછળના સમયગાળા દરમિયાન આસામમાં કોવિડ-19 કેન્દ્ર ખાતે મૃત્યુ પામેલા દર્દીના સંબંધીઓએ ફરજ પર રહેલા ડૉક્ટર પર કરેલા હુમલાની તાજેતરની ઘટના સહિત ડૉક્ટરો વિરુદ્ધ હિંસાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આવા કૃત્યો ડૉક્ટરોને હતાશા તરફ દોરી જાય છે અને તેજસ્વી યુવાનોને તબીબી વ્યવસાય પસંદ કરવા માટે નિરુત્સાહ કરે છે.

આ પરિસ્થિતિના ઉપાય માટે પ્રથમ ચરણ રાષ્ટ્રીય ડૉક્ટર દિનથી શરૂ કરીને ડૉક્ટર અને આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞ ભાવ વિકસાવવાનો છે. તેનાથી માત્ર ડૉક્ટરો પ્રત્યે હિંસાની ઘટનાઓ જ ઉકેલાશે નહીં પરંતુ તબીબી સલાહ પ્રત્યે નિષ્ઠા અને તેના પાલનમાં પણ સુધારો જોવા મળશે. ડૉક્ટરો સાથે વધુ સારો વ્યવહાર અને તેમને સહન કરવી પડતી મુશ્કેલીઓનું સંજ્ઞાન બાદ આશા છે કે ડૉક્ટરો અને ભારતીયોનું આરોગ્ય સુધારવા માટે પ્રબુદ્ધ નીતિ ઘડવા માટેનો માર્ગ ખુલ્લો થશે.

અમે પણ ભારતના સૌથી વિશાળ કોવિડ-19 વેક્સિન જાગૃતિ અભિયાન Federal Bank Ltd.ની CSR પહેલ Network18 ‘સંજીવની - એ શોટ ઓફ લાઇફ’ના ભાગરૂપે આરોગ્ય અને સુખાકારી માટે અમારો નજીવો પ્રયાસ કરી રહ્યાં છે. આરોગ્ય અને રોગપ્રતિકારકતાના આ સંઘર્ષ સાથે જોડાવવા, સંજીવની ની મુલાકાત લો.
First published:

Tags: Doctors, Network18, Sanjeevani