Home /News /lifestyle /International Blue Skies day : વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ, જાણો ઇતિહાસ અને વિગતો
International Blue Skies day : વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ, જાણો ઇતિહાસ અને વિગતો
International Day of Clean Air for Blue Skies 2021: વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસનો ઇતિહાસ
International Day of Clean Air for Blue Skies 2021: પૃથ્વી પર વસતા દરેક જીવો અને માનવજાતિ માટે ધૂળ અને ધૂમાડાથી મુક્ત અને સ્વચ્છ હવા (Clean air) ગુણવત્તા યુક્ત જીવન જીવવા માટેની પહેલી જરૂરિયાત છે.
International Day of Clean Air for Blue Skies 2021: પૃથ્વી પર વસતા દરેક જીવો અને માનવજાતિ માટે ધૂળ અને ધૂમાડાથી મુક્ત અને સ્વચ્છ હવા (Clean air) ગુણવત્તા યુક્ત જીવન જીવવા માટેની પહેલી જરૂરિયાત છે. પરંતુ 19મી સદીના મધ્યાર્થમાં ઔદ્યોગીકરણે (Industrialization) વિશ્વભરમાં નવો વિકાસ દર નોંધતા પાણી અને હવાના પ્રદૂષણ(Air pollution)માં બહોળા પ્રમાણમાં વધારો થયો છે. જેના કારણે ફેફસા અને હ્યદયની બીમારીઓ(Diseases of the lungs and heart)નો શિકાર બનતા વર્ષે અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવે છે.
વાયુ પ્રદૂષણના કારણે પૃથ્વીની ઇકો સિસ્ટમ (Earth's ecosystem), જૈવ વિવિધતા અને આબોહવા પર પણ નકારાત્મક અસરો પડે છે. આ ગંભીર મુદ્દા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે 7 સપ્ટેમ્બરને દર વર્ષે વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસનો હેતુ, તેના ઇતિહાસ અને આ વર્ષની થીમ વિશે.
વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસનો ઇતિહાસ
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી(UNGA)એ 19 ડિસેમ્બર, 2019ના રોજ ટકાઉ વિકાસ પર તેના 74માં સત્રની 52મી સભામાં એક ઠરાવ પસાર કરી 7 સપ્ટેમ્બરના દિવસને વાદળી આકાશ માટે સ્વચ્છ હવાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની વાતને સ્વીકૃતિ આપી. વર્ષ 2020માં આ દિવસની થીમ “બધા માટે સ્વચ્છ હવા” રાખવામાં આવી હતી. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય રાજ્યો, સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો, વિશ્વભરના સરકારી અને બિન-સરકારી સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવે છે.
વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ 2021 – સંકલ્પ
સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2030 સુધીમાં હવા, પાણી અને જમીનમાં રસાયણો જેવા પ્રદુષક ઘટકો અને બીમારીઓની સંખ્યા ઘટાડવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઉપર દર્શાવેલા પ્રસ્તાવને અપનાવ્યો છે. આ સંકલ્પ આપણા પર્યાવરણમાં દૂષિત પદાર્થોને ઘટાડવા અને હવાની ગુણવત્તા અને વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા હાનિકારક પ્રભાવોને ઓછા કરવા પર ભારણ મૂકે છે. સંયુક્ત રાષ્ટ્રના રિઝોલ્યૂશન રિપોર્ટમાં હવાની ગુણવત્તા વિશે સંશોધન અને ડેટા એકત્રિત કરવા અને વાયુ પ્રદૂષણના ઉકેલો શોધવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની અપીલ કરી છે. તે હવાની ગુણવત્તાના મુદ્દાઓ અંગે જનજાગૃતિના મહત્વને દર્શાવે છે. રિપોર્ટમાં તેમ પણ ઉલ્લેખ કરાયો છે કે સ્વચ્છ હવા જળવાયુ પરીવર્તનના વધી રહેલા દરને ઘટાડવામાં મદદ કરી શકે છે.
યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP)ની વેબસાઇટ પર દર્શાવ્યા અનુસાર “સ્વસ્થ હવા, સ્વસ્થ ગ્રહ” આ વર્ષે વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસની થીમ છે. આ થીમ સિવાય આ વર્ષનો કાર્યક્રમ ક્લાઇમેટ ચેન્જ અને ટકાઉ વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સત્તાવાર સમારોહ ન્યૂયોર્ક, નૈરોબી અને બેંગકોકમાં યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર