Home /News /lifestyle /International Music Day: મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રેસમાંથી મળે છે છૂટકારો, જાણો હેલ્થને થતા બીજા અઢળક ફાયદાઓ

International Music Day: મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રેસમાંથી મળે છે છૂટકારો, જાણો હેલ્થને થતા બીજા અઢળક ફાયદાઓ

મ્યુઝિક સાંભળવાના ફાયદા

International Music Day: આજના આ દિવસને મ્યુઝિક ડે તરીકે મનાવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે મ્યુઝિક સાંભળવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સાથે જ મ્યુઝિક સાંભળવાથી તમારી શરીરમાં રહેલી અનેક બીમારીઓ પણ દૂર થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મ્યુઝિક માત્ર મુડને જ નહીં પરંતુ આપણાં સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભકારક છે. મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સાથે બીજી અનેક સમસ્યાઓ પણ સાથે દૂર થાય છે. 1 ઓક્ટોમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્તર પર મ્યુઝિક ડે મનાવવામાં આવે છે. મ્યુઝિક દરેક લોકોએ રોજ સાંભળવું જોઇએ. જો તમને મ્યુઝિક સાંભળવાનો શોખ નથી તો તમારે આ શોખ કેળવવો જોઇએ. મ્યુઝિક એક એવી વસ્તુ છે જે તમે એકવાર સાંભળો છો તો વારંવાર ઇચ્છા થાય છે અને સાથે બહુ જ મજા આવે છે. તો જાણો તમે પણ મ્યુઝિક સાંભળવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે...

    આ પણ વાંચો: આ રીતે ગરબા રમ્યાં પછી મેક અપ રિમૂવ કરો

    અનિદ્રાની સમસ્યા દૂર થશે


    તમને રાત્રે ઊંઘ આવતી નથી તો તમારે ખાસ કરીને રોજ મ્યુઝિક સાંભળવું જોઇએ. આ મ્યુઝિક તમારે ફાસ્ટ અવાજે સાંભળવાનું નથી. આ મ્યુઝિક તમારે ધીમા અવાજે સાંભળવાનું છે. આ સાથે જ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે આ મ્યુઝિકમાં તમારે ફાસ્ટ સોન્ગ સાંભળવાના નથી.

    હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય


    એક્સપર્ટના જણાવ્યા અનુસાર સંગીત સાંભળવાથી તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે જેમ કે એન્ડોર્ફિન, ઓક્સીટોસિન, સેરોટોનિન, ડોપમાઇન વગેરે. સંગીત સાંભળવાથી શરીરમાં આ હોર્મોન્સનું સ્તર વધવા લાગે છે જેના કારણે તમે કંઇક અલજ અનુભવ કરો છો.

    આ પણ વાંચો: ચાટ મસાલો બરણીમાં ભરો ત્યારે આ રીતે મુકો લવિંગ

    સ્ટ્રેસ દૂર થાય


    મ્યુઝિક સાંભળવાથી સ્ટ્રેસ લેવલ દૂર થાય છે. સંશોધન અનુસાર મ્યુઝિક થેરાપીથી દુખાવો, ચિંતા, હાર્ટની ગતિ અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે. જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો મ્યુઝિક સાંભળો. મ્યુઝિક સાંભળવાથી તમારા શરીરની અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે અને સાથે તમે રિલેક્સ રહો છો. આ સોન્ગ તમારે સ્લો અવાજમાં સાંભળવાનું રહેશે.


    મેડિટેશનમાં લાભ થાય


    એક્સપર્ટ અનુસાર તમે યોગ કે મેડિટેશન દરમિયાન મ્યુઝિક સાંભળો છો તો તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. મેડિટેશન મ્યુઝિક તમારે એકદમ ધીમા અવાજે સાંભળવાનું રહેશે. જો તમને મ્યુઝિક સાંભળવાનો શોખ નથી તો તમે મેડિટેશન દરમિયાન પક્ષીઓના અવાજ પણ સાંભળી શકો છો. પક્ષીઓના અવાજ સાંભળવાથી તમારું મન એકદમ રિલેક્સ થઇ જાય છે અને સાથે દિવસની શરૂઆત પણ મસ્ત રીતે થાય છે. આ વસ્તુ તમે રોજ સવારમાં પણ સાંભળી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन