Home /News /lifestyle /New Year પર કરો થાઇલેન્ડની યાત્રા, અહીં મળી રહી છે સસ્તી ઓફર

New Year પર કરો થાઇલેન્ડની યાત્રા, અહીં મળી રહી છે સસ્તી ઓફર

શું તમે ન્યૂ યર બીચ પર ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો માત્ર 45 હજારમાં કરો થાઇલેન્ડની યાત્રા

શું તમે ન્યૂ યર બીચ પર ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો માત્ર 45 હજારમાં કરો થાઇલેન્ડની યાત્રા

    જો તમે આ ન્યૂ યરને ખૂબસુરત બીચ પર મનાવવાનું વિચારી રહ્યાં હોવ તો આ પેકેજથી તમે સસ્તામાં જઇ શકો છો. જ્યા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. અહીં તમને IRCTC તરફથી સોનેરી તક મળી રહી છે. તમારા ખિસ્સા પર વધારે ભાર ન પડે તે માટે IRCTC 44,910 રૂપિયા થાઇલેન્ડ જવાની તક આપી રહ્યું છે.

    થાઇલેન્ડની ટ્રીપ થશે પ્લેનથી

    થાઇલેન્ડના સ્થળ પર ચાર રાત અને પાંચ દિવસનો પ્રવાસ રહેશે. આ હોલીડે પેકેજની શરૂઆત 22 જાન્યુઆરી 2019થી થશે. થાઈલેન્ડ જવા માટે તમારે બેંગલુરુથી ફ્લાઈટ લેવી પડશે. આ પેકેજમાં તમને થાઇલેન્ડ, બેંગકોંગ અને પટાયાની સુંદર જગ્યાઓની સફર કરાવવામાં આવશે.

    શું હશે કિંમત

    આ પેકજમાં એક વ્યક્તિની શરૂઆતની કિંમત 44910 રૂપિયા છે. હોલીડે પેકેજમાં એક વ્યકિત માટે 50830 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે 2-3 વ્યકિત માટે પેકેજની કિંમત 44910 રૂપિયા ચૂકવવાના રહેશે. 5થી11 વર્ષના બાળકો માટે 43150 રૂપિયા અને 2થી4 વર્ષના બાળકો માટે 35900 રૂપિયાનું પેકેજ છે.

    આ પણ વાચો: રેલવે હવે ટ્રેનમાં શરૂ કરશે આ સર્વિસ, યાત્રીઓ ઉઠાવી શકશે ફાયદો



    આ ઉપરાંત IRCTCની વેબસાઇટ પ્રમાણે, ફ્લાઇટનો સમય કે તેમાં ફેરફાર એરલાઇન્સ પર નિર્ભર રહેશે. ટિકિટ બુકિંગમાં 0થી2 વર્ષ અને 2થી5 વર્ષના બાળકોની એડવાન્સ ટિકિટ બૂકિંગ માટે IRCTCની ઓફિસમાં સંપર્ક કરવાનો રહેશે. 0-2 વર્ષના બાળક માટેનું ભાડું રોકડમાં જમા કરાવવાનું રહેશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Life style, આઇઆરસીટીસી, નવા વર્ષની ઉજવણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन