International yoga day: કોરોનામાં યોગનું મહત્વ વધ્યું, તેના ફાયદા, યોગ કરતી વખત શું રાખવું ધ્યાન?

ફાઈલ તસવીર

કોરોના કાળમાં લોકો ઘરે રહીને થતી કસરતો અને તે દ્વારા સ્વસ્થ બનવા પ્રતિબદ્ધ થયા છે. અને યોગ એક તેવી કસરત છે જે તમે ઘરે રહીને પણ કરી શકો છો. જેનાથી તમારા શ્વસનની પ્રક્રિયા પણ સારી થશે અને અને તમારું સ્વાસ્થય પણ વધશે.

 • Share this:
  લાઈફ સ્ટાઈલ ડેસ્કઃ 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વ યોગ દિવસની (International yoga day) ઉજવણી કરી રહ્યું છે. લોકોમાં હવે યોગનું મહત્વ (importance of yoga) વધી રહ્યું છે. ત્યારે યોગને આંતરરાષ્ટ્રીય મહત્વ પણ મળ્યું છે. કોરોના કાળમાં (coronavirus) લોકો સ્વાસ્થય માટે સભાન (Conscious for health) થયા છે. સ્વાસ્થયને સારું રાખવું તે હવે અનેક લોકોની પહેલી પ્રોયોરિટી બની ગયું છે. જો કે કોરોના કાળમાં લોકો ઘરે રહીને થતી કસરતો અને તે દ્વારા સ્વસ્થ બનવા પ્રતિબદ્ધ થયા છે. અને યોગ એક તેવી કસરત છે જે તમે ઘરે રહીને પણ કરી શકો છો. જેનાથી તમારા શ્વસનની પ્રક્રિયા પણ સારી થશે અને અને તમારું સ્વાસ્થય પણ વધશે.

  દરરોજ 15 મિનિટ યોગ કરવાથી થાય છે આ ફાયદા
  યોગ કરવાથી માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી જળવાઇ રહેવની સાથે અનેક ફાયદા મળે છે. યોગના નિયમિત અભ્યાસથી તમારો દિવસ તાજગીભર્યો રહે છે અને કેટલાય પ્રકારની બીમારીઓથી છૂટકારો મળે છે. દરેક ઋતુમાં યોગ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. વળી કહેવાય છે કે યોગ માનસિક બિમારીઓમાં પણ લાભ આપે છે.

  તંદુરસ્ત રહેવા માટે કોઇ પણ વ્યક્તિને શારીરિક સક્ષમતાની જોડે માનસિક અને ભાવનાત્મક તંદુરસ્તી પણ જરૂર હોય છે. જો તમારામાં ઉત્સાહ હોય અને તમારું મન પ્રફુલ્લિત હોય ત્યારે તમારું માનસિક સ્વસ્થ કહેવાય છે. માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી માટે યોગ તમને ઘણી મદદ કરે છે. કોરોના કાળમાં અનેક લોકો સલાહ આપે છે કે તમારી શ્વાસન ક્રિયાને મજબૂત કરો. જેમાં યોગ તમને લાભ આપી શકે છે. યોગ દરમિયાન શ્વાસ લેવાની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ સાથે જ યોગ શ્વાસ પર નિયંત્રણ રાખવાની કળા શીખવે છે. શ્વાસ પર નિયંત્રણ લાવવાને કારણે મસ્તિષ્કના દરેક ભાગમાં સંતુલન જાળવી શકાય છે.

  આ પણ વાંચોઃ-International Yoga day: યોગની મદદથી કંગના રનૌતની માતાને ન્હોતી કરવી પડી હાર્ટ સર્જરી, શેર કર્યો અનુભવ

  સૂર્ય નમસ્કાર અને કપાલભાતી, પ્રાણાયમ જેવા યોગાસન તમને પતળા રહેવામાં પણ મદ કરે છે. આ યોગ કરવાથી તમારા શરીર પર જમા થતી વધારાની ચરબીથી થોડી થોડી કરીને ઓછી થાય છે. આ સાથે જ યોગ કરવાથી તમે શરીર માટે ઉપયોગી ભોજન પ્રત્યે સંવેદનશીલ બની જાય છે, જેથી તમારું વજન નિયંત્રણમાં રહે છે. યોગ નેચરલી ઇમ્યૂનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યૂન સિસ્ટમ બિમારી સામે લડવા અને તેને દૂર રાખવાનું કામ કરે છે. ઇમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરદી, વાયરલ ઇન્ફેક્શન સહિત કેટલીય ખતરનાક બીમારીઓનું જોખમ વધીજ જાય છે.

  આ પણ વાંચોઃ-International Yoga Day: સૂર્ય નમસ્કાર કરવાના જાણો ફાયદા, Videoથી સરળ રીતે સમજો રીત

  યોગ કરતી વખતે આ બાબતોનું રાખવું ધ્યાન

  એક્સપર્ટની સલાહ લઈનેજ યોગ કરવા જોઈએ : કોઈ ચોપડીમાં વાંચીને કે પછી સીડી જોઈને યોગ કરવાથી નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેલી છે. બીજા લોકોને જોઈને પણ યોગ ન કરવા. હંમેશાં એક્સપર્ટની સલાહ લીધા પછી જ યોગ કરવા જોઈએ.

  યોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું : જ્યારે પણ યોગ કરો ત્યારે શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી આ સમયે ઠંડુ પાણી પીવાથી શરદી-ખાંસી, એલેર્જી, કફ જેથી તકલીફો થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટેયોગ કરતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.

  ભોજન પછી તરત યોગ કરવા નહીં : એક વજ્રાસન જ ભોજન કાર્યના તરત બાદ કરી શકાય છે. આ સિવાય તમામ યોગ અને ભોજન વચે ઓછામાં ઓછો 4 કલાકનો સમય રાખો. સારા પિરણામ માટે સવારે ખાલી પેટ યોગ કરો.

  બીમારીમાં યોગ કરવા હિતાવહ નથી : કોઈપણ પ્રકારની બીમારી દરિમયાન યોગ કરવાથી દૂર રહેવું. જો યોગ કરવા માંગતા હો તો ડોટર કે યોગ એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. તેઓ જે સૂચન કરેતેનું પાલન કરવું.

  યોગ કાર્ય પછી તરત સ્નાનન કરવું નહીં : યોગ કરવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી યોગના એક કલાક બાદ જ સ્નાન કરવું જોઈએ. નહીતરં શરદી-ખાંસી કે પછી શરીરમાં દુઃખાવાની સમયાઓ થઈ શકે છે.

  આ પણ વાંચોઃ-International Yoga Day 2021: આ 3 યોગાસનોથી ડાયાબિટીસની સમસ્યામાં મળશે રાહત, અચૂક કરો અભ્યાસ

  યોગ કરતી વખતે જવેલરી ન પહેરો : યોગ કરતી વખતે જવેલરી, કડા, હાર વગેરે પહેરવાથી યોગ કરવામાં પરશાની થઈ શકે છે, તેનાથી વાગી પણ શકે છે.

  યોગ કરતા પહેલા શરીરને તૈયાર કરો : યોગ કરતા પહેલા થોડું વોમઅપ કરો. ત્યારબાદ પ્રાણાયામ અને પછી યોગ કરો. છેલે શવાસન અવશ્ય કરો.

  યોગ હમેશા ખુલા અને સાફ વાતાવરણમાં કરો : યોગ સાફ અને ખુલી જગ્યામાં કરો. પ્રણાયામ તો હમેશા ખુલી હવામાં જ કરવા. જેથી તાજી હવા ફેફસાને મળતી રહે.

  આ પણ વાંચોઃ-International Yoga Day 2021: આ ચાર યોગાસનથી પાચન તંત્ર રહેશે સારું, વધારશે ભૂખ

  આસન પાથરી, કમ્ફર્ટેબલ કપડાંપહેરી કરો યોગ : યોગ સમતળ જમીન પર આસાન પાથરી કરો. સીઝન પ્રમાણે એવા કપડાં પહેરો જે વધુ ટાઈટ કે ઢીલા ના હોય.

  2014માં સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની મળી હતી મંજૂરી
  ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 69મા સત્રને સંબોધન કર્યું હતું, ત્યારે તેમણે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા અપીલ કરી હતી. તેના પગલે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય રાષ્ટ્રોએ 11 ડિસેમ્બર, 2014ના રોજ 177 સહ-પ્રાયોજક રાષ્ટ્રોની સાથે સર્વસંમતિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાના ઠરાવને મંજૂરી આપી હતી.  આ ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ સ્વીકૃતિ આપી હતી કે યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેનું સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ જીવનના તમામ ક્ષેત્રોમાં સંવાદિતતા પણ લાવે છે અને એટલે તે રોગનિવારક, સ્વાસ્થ્ય સંવર્ધક તરીકે પ્રસિદ્ધ છે. તે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી સમસ્યાનું મેનેજમેન્ટ કરે છે. આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી.
  Published by:ankit patel
  First published: