International Day of Sign Languages 2021: ભારતની સાંકેતિક ભાષા શું છે? તમારે તેને કેમ શીખવી જોઈએ?

ભારતીય સાંકેતિક ભાષા (ISL) પાછલી સદીમાં વિકસિત થઈ છે અને વર્ષ 2001થી તેને શીખવવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

દર વર્ષે 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે, જાણો Indian Sign Languageનો ઈતિહાસ

  • Share this:
International Day of Sign Languages 2021: સાંકેતિક ભાષા (Sign Language) બહેરા લોકો માટે અને તેમની સાથે વાતચીત કરવાનું એક માધ્યમ છે. સમગ્ર વિશ્વમાં સાંકેતિક ભાષા માટે હાથના હાવભાવ (Hand Gastures), સંકેતો (Signals), ચહેરાના હાવભાવ (Facial Expressions) અને શરીરની હિલચાલના (Body Movement) સંકેતોનો ઉપયોગ કરાય છે. ઉલ્લેખનીય છે કે, 300થી વધુ વિવિધ પ્રકારની સાંકેતિક ભાષાઓ (300 different sign languages) છે, જેમાં દરેક કેટલાક પ્રતીકો સાથે અદ્વિતીય છે.

તમને જણાવી દઈએ કે, દર વર્ષે 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Languages) તરીકે મનાવવામાં આવે છે. 23 સપ્ટેમ્બર, 1951ના રોજ ‘વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ’ની (World Federation of the Deaf- WFD) સ્થાપનાની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા તેના 72માં સત્ર દરમિયાન આ તારીખ અપનાવાઈ હતી. અહીં ભારતીય સાંકેતિક ભાષા (Indian Sign Language) પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ ભારતીય સાંકેતિક ભાષા શા માટે શીખવી જોઈએ તે અંગે વાત કરાઈ છે.

ભારતીય સાંકેતિક ભાષાનો ઇતિહાસ (Indian Sign Language History)

ભારતીય સાંકેતિક ભાષા (ISL) પાછલી સદીમાં વિકસિત થઈ છે અને વર્ષ 2001થી તેને શીખવવામાં આવે છે. BBC અનુસાર, લગભગ 700 ભારતીય શાળાઓ ભારતીય સાંકેતિક ભાષા શીખવે છે. ISL (Indian Sign Language) તેના વિશિષ્ટ વ્યાકરણ અને હાવભાવ ધરાવે છે, પરંતુ તેમાં કેટલાક પ્રાદેશિક તફાવતો છે.

સિબાજી પાંડા નામના એક શિક્ષક હતા, તેઓ બહેરા હતા. જેમણે વર્ષ 2001માં અલી યાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીઝ (AYJNISHD) ખાતે ISLમાં પ્રથમ ઔપચારિક તાલીમ અભ્યાસક્રમ બનાવ્યો અને તેને રજૂ કર્યો હતો. મહત્વનું છે કે, પાંડા ઈન્ડિયન સાઈન લેંગ્વેજ ટીચર એસોસિએશન (ISLTA) અને ઈન્ડિયન સાઈન લેંગ્વેજ ઈન્ટરપ્રિટર એસોસિયેશન (ISLIA)ના સંસ્થાપક સદસ્ય છે.

વર્ષ 2011માં ભારતીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માં ભારતીય સાઈન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર (ISLRTC)ની સ્થાપના કરવામાં મદદ કરી. જોકે, આ સેન્ટર વર્ષ 2015માં બંધ કરવામાં આવ્યું હતું અને વિકલાંગોના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MSJE) અંતર્ગત એક સોસાયટી તરીકે પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, તાંબાની બોટલમાં પાણી પીવાથી ઘણી બીમારીઓ રહે છે દૂર, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી વાતો

તમારે ISL કેમ શીખવી જોઈએ?

ભારતમાં બહેરા સમુદાયના સભ્યોમાં પણ સાઈન લેંગ્વેજ વિશે જાગૃતિનો સામાન્ય અભાવ છે. ઘણા માતાપિતા તેમના બહેરા બાળકો સાથે કેવી રીતે વાતચીત કરવી તે પણ નથી જાણતા. ઘણી વાર બહેરા લોકોની સાંભળી શકે તેવા અન્ય લોકો દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે.

આ પણ વાંચો, શું તમને પણ રાત્રે ઊંઘવામાં થઈ રહી છે સમસ્યા? આ ઉપાયો અજમાવી કરો રાત્રી નિદ્રાનું સમાધાન

ISL શીખવું આ ભેદભાવને દૂર કરશે અને બહેરા સમુદાય અને તેમની સંસ્કૃતિ પ્રત્યે સંવેદનશીલતા ઉભી કરશે. હાલ 300થી ઓછા ISL પ્રમાણિત દુભાષિયા છે અને વધુ દુભાષિયાઓની ખૂબ જરૂર છે. મહત્વનું છે કે, આ ભાષાને વધુ સારી રીતે શીખવા માટે ISL વિઝ્યુઅલ ડિક્શનરી પણ ઉપલબ્ધ છે.
Published by:Mrunal Bhojak
First published: