INTERNATIONAL RED PANDA DAY 2021: લુપ્તપ્રાય પ્રજાતિ લાલ પાંડા વિશે અમુક રસપ્રદ તથ્યો

રેડ પાંડાએ રીછની જ એક પ્રજાતિ છે જે હવે લુપ્ત થવાની તૈયારીમાં છે.

આજે ઇન્ટરનેશનલ રેડ પાંડા દિવસ (International Red Panda Day) મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. જે આ વર્ષે 18 સપ્ટેમ્બરે છે.

  • Share this:
International Red Panda Day, 2021: આજે ઇન્ટરનેશનલ રેડ પાંડા દિવસ (International Red Panda Day) મનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. જે આ વર્ષે 18 સપ્ટેમ્બરે છે. રેડ પાંડા (Red Panda) પોતાનું અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યા છે. આ દિવસનો મુખ્ય હેતું લુપ્ત થવાના આરે આવેલી પ્રજાતિના સંરક્ષણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. રેડ પાંડા રીંછ(Bear species)ની પ્રજાતિના જ સદસ્ય છે.

આ પ્રજાતિની સચોટ સંખ્યા આજે પણ અજ્ઞાત છે. જોકે અમુક અનુમાનો અનુસાર તેની સંખ્યા 10,000થી પણ ઓછી બતાવવામાં આવી છે. જે IUCN અનુસાર એક લુપ્તપ્રાય પ્રજાતિ બની ગઇ છે. વૈશ્વિક સ્તરે 20 વર્ષોમાં લાલ પાંડાની સંખ્યામાં 50 ટકા ઘટાડો આવ્યો છે. વર્ષ 2010માં રેડ પાંડા નેટવર્ક(RPN)એ આંતરરાષ્ટ્રિય રેડ પાંડા દિવસ (IRPD)ની શરૂઆત કરી હતી. જેમાં વિશ્વભરમાંથી 16થી વધુ સ્કૂલો અને પ્રાણી સંગ્રહાલયોએ ભાગ લીધો હતો.

પૂર્વ હિમાલયમાં સંખ્યમાં ઝડપથી કપાતા જંગલોના કારણે લાલ પાંડાના આવાસો પર સંકટ પેદા થયું છે. 70 ટકા લાલા પાંડાનું નિવાસ સ્થાન નેપાળમાં સંરક્ષિત ક્ષેત્રોની બહાર છે.

ચાલો જાણીએ આ પ્રજાતિ વિશે અમુક અજ્ઞાત તથ્યો.

-લાલ પાંડા મૂળ પૂર્વ હિમાલયના નિવાસી છે, તેમને હજુ પણ વિચરતા જોઇ શકાય છે. તેઓ મોટા ભાગે વૃક્ષો પર જ રહે છે અને ક્યારેક-ક્યારેક વૃક્ષો પર જ સુઇ જાય છે. પાંડા રાત્રીના સમયે શિકાર કરે છે. ક્યારેક સવારે પણ શિકાર કરે છે.

-મોટા પાંડાની સરખામણીએ લાલ પાંડા કદમાં નાના હોય છે. તેઓ ઘરની નાની બિલાડીના આકારના હોય છે, પરંતુ તેની 18 ઇંચ લાંબી પૂંછ તેના કદમાં થોડો વધારો કરે છે.

-પાંડાને એકાંત જીવન જીવવું પસંદ છે. સરળ શબ્દોમાં કહી તો પાંડા મનમોજી પ્રકારના પ્રાણી હોય છે. શિકાર અને રમત-મસ્તી સમયે પાંડા સાથે રહેવાનું પસંદ કરે છે.

-આ પ્રાણી હકીકતમાં રીંછ નથી. તે પોતાના ટેક્સોનોમિક પરીવાર એલુરિડેના સદસ્ય છે. જે હજુ પણ જીવંત છે. તેઓ વિશાળ પાંડા સાથે સંબંધિત નથી પરંતુ બંનેમાં એક સામ્યતા જોવા મળે છે, જેમ કે વાંસ પ્રત્યેનો લગાવ. તેઓ રીંછની જગ્યાએ રેકૂન સાથે મળતા આવે છે.

-લાલ પાંડને બરફ ખૂબ પસંદ છે. ઠંડીની ઋતુમાં પ્રાણી સંગ્રહાલયના આઉટડોર નિવાસસ્થાનમાં લાલ પાંડાને જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે. લાલ પાંડા 23 વર્ષો સુધી જીવિત રહે છે અને 12 વર્ષ બાદ માદા પ્રજનન કરી શકતી નથી. તેમનો વજન 7થી 14 પાઉન્ડ હોય છે.
Published by:kuldipsinh barot
First published: