Home /News /lifestyle /પથારીમાં ફોન લઇને ઊંઘવાની આદત હોય તો છોડી દો, જાણો કેટલા ફૂટ દૂર રાખશો તકિયાથી અને શું થાય છે નુકસાન
પથારીમાં ફોન લઇને ઊંઘવાની આદત હોય તો છોડી દો, જાણો કેટલા ફૂટ દૂર રાખશો તકિયાથી અને શું થાય છે નુકસાન
Do not use phone at night: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને રાત્રે મોબાઇલ જોવાની આદત હોય છે. આ સાથે જ ઘણાં બધા લોકો રાત્રે ફોન પોતાના તકિયા પાસે મુકીને ઊંઘતા હોય છે. જો તમને પણ આ આદત છે તો તમારે સુધારવાની જરૂર છે.
Do not use phone at night: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોને રાત્રે મોબાઇલ જોવાની આદત હોય છે. આ સાથે જ ઘણાં બધા લોકો રાત્રે ફોન પોતાના તકિયા પાસે મુકીને ઊંઘતા હોય છે. જો તમને પણ આ આદત છે તો તમારે સુધારવાની જરૂર છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રાત્રે ઊંઘતી વખતે મોટાભાગના લોકો મોબાઇલ સાથે રાખીને ઊંઘતા હોય છે. આ સાથે જ ઘણાં લોકોને એવી આદત હોય છે કે તેઓ મોબાઇલ ફોન તકિયા નીચે અથવા તો તકિયા પાસે રાખીને સૂઇ જતા હોય છે. એટલું જ નહીં ઘણાં લોકો તો મોડી રાત સુધી ફોન જોતા હોય છે. ફોન જોવામાંને જોવામાં રાત્રે સમયમાં ક્યાં જતો રહે છે એની જાણ વ્યક્તિને થતી નથી. જો કે ફોન સાથે રાખવા પાછળનું એક કારણ એ છે કે એલાર્મ. જો તમને પણ ફોન સાથે રાખીને ઊંઘવાની આદત છે તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. ફોન સાથે રાખીને સૂવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો આ વિશે તમે પણ...
ઘણાં બધા લોકોનો મોર્નિંગમાં માથુ દુખતુ હોય છે. આંખોમાં બળતરા થતી હોય છે, પરંતુ એમને એ વાતની જાણ નથી થતી હોતી કે આ બધી સમસ્યાઓ ફોનને કારણે થાય છે. આજે અમે તમને જણાવી દઇએ કે ફોન સાઇડમાં મુકીને ઊંઘવાથી આ સમસ્યાઓ થઇ શકે છે. તો જાણો ઊંઘતી વખતે ફોન કેટલો દૂર રાખવો જોઇએ. આ સાથે જાણી લો રાત્રે પડેલી ફોનની આદત કેવી રીતે છોડશો અને જાણો આ વિશે WHOનું શું કહેવું છે.
મોબાઇલ ફોનમાં હાનિકારક રેડિએશન હોય છે જે સતત નિકળતા રહે છે. આની અસર મગજ માટે હાનિકારક સાબિત થાય છે. આ કારણે માથાનો દુખાવો, માંસપેશિઓમાં દુખાવો જેવી અનેક સંબંધીત સમસ્યાઓ થાય છે. તો જાણો તમે પણ ફોન રેડિએશનથી શું નુકસાન થાય છે.
આ નુકસાન થાય છે
મોબાઇલ ફોન રેડિએશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું હોય છે. મોબાઇલ ફોનમાંથી જે રોશની નિકળે છે એનાથી ઊંઘ આવતા હોર્મોનને નુકસાન પહોંચે છે, જેને મેલાટોનિક કહેવામાં આવે છે. આ બોડી ક્લોકને અસર પહોંચાડે છે જેના કારણે ઊંઘ આવવામાં તકલીફ થાય છે.
જાણો મોબાઇલ ફોન કેટલો દૂર રાખશો
મોબાઇલ ફોન પથારીથી ઓછામાં ઓછો ત્રણ ફૂટ દૂર રાખવો જોઇએ. આમ કરવાથી તમે રેડિએશનથી બચી શકો છો. રેડિયો ફ્રિકવેન્સી ઇલેક્ટ્રો-મેગ્નેટીક ફિલ્ડની તાકાત મોબાઇલ ફોન સાથે જોડાયેલી હોય છે. આ વિશે WHOનું કહેવું છે કે ફોનમાંથી નિકળતું આરએફ રેડિએશનથી મસ્તિષ્ક કેન્સર થઇ શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર