Home /News /lifestyle /Health Tips: સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાથી હેલ્થને ફાયદો થાય કે નુકસાન? જાણો તમારા માટે શું બેસ્ટ છે
Health Tips: સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાથી હેલ્થને ફાયદો થાય કે નુકસાન? જાણો તમારા માટે શું બેસ્ટ છે
બ્રશ કરવાથી મોં ચોખ્ખુ થઇ જાય છે.
Drinking Water In The Morning: ઘણાં લોકો સવારમાં ઉઠીને બ્રશ કર્યા વગર પાણી પીતા હોય છે. જો કે આ સમયે મનમાં પ્રશ્ન એ થતો હોય છે કે સવારમાં બ્રશ કર્યા વગર પાણી પીવાથી હેલ્થને ફાયદો થાય કે નુકસાન. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે સવારમાં ઉઠીને બ્રશ કરવાની આદત દરેક લોકોની હોય છે. બ્રશ કરવાથી મોંમાંથી આવતી વાસ અને સાથે મોં ચોખ્ખુ થઇ જાય છે. બ્રશ કરવાથી મોંની સફાઇ જાય છે. તમે સામાન્ય રીતે સાંભળ્યુ હશે કે બ્રશ કર્યા વગર નાસ્તો કરવો જોઇએ નહીં કારણકે આમ કરવાથી આપણાં મોંમા રહેલાં કિટાણું રહે છે અને સાથે ભોજન કરવાથી પેટમાં જાય છે, જેના કારણે અનેક સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું આપણે બ્રશ કર્યા વગર જ સવારમાં પાણી પીવું જોઇએ?
Zeenews પરથી ફેમસ ન્યૂટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સ અનુસાર એક હેલ્ધી એડલ્ટને એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. આનાથી શરીર હાઇડ્રેટ રહે છે. જો કે ગરમીમાં આવું કરવું ખૂબ જરૂરી છે. આ કારણે સવારમાં ઉઠતાની સાથે પાણીની તરસ વધારે લાગે છે અને આપણને એ અંદાજો હોતો નથી આપણે બ્રશ કર્યો છે કે નહીં.
બ્રશ કર્યા વગર પાણી પીવાના ફાયદા
સવારમાં ઉઠતાની સાથે પાણીની તરસ વધારે લાગે છે. એવામાં તમે બ્રશ કર્યા વગર પાણી પીવો છો તો આનાથી કોઇ નુકસાન થતુ નથી પરંતુ ફાયદો થાય છે. તો જાણો આ ફાયદાઓ વિશે તમે પણ..