Home /News /lifestyle /ઇરફાન ખાનનું ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરને કારણે થયુ હતુ મૃત્યુ, જાણી લો લક્ષણો અને કારણો
ઇરફાન ખાનનું ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરને કારણે થયુ હતુ મૃત્યુ, જાણી લો લક્ષણો અને કારણો
ઇરફાન ખાનનો 7 જાન્યુઆરીના રોજ બર્થ ડે છે.
Irfan khan birthday 7th January: કાલે ઇરફાનનો ખાન બર્થ ડે છે. જો કે આજે પણ લોકો ઇરફાન ખાનને દિલની યાદ કરી રહ્યા છે. ઇરફાનનું ખાનનું મૃત્યુ ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરના કારણે થયુ હતુ. આ ટ્યૂમર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 7 જાન્યુઆરીના રોજ ઇરફાન ખાનનો બર્થ ડે છે. 29 એપ્રિલ 2020ના રોજ એવા સમાચાર આવ્યા હતા જેમાં ઇરફાન ખાનના ફેન્સ દુખી થઇ ગયા હતા. આ દિવસે બોલિવૂડના ફેમસ એક્ટર ઇરફાન ખાને (actor irfan khan) ને દુનિયાને અલવિદા કહ્યું હતુ. 54 વર્ષની ઉંમરમાં જ ઇરફાન ખાને જીંદગીથી જંગ હારી ગયા હતા. જો કે આજે પણ લોકો ઇરફાન ખાનને દિલથી યાદ કરી રહ્યા છે. ઇરફાન ખાનને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર (neuroendocrine tumor disease) નામની ખતરનાક બીમારી હતી.
આ એક ટ્યૂમર છે જે પેટ સહિત એપેન્ડિક્સ, કોલન, રેક્ટમ અને પેંક્રિયાઝ જેવી જગ્યાઓ પર થઇ શકે છે. આમ, જો કોઇ વ્યક્તિને આ ભાગમાં ટ્યૂમર થાય છે તો એને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર કહેવામાં આવે છે. ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં ખાસ કરીને...
જો તમને પણ શરીરમાં ઉપર પ્રમાણે આ લક્ષણો દેખાય તો તમે તરત જ પહેલાં ડોક્ટરનો સંપર્ક કરો. આમ, આ વાતને તમે જરા પણ ઇગ્નોર કરશો નહીં. આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે આ ટ્યૂમરની જાણ લેબ ટેસ્ટ્સ, બાયોપ્સી, MRI,એન્ડોસ્કોપિક, અલ્ટ્રાસાઉન્ડ, ન્યૂક્લિયર મેડિસિન ઈમેજિંગ, જિનેટિક ટેસ્ટિંગ, સાઈટોપેથોલોજી, ERCP, સી.ટી. સ્કેન, સી.ટી. એન્જિયોગ્રાફી, લેપ્રોસ્કોપી અને કાઉન્સેલિંગ દ્વારા કરવામાં આવે છે.
જાણો ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર કેમ થાય
ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમર કેમ થાય છે એ સવાલો દરેક લોકોના મનમાં થતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે આ ટાઇપની ટ્યૂમર થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં વાત કરવામાં આવે તો ફેમિલી હિસ્ટ્રી પર એક જવાબદાર હોય છે. આ સાથે જ કોઇ વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય એને પણ આ ટ્યૂમર થવાના ચાન્સિસ વધારે હોય છે. આ સાથે જ વધારે સમય તડકામાં રહેવાથી સૂર્યના એલ્ટ્રાવાયોલેટ કિરણોની બોડી પર ખરાબ અસર પડે છે જેનાથી પણ આ ટ્યૂમરનો ખતરો વધી જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર