Home /News /lifestyle /

International Yoga Day 2022: પગ અને પેટની સમસ્યાઓ દૂર કરશે આ યોગાસનો, અહીં જાણો સાચી પદ્ધતિ

International Yoga Day 2022: પગ અને પેટની સમસ્યાઓ દૂર કરશે આ યોગાસનો, અહીં જાણો સાચી પદ્ધતિ

પગ અને પેટની સમસ્યાઓ દૂર કરશે આ યોગાસનો, અહીં જાણો સાચી પદ્ધતિ

Morning Yoga Tips: યોગના આઠ અંગમાં પ્રથમ ત્રણ યમ, નિયમ અને અસ્તે અંગે જાણકારી આપવામાં આવી છે. તેમાં કેવી રીતે મન, શબ્દ અને કાર્યથી આપણે વધુ સારી વ્યક્તિ બની શકીએ અને જીવનમાં સત્ય, અહિંસા, વિચારો તથા વર્તનની ચોરીથી બચી શકીએ તે અંગે સમજાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    International Yoga Day 2022: યોગ (Yoga) આપણા સ્વાસ્થ્ય (Health)ની સાથે વ્યક્તિત્વના ઘડતરમાં પણ ખૂબ ઉપયોગી છે. મહર્ષિ પતંજલિ (Maharshi patanjali)એ પોતાના અષ્ટાંગ યોગમાં આપણને સામાજિક રીતે સારા માનવી બનવાનું કહ્યું છે. યોગના આઠ અંગમાં પ્રથમ ત્રણ યમ, નિયમ અને અસ્તે અંગે જાણકારી આપવામાં આવી છે. તેમાં કેવી રીતે મન, શબ્દ અને કાર્યથી આપણે વધુ સારી વ્યક્તિ બની શકીએ અને જીવનમાં સત્ય, અહિંસા, વિચારો તથા વર્તનની ચોરીથી બચી શકીએ તે અંગે સમજાવવામાં આવ્યું છે. જીવનમાં આમાંથી એક પણ વસ્તુ અમલમાં લાવનાર વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘણો બદલાવ આવશે. આગામી 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) ઉજવવામાં આવશે, ત્યારે આપણે તેના અમલનો સંકલ્પ કરી શકીએ છે.

    યોગનો અભ્યાસ કરવાની પદ્ધતિ


    ધ્યાનથી શરૂઆત કરો.

    કમર અને ગરદનને સીધી કરો અને કોઈપણ આસનમાં બેસો. ધ્યાનની મુદ્રા બનાવો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સાથે ઓમ અથવા મંત્રનું ઉચ્ચારણ કરો.

    ગ્રીવા શક્તિ વિકાસક ક્રિયા

    હવે તમારી યોગ મેટ પર સીધા ઉભા રહો અને શ્વાસ લેતા લેતા તમારી ગરદનને પાછળની તરફ લઈ જાવ. હવે શ્વાસ છોડતી વખતે અને ગરદનને આગળ લઈ આવો. આવી જ રીતે શ્વાસ લેતી વખતે ગરદનને જમણી તરફ અને પછી ડાબી બાજુ ફેરવો. હવે આ ક્રિયા ક્લોક વાઈઝ અને એન્ટિ ક્લોક વાઇઝ કરો. ગળામાં દુ:ખાવો થતો હોય તેવા લોકોએ ગરદનને આગળની તરફ ન વાળવી જોઈએ.



    સ્કંદ શક્તિ વિકાસસક ક્રિયા

    શ્વાસ ભરતી વખતે બંને હાથને ઉપરની તરફ ઉઠાવો અને સીધા રાખો. બંને હથેળીઓને બહારની તરફ હોય પરંતુ એક સાથે જોડાવાની નથી. હવે શ્વાસ છોડતી વખતે હાથને નીચે લાવો. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. હવે બંને હાથને વાળીને ખભા પર મૂકો અને શ્વાસ લેતી વખતે ક્લોક વાઇઝ અને એન્ટિ ક્લોક વાઇઝ રોટેટ કરો. તમે વીડિયોમાં અહીં પદ્ધતિ જોઈ શકો છો.

    દંડાસન

    સાદડી પર બેસીને એલ શેપમાં આવી જાવ. એટલે કે પગ આગળની તરફ સીધા અને કરોડરજ્જુ એકદમ સીધી રાખો. પગના દુ:ખાવામાં રાહત માટે દંડાસન ખૂબ ફાયદાકારક છે. દંડાસન નિયમિત રીતે કરવાથી પગમાં દુ:ખાવાની સમસ્યા મટી જશે અને માંસપેશીઓ મજબૂત બનશે. યાદ રાખો કે, ઓછામાં ઓછા 10 મિનિટ સુધી આ રીતે બેસો તો જ ફાયદો થાય છે.

    ભદ્રાસન

    સ્ત્રીઓ માટે ભદ્રાસન ખૂબ ફાયદાકારક છે. પહેલા બંને પગના તળિયાને એકબીજા સાથે જોડો અને બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરી તળિયાની નીચેથી પકડી લો. પ્રથમ હળવા બટરફ્લાય આસનનો અભ્યાસ કરો. હવે ઘૂંટણને જમીન તરફ સ્ટ્રેચ કરો અને પીઠને સીધી રાખી 10 સુધીની ગણતરી કરો.

    વજ્રાસન

    વજ્રાસન કરવા માટે પગને ફોલ્ડ કરો. હવે પગની ઘૂંટીની વચ્ચે અંતર બનાવો અને પગના અંગૂઠાને જોડીને રાખો. આ આસન તમે જમ્યા પછી પણ કરી શકો છો. વજ્રાસનમાં બેસવાથી તમારું પાચન સારું થાય છે અને પેટની ઘણી સમસ્યાઓ દૂર રહે છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર