International Dance Day 2021: ડાન્સ કરવાથી પૂરતી ઊંઘ તથા યોગ્ય બ્લડ સરક્યુલેશન થાય છે

International Dance Day 2021: ડાન્સ કરવાથી પૂરતી ઊંઘ તથા યોગ્ય બ્લડ સરક્યુલેશન થાય છે
Image/shutterstock

ડાન્સ એક થેરેપી છે, જેનાથી કેલરી ખૂબ જ જલ્દી બર્ન થાય છે. જેનાથી તમારી બોડીને એક યોગ્ય શેપ મળે છે

  • Share this:
International Dance Day 2021: મહાન નર્તક જીન જોર્જેસની યાદમાં 29 એપ્રિલને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ દિવસને ઊજવવા પાછળનો ઉદ્દેશ્ય છે કે નૃત્યની શિક્ષા અને તેના આયોજનમાં ભાગ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે. અત્યારે કોરોનાના સમયમાં સંક્રમણ ન વધે તે માટે આ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવતુ નથી. ડાન્સ કરવાથી તણાવ દૂર થાય છે તથા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. ડાન્સને રૂટીનમાં ઉમેરીને તમે તેનો લાભ મેળવી શકો છો.

ડાન્સ એક મૂવમેન્ટ એક્સરસાઈઝ છે, જે તમને ભાવનાત્મકરૂપે પણ સ્વસ્થ રાખે છે. નિયમિતરૂપે ડાન્સ કરવાથી તમે સ્વસ્થ અને ફિટ રહો છો. ડાન્સ તમને વધતુ વજન, શારીરિક સમસ્યા કે માનસિક સમસ્યાથી દૂર રાખે છે.



વજન ઓછુ કરવામાં લાભકારી

આજકાલ અનેક લોકોને વધતા વજનની ફરિયાદ રહે છે. નિયમિતરૂપે ડાન્સ કરવાથી તમને ફાયદો થઈ શકે છે. ડાન્સ એક થેરેપી છે, જેનાથી કેલરી ખૂબ જ જલ્દી બર્ન થાય છે. જેનાથી તમારી બોડીને એક યોગ્ય શેપ મળે છે.

આ પણ વાંચો - કોરોનાની વેક્સીન લીધા બાદ ડાયટમાં આ વસ્તુઓ કરો સામેલ, નહીં થાય આડઅસર

લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે

જો તમે દૈનિક ડાન્સ કરો તો લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે તથા અનેક બીમારીઓથી બચી શકાય છે. ડાન્સ કરવાથી તમારી ત્વચામાં પણ ગ્લો જોવા મળે છે. આ કારણસર ડાન્સને રૂટીનમાં જરૂરથી સામેલ કરવું જોઈએ.

તણાવ દૂર થાય છે

આજના સમયમાં મોટાભાગના લોકો તણાવની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ડાન્સ કરવાથી તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરો છો તો તમારે ડાન્સ કરવો જોઈએ.

યોગ્ય ઊંધ માટે કરો ડાન્સ

જ્યારે તમે ડાન્સ કરો છો તો તમને થાક લાગે છે, જેનાથી યોગ્ય ઊંધ આવે છે. જે લોકોને અનિંદ્રાની સમસ્યા છે તેમના માટે ડાન્સ એક યોગ્ય વિકલ્પ છે.

શરીરમાં સ્ફૂર્તિ રહે છે

ડાન્સ કરવાથી શરીર સ્ફૂર્તિલુ રહે છે. જો તમને ખૂબ જ જલ્દી થાક લાગે છે તો, ડાન્સ તમારા શરીરમાં સ્ટેમિના વધારે છે. ડાન્સ કરવાથી બોડી ફ્લેક્સિબલ બને છે, જેનાથી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.
Published by:News18 Gujarati
First published:April 29, 2021, 22:56 IST

ટૉપ ન્યૂઝ