Home /News /lifestyle /

ઈન્ટરનેશનલ ફ્રેંડશિપ ડે: કેમ અને ક્યારે મિત્રતાના નામે આ દિવસની શરૂઆત

ઈન્ટરનેશનલ ફ્રેંડશિપ ડે: કેમ અને ક્યારે મિત્રતાના નામે આ દિવસની શરૂઆત

મિત્રતા માટે કોઈ કારણની જરૂર નથી, પરંતુ આજે તો તમારી પાસે લાગણી પ્રગટ કરવાનો મોકો પણ છે, તો પછી રાહ કોની જુઓ છો. કોઈ જાતી, ઉંમર, લિંગથી પર આજના દિવસને ખુલીને મનાવો.

મિત્રતા માટે કોઈ કારણની જરૂર નથી, પરંતુ આજે તો તમારી પાસે લાગણી પ્રગટ કરવાનો મોકો પણ છે, તો પછી રાહ કોની જુઓ છો. કોઈ જાતી, ઉંમર, લિંગથી પર આજના દિવસને ખુલીને મનાવો.

    (આજે 5 ઓગષ્ટે ઈન્ટરનેશનલ ફ્રેંડશીપ ડે છે)

    કહેવાય છે, વારસામાં મળેલા સંબંધ નિભાવવા પડે છે, પરંતુ મિત્રતાનો સંબંધ તો નિભાવવામાં આવે છે. દુનિયામાં સૌથી મોટો અને કિમતી સંબંધ હોય તો તે છે મિત્રતાનો. આ સંબંધને સેલિબ્રેટ કરવાનો આજે મોકો છે. આજે ફ્રેંડશીપ ડે છે. દર વર્ષે ઓગષ્ટ મહિનાના પહેલા રવિવારે આ દિવસ દુનિયાભરમાં મનાવવામાં આવે છે. આ દિવસનો ઈતિહાસ પણ મિત્રતાની કહાની સાથે જોડાયેલો છે, તો જોઈએ રસપ્રદ કહાની.

    આ દિવસની શરૂઆત વિશે આમતો ઘણી કહાનીઓ છે, પરંતુ માનવામાં આવે છે કે, અમેરિકામાં વર્ષ 1935માં સૌથી પ્રથમ વખત ફ્રેંડશીપ ડે મનાવવામાં આવ્યો હતો. તે સમયે એવું બન્યું હતું કે, તે જ વર્ષે ઓગષ્ટના પહેલા રવિવારે સરકારે એક વ્યક્તિને કોઈ કારણવશ મારી નાખ્યો હતો. આના આઘાતમાં મરનારના એક મિત્રએ આપઘાત કરી લીધો. તેથી આ દિવસને ખુદ અમેરિકા સરકારે ફ્રેંડશીપ ડેનું નામ આપ્યું. બાદમાં યૂનાઈટેડ નેશન્સે પણ આને ઈન્ટરનેશનલ ફ્રેંડશીપ ડે જાહેર કર્યો, ત્યારબાદ પુરી દુનિયા ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેંડશીપ ડે મનાવવા લાગી.

    સમયની સાથે ફ્રેંડશીપ ડેનું રંગ-રૂપ અને રીત-રિવાજ બદલાવવા લાગ્યા. બજાર આજકાલ તો ફ્રેંડશીપ બેલ્ટમાં અટવાઈ પડ્યું છે, જેમાં જાત-ભાતના સંદેશ લખેલા હોય છે. આ એક-બીજાને આપવામાં આવે છે. પીળુ ગુલાબ પણ મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે, અને આ દિવસે પીળા ગુલાબની પણ ખુબ માંગ રહે છે. સોશિયલ મીડિયાના પ્રચલન બાદ લોકો ઈ-સંદેશથી પણ ફ્રેંડશીપ ડેને વધાવી રહ્યા છે.

    મિત્રતા માટે કોઈ કારણની જરૂર નથી, પરંતુ આજે તો તમારી પાસે લાગણી પ્રગટ કરવાનો મોકો પણ છે, તો પછી રાહ કોની જુઓ છો. કોઈ જાતી, ઉંમર, લિંગથી પર આજના દિવસને ખુલીને મનાવો.
    Published by:kiran mehta
    First published:

    Tags: First Sunday of August, Friendship Day celebrated, Happy frinrdship day, International friendship day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन