Relationship: તમારું પાર્ટનર જૂઠું તો નથી બોલી રહ્યું ને? આ પાંચ સંકેતોથી પડી જશે ખબર

તમારુ પાર્ટનર ખોટુ બોલે છે, જાણો આ રીતે. (તસવીર- Shutterstock)

જીવનમાં ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના સંબંધો (Relationships) બાબતે માત ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક તેમના એક ચહેરા પાછળનો બીજો ચહેરો ઓળખી શકાતો નથી. ક્યારેક વ્યક્તિ એવા જીવનસાથીની (Spouse) પસંદગી કરી લે છે,

  • Share this:
નવી દિલ્હી:  જીવનમાં ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના સંબંધો (Relationships) બાબતે માત ખાઈ જાય છે. ક્યારેક ક્યારેક તેમના એક ચહેરા પાછળનો બીજો ચહેરો ઓળખી શકાતો નથી. ક્યારેક વ્યક્તિ એવા જીવનસાથીની (Spouse) પસંદગી કરી લે છે, જે તેમની સામે ખોટુ બોલે તો પણ પકડી શકતા નથી. જ્યારે આ વાતની ખબર પડે છે, ત્યારે સમય પણ આપણા હાથમાંથી જતો રહ્યો હોય છે. અહીંયા અમે તમને એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમારું જીવનસાથી સાચું બોલી રહ્યું છે કે, ખોટું તે વિશે જાણી શકશો.

અકાલ્પનિક ચિત્ર રજૂ કરશે

તેઓ હંમેશા અન્ય લોકો કરતા કૂલ દેખાવાનો પ્રયાસ કરશે. તમે તેના પોઝિટીવ નેચર માટે તેની પ્રશંસા કરો તેવું ચિત્ર ઊભું કરશે અને દેખાડો કરવાનો પ્રયાસ કરશે. તે એવા પ્રકારની વાતો અને અનુભવ શેર કરશે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ અશક્ય હોય છે. તે માત્ર તમારા મોઢેથી પ્રશંસા સાંભળવા માટે જૂઠ્ઠુ બોલશે.

વારંવાર એક જ બાબતમાં અલગતા જોવા મળવી

તમારા પાર્ટનર સાથેની મુલાકાતમાં દરમિયાન કરેલી વાતોમાં વારંવાર વિવિધતા જોવા મળતી હોય તો તેનો અર્થ છે કે, તે ખોટુ બોલી રહ્યો છે. જેમ કે, તારીખ, વાર અથવા અન્ય બાબતો વિશેની જાણકારી દર વખતે અલગ અલગ હોય તો, તે તમારી સામે ખોટુ બોલી રહ્યો છે તેમ સમજવું. ખોટું બોલનાર વ્યક્તિને તે ક્યારે શું ખોટું બોલ્યો હતો તે યાદ રહેતું નથી.

આ પણ વાંચો: શુ તમે પણ કરાવો છો ચહેરા પર ફેસિયલ? આ ભૂલથી થઈ શકે છે ત્વચાનો મોટુ નુકશાન

ખૂબ જ ખાનગી રહેવું અને વાત ના જણાવવી

કપલ્સે પોતાની સ્પેસ સાથે એકબીજા સાથે ઓપન માઈન્ડેડ રહેવું જોઈએ. એકબીજાથી કોઈપણ વાત છુપાવવી ના જોઈએ. જો તમને લાગી રહ્યું છે કે, તમારું જીવનસાથી ખૂબ જ પ્રાઈવેટ રહે છે અને તમારા પ્રત્યે ઈમાનદાર નથી અથવા કંઈક છુપાવી રહ્યું છે. તો તમારે તે વિશે તરત જ સતર્ક થઈ જવું જોઈએ. તમારું પાર્ટનર તમારી સાથે ખોટું બોલી રહ્યું હોય શકે છે.

આ જૂઠ્ઠાણું તેમના પરિવાર, કરિઅર, ફ્રેન્ડ અથવા અન્ય કોઈ બાબત વિશે પણ હોઈ શકે છે. તમારે તે અંગે સતર્ક રહેવું જોઈએ.

નાની નાની બાબતોએ ખોટું બોલવું

તમને જાણ કરતા તેમને શરમ આવી રહી હોય તેવી નાની નાની બાબતોએ તમારું પાર્ટનર ખોટું બોલે તો પણ સચેત રહેવું જોઈએ. ઉદાહરણ તરીકે તે તમારી સમક્ષ શું ખાધું, ક્યાં ખાધું જેવી વાતમાં ખોટું બોલે તો ધ્યાન રાખવું જોઈએ. તમે તમારા પાર્ટનરને આ અંગે સવાલ કરી શકો છો. કારણ કે, કારણ વગર ખોટુ બોલવું તે યોગ્ય નથી.

આ પણ વાંચો: વેક્સિનના બંન્ને ડોઝ લેનાર વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણ: રિસર્ચમાં કરાયો દાવો

જૂઠ્ઠાણું સામે ના આવે તેવા પ્રયાસ કરવા

જૂઠ્ઠા લોકોનું જૂઠ્ઠાણું સામે આવે તેવું તેઓ ક્યારેય ઈચ્છતા નથી. તેમનું જૂઠ્ઠાણું ક્યારેય પણ પકડાઈ શકે છે. જો તમે જૂઠ્ઠું બોલવા અંગે તમારા પાર્ટનરને પ્રોટેક્ટ કરો છો, તો તે આગળ જતા મુસીબત બની શકે છે. તે ગમે ત્યારે તમારા પર કારણ વગરનો કોઈપણ આરોપ લગાવી શકે છે અને તમારાથી અલગ થઈ શકે છે.
Published by:kuldipsinh barot
First published: