આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન ઘણા લોકોએ દાવો કર્યો હતો કે યોગની કેટલીક પદ્ધતિઓની મદદથી તેઓ આ રોગને હરાવી શકે છે. ભારતથી શરૂ થયેલ યોગ આજે સમગ્ર વિશ્વમાં પહોંચી ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તેના પિતા કોણ હતા? મહર્ષિ પતંજલિને વિશ્વના પ્રથમ યોગગુરુ માનવામાં આવે છે, જેમણે યોગના 196 સૂત્રો એકત્રિત કર્યા અને સામાન્ય લોકો માટે તેને સરળ બનાવ્યા.
યોગ ગુરુ વિશેની અધિકૃત માહિતીનો અભાવ
યોગના પિતા મહર્ષિ પતંજલિના જન્મ સાથે સંબંધિત ઘણી વિશ્વસનીય માહિતી નથી. આ વિશે વિવિધ વાતો છે. ઘણા સ્થળોએ ઉલ્લેખિત છે કે તેઓ પુષ્યમિત્ર શુંગ(195-142ઈ.પૂ)ના શાસન દરમિયાન થયા હતા. ઉત્તર પ્રદેશના ગોંડામાં જન્મેલા પતંજલિ બાદમાં કાશીમાં સ્થાયી થયા હતા. કાશીમાં પતંજલિ પર એટલી આસ્થા હતી કે તેમને માનવીને બદલે શેષનાગનો અવતાર માનવામાં આવતા હતા.
પાણિનીના શિષ્ય તરીકે થઇ શરૂઆત
જ્યારે મહર્ષિ પતંજલિનું નામ આવે છે, ત્યારે પાણિનીનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના જણાવ્યા મુજબ પતંજલિએ કાશીમાં પાણિની પાસેથી શિક્ષણ લીધા બાદ તેમના શિષ્યની જેમ ઘણું કામ કર્યું હતું.
પતંજલિએ પાણિની અષ્ટધ્યાય પર તેમની ટીપ્પણી લખી હતી, જેને મહાભાષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમ છતાં ઘણાનું કહેવું છે કે યોગના જનક પતંજલિ અને અષ્ટધ્યાય પરના ટીકાકાર બે જુદા-જુદા લોકો હતા. આજે પણ આ અંગે નિષ્ણાતો વચ્ચે ચર્ચા થાય છે.
ઘણા ગ્રંથ લખ્યા
મોટાભાગના લોકો માને છે કે શિષ્ય તરીકે મહાન પ્રતિભા પતંજલિએ જ આ બધા કર્યો કર્યા. વર્ષ 1914માં અંગ્રેજી ઇતિહાસકાર અને લેખક જેમ્સ વુડે પણ આ વાતને ટેકો આપ્યો હતો. તે જ સમયે વર્ષ 1922માં સંસ્કૃત વિદ્વાન સુરેન્દ્રનાથ દાસગુપ્તાએ પણ પતંજલિના યોગ શાસ્ત્ર અને મહાભાષ્યની ભાષાને મિલાવતા તર્ક આપ્યો હતો કે બંને ગ્રંથો પતંજલિએ જ લખ્યા હતા.
યોગને સરળ બનાવવાનો શ્રેય પતંજલિને
અષ્ટાધ્યાય વિશેની ટિપ્પણી એ પતંજલિની એક માત્ર સિદ્ધિ નથી, પરંતુ તેઓ યોગ માટે જાણીતા છે. તેમણે યોગ સૂત્રો લખ્યા, જેમાં કુલ 196 યોગ મુદ્રાઓ છે. તમને જણાવી દઈએ કે પતંજલિ પહેલા પણ યોગ હતા, પરંતુ તેમણે તેને ધર્મ અને અંધશ્રદ્ધામાંથી કાઢીને એક જગ્યાએ જમા કર્યા, જેથી તે નિષ્ણાંતોની મદદથી સામાન્ય લોકો સુધી પહોંચી શકે. યોગને ધ્યાન સાથે પણ જોડવામાં આવે છે, જેથી શરીરની સાથે માનસિક શક્તિ પણ વધે.
તે સમયે તેમના લખાણોનું ભારતીય ભાષાઓની સાથે વિદેશી ભાષાઓમાં પણ ભાષાંતર થવાનું શરૂ થયું. અન્ય દેશોમાં ભાષાંતર કરાયેલું તે કદાચ પ્રથમ ભારતીય ગ્રંથોમાંથી એક હતું. તે આરબ દેશોમાં પણ પહોંચી ગયું. તેનો ઉલ્લેખ વિકિપીડિયા પર કરવામાં આવ્યો છે. જોકે, તે વધુને વધુ લોકપ્રિય બન્યા પછી યોગ અચાનક અદૃશ્ય થઈ ગયા અને લગભગ 700 વર્ષો સુધી તે અભ્યાસથી દૂર રહ્યા. આ સમય 12મીથી 19મી સદીની વચ્ચે હતો. ત્યારે વિશ્વ ઘણા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું હતું અને સૌથી મોટો ઉદ્દેશ ધંધા અને વ્યવસાય સાથે પ્રભુત્વ અને તેના ધર્મનો ફેલાવો હતો. આ દરમિયાન યોગ પાછળ ધકેલાયો.
યોગ 19મી સદીમાં પાછો ફર્યો. જેનો શ્રેય સ્વામી વિવેકાનંદને આપવામાં આવે છે.
અષ્ટંગ યોગ સૂત્ર આપ્યું
મહર્ષિ પતંજલિએ માત્ર શરીરના શુદ્ધિકરણ વિશે વાત નહોતી કરી, પરંતુ તેમણે સૌથી વધુ ભાર અષ્ટાંગ યોગ પર મુક્યો હતો. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ શામેલ છે. આ રીતે યોગને ટુકડામાં વહેંચીને યોગના પિતાએ તેને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો. આજે 7મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
પ્રથમ વખત આ દિવસ 21 જૂન 2015ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવ્યો હતો. જેના એક વર્ષ અગાઉ મોદી સરકારે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં યોગ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત કરી હતી, જેને 193 દેશોમાંથી 175 દેશોએ વિલંબ કર્યા વિના સ્વીકાર્યો હતો. આ વાતથી તમે અનુમાન લગાવી શકો છો કે યોગ આપણા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ કેટલો લોકપ્રિય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર