લાખો લોકો રોજગારી મેળવવા પરિવારથી દૂર રહી અન્ય વિસ્તારમાં કામ કરે છે. આવા લોકોની સંખ્યા 200 મિલિયન જેટલી છે. જેમાં પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે, જેમણે 800 મિલિયન જેટલા પરિવારના લોકો માટે પૈસા મોકલે છે. સ્થળાંતરીત થયેલા આ લોકોના સન્માન માટે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 16 જૂને ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી રેમિટન્સ (IDFR) દિવસની સ્થાપના કરી હતી.
આ દિવસ આર્થિક અસુરક્ષા, પર્યાવરણ અને આબોહવા સંબંધિત આપત્તિઓ તથા મહામારીનો સામનો કરવા માટે સ્થળાંતરિત શ્રમિકોને દ્રઢતા પર ભાર મૂકે છે. IDFRને હવે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ગઈ છે. તેમજ સુરક્ષિત, વ્યવસ્થિત અને નિયમિત સ્થળાંતર માટે ગ્લોબલ કોમ્પેક્ટ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જે ઓછા ટ્રાન્સફર ખર્ચની હિમાયત કરે છે.
શું છે મહત્વ?
જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આવકનો અમુક ભાગ એક દેશમાંથી બીજા દેશમાં પોતાના પરિવારને મોકલે તેને Remittances(રવાનગી) કહેવાય છે. આ રકમ ગરીબ દેશોના પરિવાર માટે આશીર્વાદરૂપ બને છે. એક Remittances ખૂબ જ ઓછા મૂલ્યની હોઈ શકે છે. પરંતુ તેમની કુલ કિંમત વિશ્વવ્યાપી સરકારના વિકાસ સમર્થનની તુલનામાં ત્રણ ગણી છે.
આ આવકથી ઘરની અનેક જરૂરિયાતો પૂરી થાય છે. જે શિક્ષણ અને વ્યવસાય દ્વારા કૌશલ્ય વિકાસ અને તકોને પણ પ્રોત્સાહન આપે છે. જેનાથી પરિવારો અને સ્થાનિક સમુદાયો પર પરિવર્તનશીલ અસર પડે છે.
કોરોના ઇફેક્ટ
છેલ્લા બે દાયકામાં નાણાંના પ્રવાહમાં પાંચ ગણો વધારો થયો છે. મંદીના સમયમાં ગરીબ દેશો માટે તે મહત્વનો સાબિત થયો છે. જોકે, કોરોના કાળમાં પૈસા મોકલવા કપરા બન્યા છે. અગાઉ ડ્રામેટિક ઘટાડાના પ્રારંભિક અંદાજોની વાત છે ત્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં નાણાં મોકલવાની મજબૂતાઈનું વધારે પડતું મૂલ્યાંકન કરે છે.
વર્લ્ડ બેંકના સંશોધન મુજબ 2020માં પૈસા મોકલવાનું પ્રમાણ ફક્ત 1.6% ઘટ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2019માં 548 અબજ ડોલર મોકલાયા હતા, જે 2020માં 540 અબજ ડોલરે પહોંચ્યું હતું.
રેમિટન્સ સામાજિક બંધનનું નાણાકીય ઘટક છે, જે સ્થળાંતરિતોને તેમના સંબંધીઓ સાથે જોડે છે. આ નાણાંકીય પ્રવાહ અબજોમાં છે. દર મહિને 200થી 300 ડોલર રેમિટન્સ પરિવારો સુધી પહોંચે છે.
સ્થળાંતરીત શ્રમિકો અને તેમના પરિવારો દ્વારા ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગના કારણે 2020 પૈસા મોકલવા જેવી બાબતોમાં તકલીફ પડી નથી. કપરા સમયમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ડીજીટલાઇઝેશને રેમિટન્સને બળ આપ્યું હતું. મોબાઈલ રેમિટન્સ 2020માં 65 ટકાના ઉછાળા સાથે 12.7 બિલિયન ડોલરે પહોંચ્યું હતું.
" isDesktop="true" id="1105525" >
ડિજિટલાઇઝેશન રોકડ મોકલવા ઓછું ખર્ચાળ છે, તેથી લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયંત્રણ વચ્ચે બિનસત્તાવાર પદ્ધતિનો ઉપયોગ ઘટ્યો છે. સ્થાનાંતરિત લોકો અને તેમના પરિવારોની આર્થિક ભાગીદારીમાં સુધારો થયો હોવાથી મોબાઇલ નાણાંનો ઉપયોગ વધ્યો છે. સ્થળાંતરિત કામદારો અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરવાનું ચલણ વધ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર