International Dog Day: વિદેશી કરતા પણ સારી છે આ દેશી ડૉગ બ્રિડ્સ, ખાસિયત જાણીને ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર

International Dog Day: દર વર્ષ 26મી ઓગસ્ટના રોજ માણસ અને શ્વાનના સંબંધના સન્માનમાં આંતરાષ્ટ્રીય શ્વાસ દિવસ (International Dog Day) મનાવવામાં આવે છે.

  • Share this:
મુંબઈ: શ્વાનને મનુષ્યનો સૌથી વિશ્વાસુ મિત્ર (man’s best friend) ગણવામાં આવે છે. કોઈપણ અપેક્ષા વગર શ્વાન તેને પાળનારને પ્રેમ કરે છે. જેથી દર વર્ષ 26મી ઓગસ્ટના રોજ માણસ અને શ્વાનના સંબંધના સન્માનમાં આંતરાષ્ટ્રીય શ્વાસ દિવસ (International Dog Day) મનાવવામાં આવે છે. પાલતુ શ્વાન તેને પાળનારની સુરક્ષા રાખે છે. અંધ, બહેરા અને ક્ષતિગ્રસ્ત લોકોની મદદ કરે છે. જેથી કૂતરાઓના પ્રેમ અને મૂલ્યને સ્વીકારવા અને ત્યજી દેવાયેલા તેમજ દુર્વ્યવહાર કરેલા શ્વાનને મદદ કરવા આ દિવસની ઉજવણી કરવી જરૂરી છે. ત્યારે અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવી કે, કોઈ વિદેશી બ્રિડના શ્વાનને એડોપ્ટ કરવાંનો આગ્રહ સ્થાનિક શ્વાન સાથે અન્યાય ગણાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બ્રિડર, પેટ શોપમાંથી શ્વાનને ખરીદે ત્યારે શેરી શ્વાન પ્રેમાળ ઘર મેળવવાની તક ગુમાવે છે.

વિદેશી શ્વાનની સરખામણીએ ભારતની ઘણી બ્રિડ (Indian breed of dogs) હોશિયાર અને મળતાવડી હોય છે. પરંતુ પશ્ચિમી શ્વાન માટેનો આગ્રહ આમાંની ઘણી દેશી બ્રિડને જોખમમાં મૂકી રહ્યો છે. જેથી જે લોકોને વિદેશી બ્રિડનો મોહ વધુ હોય તેઓએ અહીં દર્શાવેલી ભારતીય બ્રિડ તરફ નજર દોડાવવી જરૂરી છે.

ઇન્ડિયન સ્પિટ્ઝ (INDIAN SPITZ)

1980થી 1990ના સમયગાળામાં આ ભારતીય બ્રિડને શ્રેષ્ઠ ફેમિલી ડોગ ગણવામાં આવતા હતા. નાના અને મધ્યમ કદના કારણે તેઓ પરિવારમાં ખૂબ અનુકૂળતાથી રહેતા હતા. તેઓ ખૂબ મિલનસાર, ઊર્જાવાન અને બુદ્ધિશાળી છે. પ્રથમ વખત ડોગ પાળવાનો વિચાર કરતા લોકો માટે આ બ્રિડ ખૂબ જ આદર્શ વિકલ્પ છે.

હિમાચલી હાઉન્ડ્સ (HIMACHALI HOUNDS)

હિમાચલી શિકારી કૂતરાઓને ગડ્ડી કુત્તા અથવા મેસ્ટિફ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્વાન પશ્ચિમ હિમાલયના વિસ્તારો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં મળી આવે છે. આ શ્વાન વિશાળ અને ફ્લફી હોય છે. શિકારી શ્વાન તરીકે ઓળખાતા હોવા છતાં સ્થાનિક પશુપાલકો દ્વારા તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આ શ્વાનનો બાંધો ભારે હોય છે. તેના વાળ જાડા હોય છે. જે કઠોર આબોહવાની પરિસ્થિતિઓનો સામનો કરવાની સાથે વિસ્તારના જંગલી પ્રાણીઓનાને દૂર કરવા માટે પણ સક્ષમ હોય છે

પરિહ શ્વાન (PARIAH DOGS)

આ શ્વાન દેશની સૌથી મૂળભૂત સ્વદેશી કૂતરાની જાતિ છે. તેઓ લાંબો સમય જીવે છે. તેઓ ખૂબ ઓછા બીમાર પડે છે અને તેમને ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે. તેમને નિયમિત ચાલવા અને કસરતની જરૂર પડે છે. તેઓ સમર્પિત, રક્ષણાત્મક, મિલનસાર અને સામાજિક હોય છે.

કોમ્બેઈ (COMBAI)

ભારતની કોમ્બેઈ બ્રિડ તેમની સહનશીલતા અને પ્રેમ માટે પ્રખ્યાત છે. જે પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પણ રાજપાલયમ અને અન્ય અસામાન્ય બ્રિડની જેમ આ જાતિ પણ યોગ્ય જાણકારી અને ઓછી માંગના કારણે લુપ્ત થવાના આરે છે. કોમ્બેઈ કૂતરાઓ હોશિયાર અને મજબૂત હોય છે. ટેન રંગની આ બ્રિડ સક્રિય, ઉગ્ર અને મિલનસાર હોય છે. તેમને શ્રેષ્ઠ સિક્યુરિટી ડોગ ગણવામાં આવે છે.

રાજપાલયમ (RAJAPALYAM)

રોયલ રાજપાલયમ બ્રિડનો દક્ષિણ ભારત(તમિલનાડુ)માં ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. તેનું નામ રાજપાલયમ વિસ્તાર પરથી પાડવામાં આવ્યું છે. આ બ્રિડ પરંપરાગત રીતે મહેલોની સુરક્ષા માટે ઉપયોગી હતી. આ સાથે લડાઈ લડવા માટે પણ તેનો ઉપયોગ થતો હતો. પાતળા સફેદ કોટ ધરાવતા આ શ્વાનનો બાંધો ખૂબ મજબૂત હોય છે. જેથી પોલિગર અને કર્ણાટીક યુદ્ધોમાં તેમને સૈનિકો સાથે લડવાનું શીખવવામાં આવતું હતું. જેનો ઉલ્લેખ ઇતિહાસમાં થયેલો છે. યુદ્ધમાં ઉપયોગના કારણે જ તેને પોલિગર હાઉન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે

કુમાઓન મેસ્ટિફ (KUMAON MASTIFF)

ઉત્તરાખંડના શ્વાનની આ બ્રિડ ઉગ્ર અને મજબૂત છે. તેને ભારતમાં ઘરના સૌથી મૂલ્યવાન રક્ષકો પૈકીના ગણવામાં આવે છે. આ બ્રિડને મૂળભૂત રીતે કુમાઉની પર્વતીય ટેકરીઓના ગામોના પશુઓની સુરક્ષા અને રક્ષણ માટે ઉપયોગમાં લેવાતી હતી. જોકે, હવે આ જાતિ લુપ્ત થઈ જાય તેવો ખતરો છે. તેમની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. કુમાઓન મેસ્ટિફ દેખાવમાં ગ્રેટ ડેન્સ જેવા લાગે છે.

રખડતા શ્વાન (STRAY DOGS)

જોરદાર રોગપ્રતિકારક શક્તિ અને ભારતીય પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ થવાની ક્ષમતાના કારણે વિદેશી બ્રિડ કરતા મોંગ્રેલ્સ અને સ્ટ્રેય ડોગ રખવા સારા છે. આ શ્વાન તેમના આસપાસના વાતાવરણ પ્રત્યે હોશિયાર અને સંવેદનશીલ હોવાથી તેમને તાલીમ આપવી સરળ છે. આ શ્વાન જોખમી અને પડકારજનક વાતાવરણમાં જન્મે છે, તેમ છતાં હજી પણ જીવી જાણે છે. જે તેમની ક્ષમતા દર્શાવે છે.
Published by:Vinod Zankhaliya
First published: