થઈ ગયું છે બ્રેકઅપ, તો તમારા મિત્રને કરો આ રીતે મદદ

sanjay kachot | News18 Gujarati
Updated: December 5, 2017, 1:37 PM IST
થઈ ગયું છે બ્રેકઅપ, તો તમારા મિત્રને કરો આ રીતે મદદ
જ્યારે પણ કોઈનું બ્રેકઅપ થાય ત્યારે સૌથી પહેલા તેમને પોતાના મિત્રો યાદ આવે. તમારો કોઈ મિત્રનું બ્રેકઅપ થાય તો તેની લાઈફને ફરીથી પાટા પર લઈ આવવા માટે તમારે શું-શું નકરવું પડે.

જ્યારે પણ કોઈનું બ્રેકઅપ થાય ત્યારે સૌથી પહેલા તેમને પોતાના મિત્રો યાદ આવે. તમારો કોઈ મિત્રનું બ્રેકઅપ થાય તો તેની લાઈફને ફરીથી પાટા પર લઈ આવવા માટે તમારે શું-શું નકરવું પડે.

  • Share this:

જ્યારે પણ કોઈનું બ્રેકઅપ થાય ત્યારે સૌથી પહેલા તેમને પોતાના મિત્રો યાદ આવે. તમારો કોઈ મિત્રનું બ્રેકઅપ થાય તો તેની લાઈફને ફરીથી પાટા પર લઈ આવવા માટે તમારે શું-શું નકરવું પડે. જો કે તમારી જણકારી માટે જણાવ્યે કે મિત્ર ગમે તે હોઈ શકે. છોકરો અથવા છોકરી. એટલા માટે આ ટ્રિક્સ માત્ર તમારા મિત્રની લાઈફને પાટા પર જ નહીં લાવે, પરંતુ તેને ફરીથી પ્રેમ કરવાનું પણ શિખવશે.


વિશ્વાસ અપાવો કે તમે સ્પેશિયલ છો:
તમારા મિત્રને સમજાવો કે દરેક સંબંધ આખી લાઈફ સુધી નથી નિભાવી શકાતો. તેમનું બ્રેક અપ તેમના લીધે નહીં પણ પરિસ્થિતિઓના કારણે થયું છે. જેથી તારે પોતાની જાતને દોષિત ગણવાની જરૂર નથી. તેને વિશ્વાસ અપાવો કે હવે તારી લાઈફમાં જે પણ આવશે એ સારો માણસ આવશે. જે તમને ખુશ રાખશે.તેમની વાતોને સાંભળો:
સંબંધો તુટ્યા પછી ઘણું બધુ દુખ થાય છે. જેને ભુલવામાં થોડો સમય લાગે છે. જેથી તમારા મિત્રની વાત સાંભળો અને સમજાવવાની કોશિશ કરો.


તમારા મિત્રને ટ્રિપ પર લઈ જાવ:હરવા-ફરવાની જગ્યાએ લઈ જવાથી તેનો મુડ સારો રહેશે, તમારા મિત્રને ક્યાંક દુર લઈ જાવ અને તેને ખુલીને જીવવા દો. જેથી તે સારૂ ફિલ કરશે. અથવા તો તમારા મિત્રને ગમતી વસ્તુ લઈ આપો, મોલમાં શોપિંગ માટે લઈ જાવ, રાત્રે ડિનર માટે સારી રેસ્ટોરન્ટમાં લઈ જાવ જેથી તે સારૂ ફિલ કરશે.


એકલાપણું જરૂરી છે:
દરેક સમય માત્ર કામનો જ નથી હોતો, એટલે તમારા મિત્રને કહો કે છુટ્ટી લઈને બહાર ફરવા જવા માટે પ્લાન બનાવે, કારણ કે કામ ન કરવું એ પણ ઘણી વખત ખુશી અપાવે છે, મિત્રો સાથે સમય વિતાવો, જેથી તે ધીમે-ધીમે પોતાની નોર્મલ લાઈફમાં પાછો આવી જાય અને પહેલા કરતા વધારે ખુશ રહે.


First published: December 5, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading