International Yoga Day 2021: કોરોના મહામારી દરમિયાન યોગ કરવાના 5 ફાયદા

International Yoga Day 2021: કોરોના મહામારી દરમિયાન યોગ કરવાના 5 ફાયદા
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ વધુ સભાન બન્યા છે, જાણો યોગના ફાયદા

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લોકો પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ વધુ સભાન બન્યા છે, જાણો યોગના ફાયદા

  • Share this:
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આહવાનથી યુનાઇટેડ નેશન્સ (United Nations)એ વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી (Corona Pandemic)એ સ્વસ્થ જીવન શૈલી તરફ આપનો ઝુકાવ વધાર્યો છે. જેને લઈને લોકોએ પોતાના સ્વાસ્થ્ય (Health)ની કાળજી લેવાનું શરુ કર્યું છે. કોરોના મહામારી અને લોકડાઉન (Lockdown)ના કારણે લોકો પોતાના શારીરિક (Physical Health) અને માનસિક સ્વાસ્થ્ય (Mental Health) તરફ વધુ સભાન બન્યા છે. જે રીતે આપણા શરીર માટે યોગ્ય હાર જરૂરી છે, તે જ રીતે યોગ્ય કસરત અને વ્યાયામ પણ જરૂરી છે. જેનાથી શરીર અને દિમાગ બંને પર મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય લાભ થાય છે.

તાજેતરમાં થયેલા ઘણા અભ્યાસમાં યોગ (Yoga) અને વ્યાયામના સ્વાસ્થ્યના લાભ બતાવાયા છે. યોગ અને કસરત કરવાથી અલગ અલગ પ્રકારના રોગ થવાનું જોખમ ઘટે છે, તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે આપણને તંદુરુસ્ત રાખવામાં મદદ કરે છે.



અહીં યોગ કરવાના કેટલાક ફાયદા જણાવવામાં આવ્યા છે, જે તમને યોગ કરવા માટે પ્રેરિત કરશે.

આ પણ જુઓ, 18,000 ફુટની ઊંચાઈથી લઈને ન્યૂયોર્ક સુધી, જુઓ દેશ-દુનિયાની યોગ દિવસની PICS

તણાવ અને ચિંતામાં કરે છે ઘટાડો

યોગ તણાવને ઘટાડે છે અને તમારા મનને પ્રફુલ્લિત રાખે છે. ઘણા અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે તે કાર્ટિસોલના સ્ત્રાવને ઘટાડી શકે છે, જે તણાવ માટેનો પ્રાથમિક હોર્મોન છે. તે તણાવ, ચિંતા, થાક અને ડિપ્રેશનને ઘટાડે છે.

બળતરા ઘટાડે છે

યોગ કરવાથી બળતરા પણ ઓછી થઈ શકે છે. તે સામાન્ય રોગપ્રતિકારક પ્રતિક્રિયા છે. જોકે, તીવ્ર બળતરાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા બળતરા તરફી રોગ થઇ શકે છે. આમ યોગ કરવાથી તમને આવી બીમારીઓથી બચી શકાય છે.

આ પણ વાંચો, International Yoga Day 2021: આ 3 યોગાસનોથી ડાયાબિટીસની સમસ્યામાં મળશે રાહત, અચૂક કરો અભ્યાસ

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો

આપણા શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે આપણા હૃદયનું આરોગ્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તંદુરસ્ત જીવનશૈલીમાં યોગને સમાવવાથી હૃદય રોગની પ્રગતિ ધીમી થાય છે અને આમ તે હૃદય રોગ માટેના ઘણા જોખમ પરિબળોને ઘટાડે છે. તે આપણા શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર પણ ઘટાડે છે.

જીવનની ગુણવત્તામાં સુધારો

યોગ ઘણા લોકોના જીવનમાં સુધાર માટે એક સહાયક બની ગયો છે. યોગ કરવાથી જીવનમાં ઘણા સુધારા થયા તેમજ થાકમાં પણ ઘટાડો થયો.

ઊંઘની આદતમાં સુધાર

યોગ કરવાથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધાર થાય છે. સાથે જ આધ્યાત્મિક કલ્યાણ પણ વધે છે. યોગ સામાજિક કાર્યોમાં પણ સુધાર લાવે છે અને ચિંતા અને હતાશામાં ઘટાડો કરે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ