Home /News /lifestyle /અનિયમિત પિરીયડ્સ એક ચિંતાનો વિષય: આ ફુડ ખાશો તો રેગ્યુલર થઇ જશો
અનિયમિત પિરીયડ્સ એક ચિંતાનો વિષય: આ ફુડ ખાશો તો રેગ્યુલર થઇ જશો
પિરીયડ્સમાં લેટ થવાના અનેક કારણો હોય છે.
Irregular Periods problems: ઘણી છોકરીઓ પિરીયડ્સમાં રેગ્યુલર થતી હોતી નથી. પિરીયડ્સમાં રેગ્યુલર ના થવાને કારણે એક ચિંતાનો વિષય બની રહે છે. પિરીયડ્સને રેગ્યુલર કરવા ખૂબ જરૂરી છે. આમ, તમે આ ફુડ ખાઓ છો તો પિરીયડ્સ રેગ્યુલર આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી બધી છોકરીઓને પિરીયડ્સ લેટ એટલે કે તારીખ કરતા મોડા આવતા હોય છે. પિરીયડ્સ મોડા આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પિરીયડ્સ ઇરેગ્યુલર આવવાને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થતી હોય છે. જો કે આ એક ચિંતાનો વિષય બની રહે છે. કેટલાક ફૂડ્સ એવા હોય છે જેને તમે ડાયટમાં સામેલ કરો છો તો પિરીયડ્સ રેગ્યુલર આવે છે અને સાથે તમે અનેક ઘણી તકલીફોમાંથી બચી જાવો છો. આમ, જો તમને પણ પિરીયડ્સ રેગ્યુલર આવતા નથી તો આ ફૂડ્સનું સેવન કરો.
એક્સપર્ટની સલાહ
પિરીયડ્સ તમને રેગ્યુલર આવતા નથી તો આ એક ચિંતાનો વિષય બની રહે છે. herzindagi પરથી ડાયટિશિયન અને ન્યૂટ્રીનિસ્ટ અનુપમા ગિરોત્રા જાણો આ વિશે શું કહે છે.
ઇરેગ્યુલર પિરીયડ્સને રેગ્યુલર કરવા માટે તજ સૌથી બેસ્ટ છે. તજ પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી પણ રાહત અપાવવાનું કામ કરે છે. તજ પેલ્વિકમાં બ્લડ ફ્લોને ઉત્તેજિત કરે છે. આ માટે તમે તજની ચા બનાવીને પીઓ. તજ હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
આદુ
પિરીયડ્સને રેગ્યુલર કરવા માટે આદુ પણ ફાયદાકારક છે. આદુમાં વિટામીન સી અને મેગ્નેશિયમ હોય છે જે અનિયમિત પિરીયડ્સની સમસ્યાને ઓછી કરે છે. તમે આદુની ચા તેમજ ઉકાળો બનાવીને પણ પી શકો છો.
આ ફ્રુટ અનિયમિત પિરીયડ્સની સમસ્યામાંથી રાહત અપાવવા માટે સૌથી બેસ્ટ છે. તમે અનાનસનું સેવન કરો છો ત્યારે બોડીમાં રેડ એન્ડ વ્હાઇટ બ્લડ સેલ્સને વિકાસ કરે છે. આમ, જો તમારા પિરીયડ્સ બહુ ઇરેગ્યુલર છે તો તમે અનાનસ ખાવાનું શરૂ કરી દો.
પપૈયુ
પપૈયાની અંદર કેરાટીન હોય છે જે લેટ થતા પિરીયડ્સની સમસ્યામાંથી રાહત અપાવે છે. પપૈયુ ખાવાથી યુટર્સનું ફંક્શન સારું રહે છે અને સમય પર પિરીયડ્સ આવે છે.
કોફી
કોફીની અંદર કેફીન હોય છે, જે અનિયમિત પિરીયડ્સને નિયમિત કરવાનું કામ કરે છે. કોફ પીવાથી પેલ્વિકમાં બ્લડ ફ્લો સારું થાય છે. પરંતુ એક વાત એ ધ્યાનમાં રાખો કે કોફીનું સેવન વધારે કરવાનું નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર