Home /News /lifestyle /

તો શું દુનિયામાં ચોકલેટનું નામ-નિશાન નહીં રહે?

તો શું દુનિયામાં ચોકલેટનું નામ-નિશાન નહીં રહે?

પ્રતિકાત્મક તસવીર

2002માં દેશમાં 1.64 લાખ ટન ચોકલેટની ખપત હતી, જે 2013માં વધીને 2.28 લાખ ટન સુધી પહોંચી હતી.

    ભારતમાં દર વર્ષે ચોકલેટના વપરાશમાં વધારો નોંધાયો છે. 2002માં દેશમાં 1.64 લાખ ટન ચોકલેટની ખપત હતી, જે 2013માં વધીને 2.28 લાખ ટન સુધી પહોંચી હતી. આશરે 13 ટકાના દરથી આ વધારો નોંધાયો હતો.

    જો તમે પણ ચોકલેટના દીવાના છો તો આ સમાચાર તમને પરેશાન કરી શકે છે, કારણ કે દુનિયામાં ગ્લોબલ વોર્મિંગના ખતરાની વચ્ચે ચોકલેટ ખતમ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    યૂએસ નેશનલ ઓસિએનિક એન્ડ એટ્મોસ્ફિયરિંગ એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આગામી 40 વર્ષમાં ચોકલેટનું નામ-નિશાન ખતમ થઈ શકે છે.

    ચોકલેટના મુખ્ય સ્ત્રોત કોકોના ઉત્પાદન માટે તાપમાન 20 ડિગ્રીથી ઓછું હોવું જોઈએ. પરંતુ તાપમાનમાં ઝડપથી આવી રહેલા વધારો તેના માટે ખતરા સમાન છે.

    તાપમાનમાં ઝડપથી વધારો : અમેરિકાના રિપોર્ટ પ્રમાણે વધી રહેલા પ્રદૂષણ, વસ્તી અને ભૌગોલિક સમિકરણોને લીધે ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 30 વર્ષમાં ધરતીનું તાપમાન આશરે 2.1 ડિગ્રી સેલ્સિયસ વધી જશે.

    આની સીધી અસર કોકો પ્લાન્ટ અથવા ચોકલેટ તૈયાર કરનારા પ્લાન્ટ પર પડશે, કારણ કે ઉત્પાદન માટે ચોક્કસ તાપમાનની જરૂરિયાત હોય છે. ચોકલેટ પર વધી રહેલા સંકટ પાછળ ઉત્પાદનની જૂની રીત પણ છે.



    જૂની રીતથી ઉગાડવામાં આવે છે કોકો : નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દુનિયામાં હજી પણ કોકોનું 90 ટકા ઉત્પાદન પરંપરાગત રીતથી કરવામાં આવે છે. જે વધી રહેલા તાપમાન અને હવામાનને કારણે ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. આ કારણોને કારણે ઉત્પાદનમાં નજીવો જ વધારો થયો છે. નિષ્ણાત હોકિન્સના જણાવ્યા પ્રમાણે જો આ પરંપરાગત ટેકનિક અને ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર નહીં કરવામાં આવે તો બહુ ઝડપથી પરિણામ ખરાબ આવશે.

    નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા છે કે ચોકલેટ ઉદ્યોગ બહુ તો દશકો કાઢી શકશે. એટલે કે દુનિયામાંથી ખતમ થતાં તેને 40 વર્ષ લાગશે. જો સારો વરસાદ પડશે તો તેનાથી પાણીનું સ્તર વધશે અને વધી રહેલા તાપમાન પર રોક લાગશે.

    કયો દેશ કોકોનું કેટલું ઉત્પાદન કરે છે?

    દેશ------------------- ઉત્પાદન
    કોટે ડી'આઇવર------ 201 કરોડ કિલોગ્રામ
    ઘાના------------------ 17.09 કરોડ કિલોગ્રામ
    ઇન્ડોનેશિયા---------- 29 કરોડ કિલોગ્રામ
    ઇક્વાડોર-------------- 27 કરોડ કિલોગ્રામ
    કેમરુન---------------- 24 કરોડ કિલોગ્રામ
    નાઇઝિરિયા---------- 22.05 કરોડ કિલોગ્રામ
    બ્રાઝિલ-------------- 18 કરોડ કિલોગ્રામ
    પાપુઆ ન્યૂ ગિની----- 18 કરોડ કિલોગ્રામ

    નોંધ : આ આંકડા 2016-17ના વર્ષના છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chocolate factory, Chocolates, Cocoa, Global Warming, Temperature of Earth

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन