Home /News /lifestyle /

આ પરિસ્થિતિમાં ક્યારેય ન માણો સેક્સ, નહી તો થશે તમને પ્રોબ્લમ

આ પરિસ્થિતિમાં ક્યારેય ન માણો સેક્સ, નહી તો થશે તમને પ્રોબ્લમ

    મોસમ બદલાય ત્યારે મોટાભાગના લોકો શર્દી-ઉધરસનો ભોગ બને છે. પબ્લિક ટ્રાશપોર્ટથી મળેલ ઈન્ફેક્શન હોય કે પછી ઓફિસમાં કલિગથી મળેલ ઈન્ફેક્શન, શર્દી-ઉધરસના વાયરસ ગમે ત્યાંથી તમારા પર હુમલો કરી શકે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, તમને કે તમારા પાર્ટનરને શર્દી-ઉધરસ થઈ હોય ત્યારે સેક્સ કરવાનું મન થાય તો? તો જોઈએ કે આવી પરિસ્થિતિમાં સેક્સ કરવું સેફ છે કે અનસેફ...

    સેક્સ સમયે શર્દી-ઉધરસથી ઈન્ફેક્શન ફેલાય છે કે નહીં તે જાણ્યા પહેલા એ જાણવું જરૂરી છે કે, ફ્લૂનો વાયરસ ફેલાય છે કેવી રીતે. ફ્લૂનો વાયરસ શ્વાસની બુંદોથી ફેલાય છે. આ બુંદ શ્વાસ લેતા સમયે, ઉધરસ ખાવાથી, છીંકવાથી, કિસ કરતા સમયે અને હાથ મિલાવતા સમયે પણ ફેલાઈ શકે છે.

    ફ્લોરિડાના યૂરોલોજિસ્ટ અને સેક્શ્યુઅલ હેલ્થ એક્સપર્ટ ડો. બ્રહ્મભટ્ટ કહે છે કે, શ્વાસ સંબંધી બૂંદ જેમાં ફ્લૂના વાયરસ હોય છે. તે કાઉન્ટર ઉપર 24 કલાક સુધી, હાથ પર 15થી 30 મિનીટ સુધી અને બેડશીટ પર 1 થી 2 કલાક સુધી જીવીત રહે છે.

    બોસ્ટર્ન યૂનિવર્સિટીના એમડીનું માનીએ તો આ એક સામાન્ય નિયમ છે, કે જો કોઈ વ્યક્તિને શર્દી-ઉધરસ થઈ હોય ત્યારે તેનાથી 6 ફૂટ દુર રહેવું જોઈએ. આનો સીધો મતલબ છે કે, સેક્સ સમયે બંને પાર્ટનરે એકબીજાની નજીક તો જવું જ પડે જેથી ઈન્ફેક્શન લાગવાના ચાંસિસ પૂરા છે. એવામાં તમે ઈન્ફેક્શનનો શિકાર બનવા ના માંગતા હોવ તો ફ્લૂ પીડિત સાથે સેક્સ ન કરવું જોઈએ.

    જો સેક્સ સમયે તમારો પાર્ટનર ઉધરસ ખાય કે છીંકે તો જરૂરથી ઈન્ફેક્શન લાગી શકે છે. જો તમારે ઈન્ફેક્શનથી બચવું હોય તો તમારો પાર્ટનર તંદુરસ્ત ન થાય ત્યાં સુધી સેક્સ કરવાનું ટાળવું જોઈએ
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Relationship, Sex

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन