Home /News /lifestyle /

International Yoga Day 2022: PM મોદીએ લોકોને આ રીતે સમજવ્યું મહત્વ, જાણો યોગ પ્રત્યેના તેમના વિચારો

International Yoga Day 2022: PM મોદીએ લોકોને આ રીતે સમજવ્યું મહત્વ, જાણો યોગ પ્રત્યેના તેમના વિચારો

PM મોદીએ લોકોને આ રીતે સમજવ્યું મહત્વ, જાણો યોગ પ્રત્યેના તેમના વિચારો

PM Modi on Yoga: જનરલ એસેમ્બલીના 69માં સત્ર (69th session of the General Assembly) ના પ્રારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્તને 170થી વધુ દેશોએ મંજૂરી આપી હતી.

વધુ જુઓ ...
  INTERNATIONAL YOGA DAY 2022: દર વર્ષે 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવે છે. યોગ કરવાથી થતા લાભાલાભ (Benefits of practising yoga) અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે. જનરલ એસેમ્બલીના 69માં સત્ર (69th session of the General Assembly) ના પ્રારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્તને 170થી વધુ દેશોએ મંજૂરી આપી હતી.

  21 જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના વિવિધ ભાગોમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. જેથી વડાપ્રધાન મોદીએ આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. યોગ દિવસને દર વર્ષે અલગ અલગ થીમ મુજબ ઉજવવામાં આવે છે અને આ વર્ષે યોગ ફોર હ્યુમનિટી થીમ હેઠળ આ દિવસ મનાવવામાં આવશે.

  આ પણ વાંચો: Yoga day 2022: અખબારની જાહેરાત જોઈને કરી લીધો યોગનો કોર્સ, આજે 23 વર્ષની વયે છે દેશનો સૌથી યુવા યોગા ટીચર

  અહીં ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી હંમેશા યોગની શક્તિમાં માનતા આવ્યા છે. તેથી તેમણે તાજેતરમાં મન કી બાત દરમિયાન યોગ ફોર હ્યુમનિટી થીમ શા માટે મહત્વ ધરાવે છે તે સમજાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સમયાંતરે યોગ અંગે રસપ્રદ વિચારો શેર (PM Narendra Modi’s Quotes) કરતાં હોય છે. જે અહીં રજૂ કરાયા છે.

  યોગ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ચેતના જગાવવાનું પ્રતીક છે. યોગ કોઈપણ ખર્ચ વગર તંદુરસ્ત રાખે છે.

  યોગ માત્ર રોગ મુક્તિ વિશે જ નહીં, પરંતુ ભોગ મુક્તિ વિશે પણ છે. યોગ આપણા સાંસ્કૃતિક રાજદૂત બની શકે છે. આપણે આ માધ્યમ દ્વારા વિશ્વ સુધી પહોંચી શકીએ છીએ.

  યોગ એ વ્યક્તિને શું મળશે તે માટે નથી, તે વ્યક્તિ શું છોડી શકે છે તે માટે છે.

  યોગ એ શિસ્ત અને ધ્યાનની ફિલસૂફી છે, જે આત્મામાં પરિવર્તન લાવે છે અને વિચાર, કાર્ય, જ્ઞાન અને ભક્તિમાં વધુ સારી વ્યક્તિનું નિર્માણ કરે છે.

  આજના સમયમાં આપણે આપણી જાતથી વિખૂટા પડી ગયા છીએ. એટલા માટે યોગ આપણને આપણી જાત સાથે ફરીથી જોડાવામાં મદદ કરે છે.

  યોગમાં મન અને શરીરની એકતા, વિચાર અને કાર્ય, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા તથા સ્વાસ્થ્ય અને સુખાકારીનો અભિગમ સામેલ છે

  યોગ વેલનેસ સાથે-સાથે ફિટનેસ પણ આપે છે. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે.

  આ પણ વાંચો: Yoga Day 2022 Gujarat : ગુજરાતમાં સવા કરોડથી વધુ લોકો કરશે યોગ, રિવરફ્રન્ટ પર યોજાશે રાજ્યસ્તરીય કાર્યક્રમ

  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દુનિયામાં અત્યાર સુધીમાં જોવા મળેલા સૌથી મોટા જ્ઞાન આધારિત લોકોની મુવમેન્ટ છે.

  યોગ લોકોને જીવન સાથે જોડવા અને માનવજાતને પ્રકૃતિ સાથે ફરીથી જોડવાની કડી છે. તે આપણા પરિવાર, સમાજ અને માનવજાતને જોવાની આપણી મર્યાદિત સ્વ પ્રત્યેની ભાવનાને વિસ્તૃત કરે છે.
  First published:

  Tags: Lifestyle, PM Modi પીએમ મોદી, World yoga day

  આગામી સમાચાર