Home /News /lifestyle /

શું જિમ કરતી વખતે પ્રોટીન પાવડર લેવો જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ

શું જિમ કરતી વખતે પ્રોટીન પાવડર લેવો જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ

પ્રોટીન પાવડરનો ઉપયોગ ખૂબ તકેદારીથી કરવો જોઈએ, નહીંતર તે હાનિકારક સાબિત થઈ શકે છે

Protein powder: જો તમે પણ જિમ માટે પ્રોટીન પાઉડર લઈ રહ્યા છો કે પછી તે લેવાનું વિચારી રહ્યા છો તો તેનાથી જોડાયેલી કેટલીક મહત્વની વાતો જાણવી જરૂરી છે.

મુંબઇ: કોરોના મહામારીના કારણે લોકોમાં સ્વાસ્થ્ય (Health)ને લઈને જાગૃતિ વધી ગઈ છે. વધુને વધુ લોકો કસરત અને યોગ (Exercise and Yoga) તરફ વળી રહ્યા છે. અનેક યુવાનો બોડી બનાવવા (Bodybuilding) પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ માટે તેઓ પ્રોટીન પાવડર (Protein powder) સહિત ઘણા સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરે છે. અલબત્ત પ્રોટીન પાવડર (Use of protein powder)નો ઉપયોગ ખૂબ તકેદારીથી કરવો જોઈએ, નહીંતર તે હાનિકારક સાબિત થઈ શકે તેવું જાણકારોનું કહેવું છે.

જો તમે પણ જિમ માટે પ્રોટીન પાઉડર લઈ રહ્યા છો કે પછી તે લેવાનું વિચારી રહ્યા છો તો તેનાથી જોડાયેલી કેટલીક મહત્વની વાતો જાણવી જરૂરી છે.

ફિટનેસ એક્સપર્ટનું શું કહેવું છે?

હેલ્થ અને ફિટનેસ કોચ અરુણ સિંહનું કહેવું છે કે, જિમ માટે પ્રોટીનની જરૂરિયાત નેચરલ રીતે પુરી કરવી હિતાવહ છે. મસલ માસને જાળવી રાખવા માટે વ્યક્તિને એક કિલોગ્રામ વજન પર 1 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જે લોકો પોતાના આહારમાં ઈંડા, માંસ, ચીઝ, માછલી, ચિકન, દૂધ, દહીં અને ફળોનો સમાવેશ કરે છે, તેમને જરૂરિયાત અનુસાર પ્રોટીન મળે છે. જે લોકો નેચરલ રીતે પ્રોટીન મેળવી કરી શકતા નથી. તેમને કેટલીકવાર પ્રોટીન પાવડરની સલાહ આપવામાં આવે છે. જો કે, પ્રોટીન પાવડર ખૂબ કાળજીથી ખરીદવો જોઈએ. બજારમાં મળતી પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો : Weight Loss: વજન ઘટડવા આહારમાં આ વસ્તુ ઉમેરો, થશે જાદુઇ અસર

પ્રોટીન પાવડર કોને કોને ન લેવો જોઈએ?

અરુણ સિંહનું કહેવું છે કે, લિવરની સમસ્યા હોય તેવા લોકોને પ્રોટીન પાઉડર લેવો ન જોઈએ. આ ઉપરાંત કિડની અને અન્ય આંતરિક રોગોના દર્દીઓને પણ કોઈપણ પ્રકારના સપ્લિમેન્ટ્સ ન લેવા.

તેઓ વધુમાં કહે છે કે, ડોકટરો ક્યારેય પ્રોટીન પાવડર લેવાની સલાહ આપતા નથી. તમે પ્રોટીન લેવા માંગતા હોવ તો તમે તેના વિશે ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરી શકો છો. આવા લોકોએ ક્વોલિફાઇડ ટ્રેનરની સૂચના અનુસાર જિમ કરવું જોઇએ.

આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ જરૂરી

ફિટનેસ કોચના જણાવ્યા પ્રમાણે જિમિંગ દરમિયાન તમામ લોકોએ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. આરોગ્યપ્રદ આહાર સાથે યોગ્ય કસરત કરવામાં આવે તો તમારે કોઈ સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર રહેશે નહીં. બજારમાં મળતા તમામ સપ્લિમેન્ટ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, તેથી બોડી બિલ્ડિંગ ખૂબ કાળજીપૂર્વકથી કરવું જોઈએ.
First published:

Tags: Gym, Lifestyle, Protein powder

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन