International Kissing Day 2021: સારા આરોગ્ય માટે KISS કેવી રીતે ફાયદારૂપ છે?

પાર્ટનરને કિસ કરીને પ્રેમ વ્યક્ત કરવો તે સૌથી સારી બાબત ગણવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

દર વર્ષે 6 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ ઉજવવામાં આવે છે, જાણો કિસ કરવાના ફાયદા

  • Share this:
International Kissing Day 2021: દર વર્ષે 6 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ (International Kissing Day) ઉજવવામાં આવે છે. દર વર્ષે અમેરિકા (USA)માં 22 જૂનના રોજ રાષ્ટ્રીય કિસિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીક (Valentine Week) ઉજવવામાં આવે છે. આ વીકમાં પણ 13 ફેબ્રુઆરીના રોજ કિસિંગ ડે ઉજવવામાં આવે છે. પાર્ટનરને કિસ (Kiss) કરીને પ્રેમ વ્યક્ત કરવો (Expression of Love) તે સૌથી સારી બાબત ગણવામાં આવે છે.

કિસ કરવી તે પ્રેમની સુંદર અભિવ્યક્તિ છે, જેનાથી પાર્ટનરના ચહેરા પર સ્માઈલ જરૂરથી આવે છે. કિસ કરવાથી સંબંધ વધુ મજબૂત બને છે. કિસ કરવી તે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. કિસ કરવાથી કેલોરી બર્ન થાય છે અને તણાવ દૂર થાય છે.

આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ: કિસ કરવાના ફાયદા

>> જો તમે તમારા પાર્ટનરને 1 મિનિટ સુધી કિસ કરો છો, તો તમારી 26 કેલરી બર્ન થાય છે. રોજ એક કિસ કરવાથી વ્યક્તિના આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે.
10 સેકન્ડ સુધી ફ્રેન્ચ કિસ કરવામાં આવે તો 80 મિલિયન બેક્ટેરિયાનું આદાન પ્રદાન થાય છે, જે તમારા મોઢામાં લાળને ઉત્પાદિત કરીને મોઢું સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. સાથે જ દાંતમાં થતા સડાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

>> સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે કિસથી તણાવ ઓછો થાય છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે. સરેરાશ 336 કલાક કિસિંગ કરવું તે બે સપ્તાહના જીવનને બરાબર છે.

>> મધ્યકાલીન યુગમાં જ્યારે લોકો લખી વાંચી શકતા નહોતા, ત્યારે લોકો એક્સના નામને ચિત્રિત કરીને તેના પર કિસ કરતા હતા. જેનાથી તેઓ તેમની એક્સ માટે કેટલા સિન્સિયર છે તે જાણી શકાતું હતું.

આ પણ વાંચો, Tips & Tricks: Amazonમાં કેવી રીતે ડિજિટલ ગોલ્ડનું ખરીદ-વેચાણ કરવું, જાણો સમગ્ર પ્રોસેસ

>> પાલતુ પ્રાણીઓમાં કૂતરાને સૌથી વધુ કિસ કરવામાં આવે છે. 75% લોકો તેમના પાલતુ પ્રાણીઓને કિસ કરીને તેમના પ્રત્યેનો પ્રેમભાવ દર્શાવે છે. 70% લોકો માને છે કે પાલતુ પ્રાણીઓમાં કિસ કરવા માટે કૂતરું બેસ્ટ પ્રાણી છે. 21% લોકો બિલાડીને કિસ કરવા માટે બેસ્ટ માને છે. 7% લોકો પક્ષીઓને કિસ કરવા માટે બેસ્ટ માને છે.

>> ઈન્ટરેસિયલ કિસ ટીવી પર સૌપ્રથમ વાર 1966માં સ્ટાર ટ્રેકના એપિસોડમાં દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો, ‘સંબંધો દિલ પર લખાય છે’, પૂજા ભટ્ટનું ટ્વીટ થયું વાયરલ, શું આમિર-કિરણના છૂટાછેડાની તરફ છે ઈશારો?

>> બ્રિટીશ રિસર્ચર્સની ટીમ અનુસાર એક ફ્રેંચ કિસમાં 146 મસલ્સ કાર્યરત થાય છે જેમાં, 34 ફેસની માંસપેશીઓ અને 112 પોસ્ચરલ માંસપેશીઓ શામેલ છે. આફ્રિકામાં જ્યારે વાતચીત કરીને લોકો છૂટા પડે છે ત્યારે કિસ કરે છે. ઈટાલીમાં લોકો એકબીજાને હેલો કહેવા માટે કિસ કરે છે.

>> વર્ષ 2010માં એલેના યુન્ડોમાં અભિનેત્રી નેકાર ઝાડેગામ અને ટ્રાસી દિન્ડીવિડીએ એકબીજાને 3.23 મિનિટ સુધી કિસ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. વાસત્વિક જીવનમાં એક્કાચી અને લક્સાના તિરાનારાત નામના કપલે 58 કલાક 35 મિનિટ અન 58 સેકન્ડ સુધી લોન્ગ કિસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
First published: