યુવકોની છ બૉડી લેંગ્વેજ જેના ઉપર યુવતીઓ સૌથી વધારે ધ્યાન આપે છે

News18 Gujarati
Updated: November 18, 2019, 9:02 PM IST
યુવકોની છ બૉડી લેંગ્વેજ જેના ઉપર યુવતીઓ સૌથી વધારે ધ્યાન આપે છે
પ્રતિકાત્મક તસવીર

ઘણીવાર પુરૂષ પોતાની વાતો મહિલાઓ સુધી પહોંચાડવા માટે શબ્દોની જગ્યાએ બૉડી લેંગ્વેજનો (Body language) સહારો લે છે. દરેક છોકરી પોતાના થનાર પાર્ટનરને તેની બૉડી લેંગ્વેજથી જરૂર પરખે છે.

  • Share this:
સમાન્ય રીતે આપણે યુવતીઓ ઉપર યુવકોનું વધારે ધ્યાન જતું હોય છે. યુવતીઓની મોટાભાગની બાબતો ઉપર યુવકોનું ધ્યાન પડે છે. પરંતુ વિશ્વ પુરુષ દિવસ (International Men's Day) નિમિત્તે અમે તમને છોકરાઓની (boy) અમુક વસ્તુઓ જણાવીશું જેના ઉપર છોકરીઓનું (Girl) ખાસ ધ્યાન જાય જતું હયો છે.

નજરો મેળવીને વાત કરવી: મહિલાઓને એવા પુરૂષો પસંદ આવે છે જે તેની આંખોમાં જોઈને વાત કરે. જો તમે તેની આંખોમાં નથી જોતા તો તે મહિલાને એવું લાગે છે કે તમે તેની સાથે વાત કરવામાં કોઈ રસ નથી ધરાવતા.

કોન્ફિડેન્ટ બૉડી લેંગ્વેજ (Body language) : કોઈ પણ છોકરી સાથે વાત કરતી વખતે પોતાની બૉડી લેંગ્વેજનું ધ્યાન જરૂર રાખો. છોકરીઓ એવા છોકરાઓને પસંદ કરે છે જે બૉડી લેંગ્વેજથી કોન્ફિડેન્ટ લાગે છે.

ટટ્ટાક ખભાવાળા : તમારા ખભાઓ પણ તમારા વિશે ઘણુ બધુ કહે છે. જો તમારા ખભા ઝુકેલા હોય તો તમે થાકેલા અને ડરેલા લાગશે અને છોકરીઓ તમારાથી પ્રભાવીત નહીં થાય.

આ પણ વાંચોઃ-રોજીંદા જીવનની આ 5 આદતો બદલો, બીમારીઓને હંમેશા માટે દૂર ભગાડો

આઈબ્રોઝના હાવ-ભાવ : ઘણી મહિલાઓ તમને તમારી આઈબ્રોઝના હાવ-ભાવથી પરખી લે છે. એટલા માટે હંમેશા વાત કરતી વખતે આઈબ્રોનું ખાસ ધ્યાન રાખો. જો તમે આઈબ્રો તાણી લો છો, તો એ તમારો ગુસ્સો હોવાનું દર્શાવે છે.આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ

પરાણે હસનાર : મોટા ભાગે પુરૂષો પોતાની ફિમેલ પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે જબરદસ્તી હસે છે પરંતુ તે પાર્ટનરને ડિપ્રેસ કરે છે. તે વાતો પર હસો જેના પર વાસ્તવમાં હસી આવતી હોય. ખુલીને હસનાર છોકરાઓ છોકરીઓને ખૂબ પસંદ આવે છે.

આ પણ વાંચોઃ-OMG! 6 લીટર વેસેલિન ભરીને બૉડી બિલ્ડરે ફૂલાવ્યા બાઈસેપ્સ અને પછી..

ખોટા ઈશારા ન કરનાર : કોઈ પણ છોકરીને મળતી વખતે એવા કોઈ પણ ઈશારા ન કરો જે તમારા પાર્ટનરન અશ્લીલ લાગે જેવા કે હોઠો પર જીભ ફેરવવી. જે તમારૂ કામ પહેલા જ બગાડી શકે છે.
First published: November 18, 2019, 8:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading