Home /News /lifestyle /શું તમે પણ અખબાર કે સિલ્વર ફૉઈલમાં લપેટીમાં ઓફિસે લઈ જાવ છો રોટલી, તો આજથી બંધ કરી દેજો

શું તમે પણ અખબાર કે સિલ્વર ફૉઈલમાં લપેટીમાં ઓફિસે લઈ જાવ છો રોટલી, તો આજથી બંધ કરી દેજો

પ્રતિકાત્મક તસ્વીર

તેનાથી પેટનું ઈંફેક્શન થઈ શકે છે. ઓયલી વસ્તુ રાખીને ખાવાથી લીવરનું કેન્સર થઈ શકે છે. અમુક નિષ્ણાંતોનું માનીએ તો, તેનાથી આંખની રોશની પણ જઈ શકે છે. તેને ખાસ કરીને વૃદ્ધ અને બાળકોને નુકસાન પહોંચાડે છે.

ભારતીય ઘરોમાં અખબાર વાંચવામાં ઓછા અને ખાવાનું પેક કરવામાં વધારે કામમાં આવે છે. મોટા ભાગે આપણે જોઈએ છીએ કે, ક્યારેકને ક્યારેક તો અખબારમાં ખાવાનું પેક કરીને ખાધું જ હશે. મોટા ભાગે સ્ટ્રીટ ફુડની દુકાન પર પૈકિંગ કરવા માટે અખબારનો ઉપયોગ થાય છે. શું આપ જાણો છો કે, આપની આ નાની એવી ભૂલ આપને ખતરનાક બીમારીને નોતરી શકે છે. એટલું જ નહીં સિલ્વર ફોયલમાં પણ ખાવાનું પૈક કરવવું સારી બાબત નથી. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ખાવાનું અખબારમાં લપેટીને અથવા સિલ્વર ફોયલમાં લપેટીમાં ખાવું ન જોઈએ. તેમાં ખતરનાક કેમિકલ હોય છે, જે શરીરની અંદર જઈને કેન્સર જેવી બીમારીઓ ફેલાવી શકે છે. તો આવો જાણીએ તેના ઉપયોગથી થનારા નુકસાન વિશે...

આ પણ વાંચો: PHOTOS: ખેડૂત પરિવારમાંથી આવતા કપલે અર્ધનગ્ન અવસ્થામાં કાદવમાં કરાવ્યો પ્રી વેડિંગ ફોટોશૂટ

કેવી રીતે નુકસાન પહોંચાડે છે અખબાર


ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, અખબારમાં લપેટીને ખાવાથી કેટલીય ગંભીર બીમારીઓ થઈ શકે છે. અખબારના છાપણી માટે ઉપયોગમાં આવતી શાહીમાં ખતરનાક રસાયણ હોય છે. ડાઈ આઈસોબ્યૂટાઈલ ફટાલેટ અને ડાઈ એન આઈસોબ્યૂટાઈલ જેવા રસાયણ આવેલ હોય છે. અખબારમાં ગરમ ખાવાનું ખાવાથી આ શાહી ઘણી વાર ભોજન સાથે ચોંટી જાય છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શરીરમાં તે કેમિકલની વધારે માત્રામાં હોવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. અખબારમાં ભોજન લપેટીને ખાવાથી મોંનું કેન્સરથી લઈને ફેફસાના કેન્સર થવાનો ખતરો બની રહ્યો છે.

તો વળી અખબારમાં ખાવાનું લપેટીને ખાવાથી પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે. તેની શાહીમાં રહેલા વિષયમાં કેમિકલથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પેટનું ઈંફેક્શન થઈ શકે છે. ઓયલી વસ્તુ રાખીને ખાવાથી લીવરનું કેન્સર થઈ શકે છે. અમુક નિષ્ણાંતોનું માનીએ તો, તેનાથી આંખની રોશની પણ જઈ શકે છે. તેને ખાસ કરીને વૃદ્ધ અને બાળકોને નુકસાન પહોંચાડે છે.

એલ્યુમિનિયમ ફોયલમાં ખાવાથી નુકસાન


તો વળી કેટલાય લોકોનું માનવું છેકે, અખબારની જગ્યાએ એલ્યુમિનિયમ ફોયલમાં ખાવાનું ખાવું યોગ્ય છે, તો આપને જણાવી દઈએ કે, ફોયલ પેપરનો પણ દરરોજ ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાવાનું ગરમ રહે છે, તો લોકો તેને તુરંત ફાઈલ પેપરમાં પૈક કરી દેતા હોય છે. જેના કારણે ફોયલ પેપર ઓગળવા લાગે છે. અને તે ખાવામાં ભળી જતું હોય છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તેનાથી આપના લીવર સંબંધિત બીમારી થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને આપની ઈમ્યૂન સિસ્ટમ પર માઠી અસર પડે શકે છે.અમુક લોકોને તે ખાવાથી અલ્ઝાઈમરની ફરિયાદ પણ રહેતી હોય છે.
First published:

Tags: Fast food