લેંમ્બોર્ગિનિએ ઉતારી દુનિયાની સૌથી ફાસ્ટ SUV, ત્રણ કરોડ છે કિંમત

લેંમ્બોર્ગિનિ પોતાની વાર્ષિક સેલ્સ બે ગણી વધારી 7000 કરવા માંગે છે...

લેંમ્બોર્ગિનિ પોતાની વાર્ષિક સેલ્સ બે ગણી વધારી 7000 કરવા માંગે છે...

 • Share this:
  સુપર કાર બનાવતી કંપની લેંમ્બોર્ગિનિએ ભારતમાં પોતાની SUV Urus લોન્ચ કરી છે. ભારતમાં આ SUVની એક્સ શો-રૂમ કિંમત 3 કરોડ રૂપિયા છે. લેંમ્બોર્ગિનિએ SUV Urusની આ બીજી એસયુવી કાર છે. લેંમ્બોર્ગિનિએએ લગભગ 25 વર્ષ પહેલા LM002 SUV ભારતમાં લોન્ચ કરી હતી.

  3.6 સેકન્ડમાં પકડે છે 0-100 kmphની સ્પીડ
  લેંમ્બોર્ગિનિએ SUV Urusમાં 4.0 લીટર V8 ટ્વીન ટર્બો એન્જિન છે. આ SUVમાં 8 સ્પીડ ઓટોમેટિક ગેયરબોક્સ છે. આ એસયુવીનું એન્જિન 850Nmના પીક ટોર્ક સાથે મેક્સિમમ 641 hpનું પાવર આપે છે. લેંમ્બોર્ગિનિએ SUV Urus માત્ર 3.6 સેકન્ડમાં 0-100ની સ્પીડ પકડે છે અને 305 કિમીની ટોપ સ્પીડ પકડી ચાલી શકે છે. આ સ્પીડ સાથે તે દુનિયાની સૌથી ફાસ્ટ પ્રોડક્શન SUV છે.

  ભારત માટે એલોટ કાર પહેલા વેંચાઈ
  લેંમ્બોર્ગિનિએ SUV Urusમાં Huracan અને Aventador જેવું ડિઝાઈન પેટર્ન ફોલો કરવામાં આવ્યું છે. આ એસયુવીમાં ડેટ ફાઈટર સ્ટાઈલ એન્જિન સ્ટાર્ટ બટન છે. ભારતમાં લેંમ્બોર્ગિનિએ SUV Urusની બુકિંગ કંપનીની ડિલરશિપમાં કેટલાક અઠવાડીયા પહેલા જ શરૂ થઈ ગઈ છે. સમાચાર મળી રહ્યા છે કે, કેટલીક કાર પહેલા જ વેંચાઈ ગઈ છે અને આુટલેટ્સ હવે બુકિંગ નથી લઈ રહ્યા. લેંમ્બોર્ગિનિએ SUV Urus સાથે લેંમ્બોર્ગિનિ પોતાની વાર્ષિક સેલ્સ બે ગણી વધારી 7000 કરવા માંગે છે.
  Published by:kiran mehta
  First published: