Home /News /lifestyle /

શું તમારો પાર્ટનર તમને આપી રહ્યો છે દગો? આ સંકેતો સમજી થઇ જાવ સાવધાન

શું તમારો પાર્ટનર તમને આપી રહ્યો છે દગો? આ સંકેતો સમજી થઇ જાવ સાવધાન

શું તમારો પાર્ટનર તમને આપી રહ્યો છે દગો?

જ્યારે તમે કોઈની સાથે રીલેશનશિપ (Relationship) હોવ છો, ત્યારે તમે અપેક્ષા કરો છો કે તમારો પાર્ટનર તમારી સાથે પ્રામાણિક રહે. આ વિશ્વાસ (Trust) સાથે તમે તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાઓ છો. પરંતુ ઘણી વખત તમે સામેવાળા વ્યક્તિને સમજવામાં ભૂલ કરી લો છો અને તે વ્યક્તિ તમારી ભાવના (Feelings)ઓ સાથે રમત કરી જાય છે.

વધુ જુઓ ...
    જ્યારે તમે કોઈની સાથે રીલેશનશિપ (Relationship) હોવ છો, ત્યારે તમે અપેક્ષા કરો છો કે તમારો પાર્ટનર તમારી સાથે પ્રામાણિક રહે. આ વિશ્વાસ (Trust) સાથે તમે તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાઓ છો. પરંતુ ઘણી વખત તમે સામેવાળા વ્યક્તિને સમજવામાં ભૂલ કરી લો છો અને તે વ્યક્તિ તમારી ભાવના (Feelings)ઓ સાથે રમત કરી જાય છે. આવી સ્થિતિમાં, તમારે આવા લોકોથી દૂર રહેવું જોઈએ. અમે તમને અહીં કેટલાક એવા સંકેતો (these signs show that your partner is cheating) જણાવીએ છીએ, જેને ભૂલીને પણ તમારે ઇગ્નોર ન કરવા જોઇએ. આવો જાણીએ એવા સંકેતો જેને તમારે નજરઅંદાજ ન કરવા જોઈએ.

    પાર્ટનરના આ સંકેતોને રાખો ધ્યાનમાં


    કોઈપણ સંબંધમાં સૌથી અગત્યની બાબત છે બંને વચ્ચેની સમજણ અને લાગણી. જો તમારો પાર્ટનર તમારા કરતા તમારી આસપાસના કોઈને વધુ મહત્વ આપી રહ્યો છે, તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે તમારો પાર્ટનર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે, તેથી તમારે તમારા પાર્ટનરથી અંતર રાખવું જોઇએ.

    આ પણ વાંચો:  તમારા પગમાં તો નથી ને આવા લક્ષણો? તો સમજી જવું કે વધી ગયું છે કોલેસ્ટ્રોલ

    પાર્ટનર ખોટું બોલે


    જીવનમાં બહુ ઓછી પરિસ્થિતિઓ હોય છે જ્યારે તે વ્યક્તિ સાથે જૂઠું બોલવાનું વધી જાય છે. પરંતુ જો તમારો પાર્ટનર મોટાભાગે તમારી સાથે જૂઠું બોલે છે તો તમારે તેનાથી અંતર રાખવું જોઈએ, તો પછી તે પોતાની અંદર એવી વસ્તુઓ કેમ રાખે છે જે તે તમને કહેવા નથી માંગતો અને સતત તમારી સાથે જૂઠું બોલે છે. આવી સ્થિતિમાં, તે તમને ઇમોશનલી છેતરી રહ્યો છે.

    કારણ વગર ઝગડો કરવો


    સંબંધોમાં નાના નાના ઝગડાઓ ચાલતા હોય છે. પરંતુ જો તમારો પાર્ટનર તમારી સાથે કોઈ પણ કારણ વગર ઝઘડે છે, તો તે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે કારણ કે વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ છુપાવવા માંગે છે ત્યારે જ કારણ વગર અતિશય લાગણી વ્યક્ત કરે છે. તેથથી જો તમારો પાર્ટનર તમારી સાથે દરેક વાતોને લઈને ઝઘડે છે તો તેનો અર્થ એ છે કે તે તમારાથી છુટકારો મેળવવા માંગે છે.

    તમને સમય ન આપવો


    જ્યારે તમે કોઇની સાથે રિલેશનશિપમાં હોવ અને પ્રેમ કરતા હોવ ત્યારે તમે એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગો છો. મળવા અને વાત કરવાની ઘણી ઉત્સુકતા હોય છે, પરંતુ જો પાર્ટનર પાસે તમારા માટે સમય ન હોય તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. કામને કારણે સમય ન આપવો એ સામાન્ય વાત છે, પરંતુ મળવા કે વાત કરવામાં બહાનાં કાઢતાં હોય તો સમજવું જોઈએ કે તેમનો સમય કોઈ બીજાનો થઈ ગયો છે.

    આ પણ વાંચો: કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને કસરત કરતા આવ્યો હાર્ટ એટેક, જીમ જતા લોકો ન કરશો આ ભૂલો

    એકાંત


    રિલેશનશિપમાં રહીને પણ જ્યારે તમે એકલતા અનુભવવા લાગો છો, ત્યારે તમારે સમજવું જોઈએ કે પાર્ટનરની આ રિલેશનશિપમાં રૂચિ ખતમ થવા લાગી છે. યુગલો વચ્ચે ભાવનાત્મક જોડાણ ઓછું થવાનું શરૂ થાય છે અને પાર્ટનરની પ્રાથમિકતા તમે નથી હોતા. તે તમારી સાથે રહેવા માંગતો નથી.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन