International Yoga Day 2021: કોરોના કાળ (Corona Crisis)માં લોકો સ્વાસ્થ્ય (Health) સાથે જોડાયેલા અનેક પ્રકારની સમસ્યાઓથી પરેશાન છે અને યોગ (Yoga) તેનાથી છુટકારો અપાવવામાં સૌથી ફાયદારૂપ સાબિત થઈ રહ્યું છે. યોગ શારીરિક અને માનસિક વિકાસની સાથોસાથ મનને શાંતિ પણ આપે છે. યોગથી શરીર તો હેલ્ધી રહે છે, તેની સાથોસાથ મન પણ સ્વસ્થ રહે છે. યોગના આ જ ફાયદાઓને લોકો સમક્ષ રજૂ કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવે છે.
શું તમને ખબર છે કે યોગના માધ્યમથી તમે પોતાનું બ્લડ શુગર (Blood sugar) લેવલને પણ કન્ટ્રોલમાં રાખી શકો છો. યોગની મદદથી ડાયાબિટિસ (Diabetes)ને કન્ટ્રોલમાં રાખી શકાય છે. યોગના નિયમિત અભ્યાસથી ડાયાબિટિસથી ઊભી થતી સમસ્યાઓને પણ ઓછી કરી શકાય છે. આવો આપને જણાવીએ આવા જ કેટલાક યોગાસનો વિશે જેના અભ્યાસથી તમે પોતાના બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખી શકો છો.
પશ્ચિમોત્તાનાસન
ડાયાબિટીસના દર્દીઓને પશ્ચિમોત્તાનાસન કરવું જોઈએ. આ આસનને કરવા માટે તમે તમારા પગને બહારની તરફ ફેલાવીને કોઈ સમતલ સ્થળ પર સીધા બેસી જાઓ. હવે પોતાના હાથોને ઉપરની તરફ ઉઠાવો અને ઊંડા શ્વાસ લો. હવે આગળની તરફ ઝૂકો અને શ્વાસ છોડો. પોતાના હાથોથી પોતાના પગની આંગળીઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને પોતાના શરીરને પોતાના ઘૂંટળથી લગાવીને રાખો.
ધનુરાસન ડાયાબિટીસ પીડિતો માટે ખૂબ ફાયદારૂપ છે. આ આસનને કરવા માટે તમે પેટ પર સીધા જમીન પર સૂઈ જાઓ. હજે પોતાના ઉપરના શરીરની સાથે પોતાના પગો પણ ઉઠાવો. પગોને ઉપર ઉઠાવતી વખતે ઘૂંટણોને વાળો અને પોતાના હાથોને પાછળની તરફ ઉઠાવો. હવે પોતાના બંને હાથોથી એડીઓને પકડો. પગ અને હાથોને જેટલા શક્ય હોય ઉપરની તરફ ખેંચો. હવે તમે ધનુરાસનની પૂર્ણ સ્થિતિમાં આવી ગયા છો. તમે આ સ્થિતિમાં ઓછામાં ઓછી 15થી 20 સેકન્ડ સુધી રહો.
ડાયાબિટિઝને નિયંત્રિત કરવા માટે શવની સ્થિતિ સૌથી સરળ યોગાસન છે. શવાસન કરવા માટે જમીન પર મેટ પાથરીને પીઠ પર સૂઈ જાઓ. હવે પોતાના બંને પગોને ફેલાવો અને બંને પગ વચ્ચેનું અંતર વધારો. આ દરમિયાન પગના પંજા બહારની તરફ અને એડીઓ અંદરની તરફ હોવી જોઈએ. હવે બંને હાથોને પણ શરીરથી લગભગ એક ફુટના અંતર પર રાખો. હાથની આંગળીઓને આકાશ તરફ રાખો અને ગરદનને સીધી રાખો. હવે ધીમે-ધીમે આંખોને બંધ કરી લો અને ધીમે-ધીમે શ્વાસ ખેંચો અને છોડો. આંખો બંધ રાખી શ્વાસો પર ધ્યાન કેન્દ્રીત કરો અને મનમાં ગણતરશી કરતા જાઓ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર