Home /News /lifestyle /

આજે છે International Coffee Day 2021, જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ વાતો અને ફાયદા

આજે છે International Coffee Day 2021, જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ વાતો અને ફાયદા

વિશેષકો જણાવે છે કે, કોફીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથ તણાવ દૂર થાય છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

International Coffee Day 2021: જો કોફીનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે, જાણો તેના તમામ ફાયદા

International Coffee Day 2021: દર વર્ષે 1 ઓક્ટોબર સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય કોફી દિવસ(International Coffee Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ તે લોકો પ્રત્યે આદર સન્માન વ્યક્ત કરવાનો છે, જે ખેતરથી દુકાન સુધી (Farm to Shop) કોફી (Coffee) પહોંચાડવા માટે દિવસ રાત સખત મહેનત કરે છે. વિશેષકો અનુસાર કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક (innumerable benefits) છે, જો પ્રમાણસર તેનું સેવન કરવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

આંતરરાષ્ટ્રીય કોફી સંગઠને(International Coffee Organization) વર્ષ 2015માં ઇટલીના મિલાન (Milan)માં પહેલો વિશ્વ કોફી દિવસ (Coffee Day) આયોજીત કર્યો હતો. આ દિવસ વિશ્વભરમાં કોફી ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે જગૃતિ લાગવવા મનાવાય છે. વિશેષકો જણાવે છે કે, કોફીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથ તણાવ દૂર થાય છે. આવા અનેક ફાયદાઓ કોફીના સેવનથી થાય છે, તો ચાલો જાણીએ તેના ફાયદાઓ.

એક દિવસમાં એક કપ કોફી ડૉક્ટરથી રાખશે દૂર

ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોફી માત્ર હાર્ટ એટેકના (Heart Attack) જોખમને જ નથી ઘટાડતી પરંતુ તમારા લીવર માટે પણ ફાયદાકારક છે. 2016માં કરાયેલા અભ્યાસમાં જણાવ્યા અનુસાર, કોફીનું સેવન મલ્ટીપલ સ્કેલેરોસિસના (MS) જોખમને ઓછું કરી શકે છે.

ફીઝીકલ એક્ટિવિટી વધારશે

તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે કેફીન તમારા મગજને જાગૃત બનાવશે અને તમારા શરીરમાં એનર્જી ભરી દેશે.

એન્ટિઓક્સિડેન્ટનો સ્ત્રોત

કોફી એન્ટિઓક્સિડેન્ટ મોટો સ્ત્રોત છે અને આ એન્ટિઓક્સિડેન્ટ જીવલેણ બીમારીઓ જેવી કે કેન્સરને દૂર રાખે છે. આ સિવાય તમે જ્યારે કામ કરતી સમયે થાક અનુભવો ત્યારે પણ કોફી પી શકો છો.

તમારા મગજને તેજ કરશે

કોફી પીવાથી સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમ પર અસર પડે છે અને મગજમાં વધુ ડોપામાનનું ઉત્પાદન થાય છે, જે વ્યક્તિને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતામાં વધારો કરશે.

આ પણ વાંચો, શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે Multivitamins, આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ચરબી ઘટાડવામાં મદદરૂપ

કોફીમાં રહેલા કેફીન ફેટ બર્નિંગ સપ્લિમેન્ટ તરીકે કામ કરે છે. કારણે કે પ્રાકૃતિક રીતે મેટાબોલિઝમ વધારે છે અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે.

જરૂરી ન્યૂટ્રીએન્ટ્સ

કોફીમાં એન્ટિઓક્સિડેન્ટ્સની સાથે રિબોફ્લેવીન (વિટામિન બી2), પેન્ટોથેનિક એસિડ (વિટામિન બી5), મેંગેનિઝ અને પોટેશિયમ, મેગ્નેશિયમ અને નિઆસિન(વિટામિન બી3) પણ રહેલા છે.

કોફીનો એક કપ તમને કરશે ખુશ

આજકાલની તણાવ ભરી જીંદગીમાં ડિપ્રેશન તમારા જીવનની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરે છે. એક અભ્યાસ અનુસાર કોફી દ્વારા તમે ડિપ્રેશનથી દૂર રહો છો અને આત્મહત્યા કરવાની શક્યતા પણ ઘટાડે છે.

આ પણ વાંચો, તાંબાની બોટલમાં પાણી પીવાથી ઘણી બીમારીઓ રહે છે દૂર, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી વાતો

કોફી સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો

>> ભારતમાં કોફીના સૌથી મોટી ઉત્પાદક રાજ્ય કર્ણાટક(71 ટકા), કેરલ(21 ટકા) અને તમિલનાડુ(5 ટકા) છે.
>> ભારત વિશ્વનો 6ઠ્ઠો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે. ભારત વિશ્વના કુલ 4 ટકા કોફીનું ઉત્પાદન કરે છે.
>> ઇથિયોપિયાના એક બકરી ચરાવનાર કાલ્દીએ વિશ્વમાં સૌથી પહેલા કોફી બીન્સની શોધ કરી હતી.
>> વિશ્વમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન બ્રાઝીલ, વિયતનામ, કોલંબિયા, ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયા દ્વારા કરવામાં આવે છે.
>> ભારતીય કોફી વિશ્વભરમાં સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કોફી માનવામાં આવે છે, કારણે ભારતમાં કોફી છાંયામાં ઉગાડવામાં આવે છે. જ્યારે વિશ્વના અન્ય ભાગોમાં કોફી સીધી સૂર્ય પ્રકાશમાં ઉગાડવામાં આવે છે.
First published:

Tags: Coffee, Health Tips, International Coffee Day 2021, Lifestyle

આગામી સમાચાર